Sports

IPL 2024: વિરાટ કોહલી ઇતિહાસ રચવાની નજીક, આવું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બનશે

ક્રિકેટની (Cricket) સૌથી મોટી લીગ IPL (IPl) આજથી શરૂ થવા જઈ રહી છે. લીગની 17મી સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈના ચેપોક મેદાન પર રમાશે. આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે આ મેચ ઘણી મહત્વની બની રહી છે. આ મેચમાં તે T20 ક્રિકેટનો મોટો રેકોર્ડ બનાવી શકે છે.

વિરાટ ઈતિહાસ રચવાથી માત્ર 6 રન દૂર છે
વિરાટ કોહલી T20 ક્રિકેટમાં 12000 રન બનાવવાની ખૂબ નજીક છે. તેને T20 ક્રિકેટમાં 12000 રન પૂરા કરવા માટે માત્ર 6 રનની જરૂર છે. જો તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં 6 રન બનાવશે તો તે T20 ક્રિકેટમાં 12000 રન બનાવનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની જશે. વિરાટ કોહલીએ અત્યાર સુધી T20 ક્રિકેટમાં 11994 રન બનાવ્યા છે (ઇન્ટરનેશનલ + ડોમેસ્ટિક T20 + ફ્રેન્ચાઇઝ લીગ). અત્યાર સુધી માત્ર 5 બેટ્સમેન 12000 રનના આંકડાને સ્પર્શી શક્યા છે.

અત્યાર સુધીમાં ક્રિસ ગેલ, શોએબ મલિક, એલેક્સ હેલ્સ, ડેવિડ વોર્નર અને કિરોન પોલાર્ડ T20 ક્રિકેટમાં 12000 રન બનાવી ચુક્યા છે. ટી20 ક્રિકેટમાં ક્રિસ ગેલે સૌથી વધુ 14,562 રન બનાવ્યા છે. પાકિસ્તાનના શોએબ મલિકે T20 ક્રિકેટમાં 13360 રન બનાવ્યા છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડે અત્યાર સુધીમાં 12900 રન બનાવ્યા છે. બીજી તરફ એલેક્સ હેલ્સે 12319 અને ડેવિડ વોર્નરે 12065 રન બનાવ્યા છે.

IPLમાં વિરાટ કોહલીના આંકડા ઘણા પ્રભાવશાળી છે. તે આ લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. તેણે 237 IPL મેચોમાં 37.25ની એવરેજથી 7263 રન બનાવ્યા છે. જ્યારે ગત સિઝનમાં તેણે 53.25ની એવરેજથી 639 રન બનાવ્યા હતા.

Most Popular

To Top