Sports

CSKને ફટકો: આ બે ખેલાડી અઠવાડિયા માટે IPLમાંથી આઉટ

નવી દિલ્હી: (New Delhi) ચેન્નાઈ સુપર કિંગ્સનો ઝડપી બોલર દીપક ચાહરને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામેની વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચની (Match) પહેલી જ ઓવરમાં દીપકને હેમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી. આ પછી તેણે મેચમાં ભાગ લીધો ન હતો. અહેવાલો અનુસાર દીપક લાંબા સમય સુધી મેદાનથી દૂર રહી શકે છે. તે સીએસકેની 4 થી 5 મેચોમાં ભાગ લઈ શકશે નહીં. ટીમનો અનુભવી ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પણ ઈજાગ્રસ્ત છે. તે અંગૂઠાની ઈજાને કારણે એક અઠવાડિયા માટે બહાર રહેવાની ધારણા છે. તે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમ્યો નહોતો. 17 એપ્રિલે આરસીબી સામેની મેચથી તે વાપસી કરે તેવી શક્યતા છે. મોઈન અલી પણ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમ્યો નહોતો. ફૂડ પોઈઝનિંગને કારણે બહાર થયેલો મોઇન આગામી મેચ પહેલા ફિટ થઈ જશે.

કેકેઆર સામેની મેચમાં રાશિદ ખાને આઇપીએલની હાલની સિઝનની પહેલી હેટ્રિક લીધી
અમદાવાદ: ગુજરાત ટાઈટન્સના રાશિદ ખાને કોલકાતા નાઈટ રાઈઝર્સ સામે આજે અહીં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો હતો. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં ટીમનું સુકાન સંભાળનાર રાશિદે સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ ઝડપી હતી. કોલકાતાની ઇનિંગ્સની 17મી ઓવરના પ્રથમ ત્રણ બોલ પર તેણે ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. પહેલા બોલે આન્દ્રે રસેલ તેનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સુનીલ નારાયણનો કેચ બાઉન્ડ્રી લાઇન પર પકડાયો હતો. તે પછી આગલી મેચમાં આરસીબી સામે 21 બોલમાં અર્ધસદી ફટકારનાર શાર્દુલ ઠાકુર રશીદની ગુગલી પર એલબીડબલ્યુ થયો હતો. હાલની આઇપીએલની આ પહેલી હેટ્રિક રહી હતી.
રાશિદ ખાને પોતાના સ્પેલની છેલ્લી ઓવરમાં હેટ્રિક લીધી હતી. તે પહેલા તેને ત્રણ ઓવરમાં ખૂબ જ માર પડ્યો હતો. તેણે પોતાના સ્પેલની પહેલી ત્રણ ઓવરમાં 35 રન આપ્યા હતા પણ અંતિમ ઓવરમાં તેણે સાટુ વાળી દીધું હતું. આજે આઇપીએલ 2023ની પહેલી હેટ્રિક લેતાની સાથે રાશિદે ટી-20 ક્રિકેટટમાં ચોથીવાર હેટ્રિક લઇને એન્ડ્રુ ટાય, મહંમદ શમી, અમિત મિશ્રા, આન્દ્રે રસેલ અને ઇમરાન તાહિરને પાછળ છોડ્યા હતા. આ તમામના નામે ટી-20 ક્રિકેટમાં 3-3 વાર હેટ્રિક નોંધાયેલી છે. આઈઇપીએલમાં હેટ્રિક લેનારો રાશિદ ત્રીજો કેપ્ટન બન્યો છે. આ પહેલા યુવરાજ સિંહ 2009માં બે વાર અને શેન વોટ્સન 2014માં એકવાર હેટ્રિક લઇ ચૂક્યા છે.

Most Popular

To Top