SURAT

સુરતમાં સિટી બસના ડ્રાઈવરે બેદરકારીથી બસ ચલાવતા પટકાયેલા વૃદ્ધ પર બસનું પૈડું ચઢી ગયું

સુરત: (Surat) મજુરા ગેટ પાસે સિટી બસના ડ્રાઇવરે (Bus Driver) બેદરકારીથી બસ ચલાવતા બસમાંથી નીચે પટકાયેલા વૃદ્ધને ઇજા થઈ હતી. વૃદ્ધને સારવાર (Treatment) માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બનાવના 20 દિવસ પછી બસના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  • સિટી બસના ડ્રાઈવરે બેદરકારીથી બસ ચલાવતા પટકાયેલા વૃદ્ધ પર બસનું પૈડું ચઢી ગયું
  • બનાવના 20 દિવસ બાદ બસના ડ્રાઇવર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ

ઉમરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર સગરામપુરાના કૈલાસનગર શંખેશ્વર કોમ્પ્લેક્સ પાસે અંકિત એપાર્ટમેન્ટમાં કુલદીપ અમૃતલાલ જૈન પરિવાર સાથે રહે છે. કુલદીપ ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. કુલદીપના પિતા અમૃતલાલ જૈન (66 વર્ષ) સિલ્ક સિટી માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. 17 માર્ચના રોજ અમૃતલાલ જૈન ઘરેથી ચાલતા-ચાલતા મજુરા ગેટ પહોંચ્યા હતા. ત્યાંથી તેમને નવી કોર્ટ જવાનું હતું. તેઓ બસની રાહ જોતા હતા. તે સમયે જીજે-05-બીએક્સ-2890 નંબર આવી હતી. અમૃતલાલ જૈન બસમાં ચઢ્યા તેજ સમયે બસના ડ્રાઇવર સાગર મહિડાએ બેદરકારીથી બસ ચલાવતા અમૃતલાલ જૈનનો હાથ બસના હેન્ડલ પરથી છૂટી ગયો હતો. તેથી તેઓ બસમાંથી નીચે પટકાયા હતા.

બસનું પાછળનું વ્હિલ ડાબા પર પગ ચઢી ગયું હતું. તેજ સમયે બસમાંથી કોઈએ ડ્રાઇવરને અવાજ આપતા બસ ઉભી રાખી હતી. તે સમયે બસનું વ્હિલ તેમના અમૃતલાલના પગ પર હતું. બસ રિવર્સ લેતા અમૃતલાલનો પગ બહાર નીકળ્યો હતો. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બનાવના 20 દિવસ બાદ કુલદીપ જૈને બસના ડ્રાઇવર સાગર મહિડા વિરુદ્ધ ફરિયાદ આપતા ઉમરા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ઉધના હરીનગર સામે ટેમ્પો ડ્રાઇવરે મોપેડ પર જતી 25 વર્ષની પરિણીતાને ઉડાવી દીધી
સુરત- ઉધના મેઈન રોડ પર હરીનગર સામે મોપેડ પર નોકરી પર જતી મહિલાને ટેમ્પોના ડ્રાઇવરે અડફેટે લેતા મહિલાનું મોત નિપજ્યું હતું. મહિલા પિતાના ઘરે રહીને પાંડેસરાની મિલમાં નોકરી કરીને પિતાને મદદરૂપ થતી હતી.
ઉધના પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર હાલમાં લિંબાયત નીલગીરીમાં આવેલ મયુર સોસાયટીમાં રહેતા સાહેબરાવ પાટીલ પરિવાર સાથે રહે છે. તેમની 25 વર્ષિય દીકરી નીતા પાંડેસરામાં મિલમાં કલર વિભાગમાં નોકરી કરીને પિતાને મદદરૂપ થતી હતી. આજ રોજ બપોરે નીતા મોપેડ પર નોકરી પર જતી હતી. ઉધના-ભેસ્તાન રોડ પર હરીનગરની સામે એક આઈસર ટેમ્પોના ડ્રાઇવરે બેદરકારીથી ટેમ્પો ચલાવીને નીતાની મોપેડને અડફેટે લેતા તેણીને ગંભીર ઇજા થઈ હતી. તેનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું. ઉધના પોલીસે ટેમ્પો ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. નીતાના ચારેક વર્ષ પહેલા મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા શેષરાવ સાથ સાથે લગ્ન થયા હતા. પતિ-પત્ની વચ્ચે મનમેળ ન રહેતા નીતા પતિથી અલગ થઈને પિતા સાથે રહેતી હતી.

Most Popular

To Top