National

એલ્વિશ યાદવને મળ્યા જામીન, એનડીપીએસ એક્ટ હેઠળ થઇ હતી ધરપકડ

નવી દિલ્હી: એલ્વિશ યાદવ (Elvish Yadav) પાછલા પાંચ દિવસથી બક્સર જેલમાં (Buxar Jail) કેદ હતો. ત્યારે આજે એલ્વિશ યાદવને ગ્રેટર નોઈડા ગૌતમ બુદ્ધ નગર જિલ્લા અદાલતે જામીન (Bail) આપી દીધા છે. એલ્વિશ યાદવને સાપના ઝેરના કેસમાં જામીન મળી ગયા છે. યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવની સાપના ઝેરની ખરીદી અને વેચાણના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

આજે શુક્રવારે NDPSની નીચલી કોર્ટમાં તેની જામીનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવે ધરપકડના 5 દિવસ બાદ એલ્વિશ યાદવ બક્સર જેલમાંથી બહાર આવ્યો છે. આ સમાચાર બાદ એલ્વિશ આર્મીમાં ખુશીની લહેર છે. નોઈડા પોલીસે એલ્વિસ યાદવને NDPS એક્ટ અને વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન હેઠળ જેલમાં મોકલી આપ્યો હતો.

એલ્વિશ યાદવ સાપના ઝેરની દાણચોરીના કેસમાં છેલ્લા 5 દિવસથી ગૌતમ બુદ્ધ નગરની બક્સર જેલમાં બંધ હતો. 17 માર્ચે, એલ્વિશને અન્ય પાંચ લોકો સાથે પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે બેન્ક્વેટ હોલમાં દરોડો પાડીને 4 સાપ ચાર્મર્સ સહિત 5 લોકોની ધરપકડ કરી હતી અને 9 સાપ અને તેમના ઝેર જપ્ત કર્યા હતા. એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીઓ માટે સાપના ઝેરની વ્યવસ્થા કરવાનો આરોપ છે અને તેના વીડિયો શૂટ માટે પણ સાપનો ઉપયોગ કર્યો હતો.

એલ્વિશ યાદવને જામીન બોન્ડ પર જામીન મળ્યા
શુક્રવારે NDPSની નીચલી કોર્ટમાં તેની જામીનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એલ્વિશને 50-50 હજાર રૂપિયાના જામીન બોન્ડ પર કોર્ટમાંથી જામીન મળ્યા છે. જણાવી દઈએ કે એલ્વિશ પર ડ્રગ્સને ફાઇનાન્સ કરવાનો પણ આરોપ છે. પૂછપરછ દરમિયાન એલવીશે કબૂલ્યું હતું કે તે સાપનું ઝેર સપ્લાય કરતો હતો. પરંતુ એલ્વિશની મુલાકાત લીધા બાદ તેના પિતાએ કહ્યું હતુ કે, એલ્વિશે આવી કોઇ કબૂલાત કરી નથી. જણાવી દઇયે કે ગયા વર્ષે નોઈડા પોલીસે સેક્ટર 49માં એફઆઈઆર નોંધી હતી. ત્યારબાદ એલ્વિશ યાદવને આજે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

સપેરાઓ એલ્વિશ યાદવને ઓળખતા નથી
એલ્વિશ યાદવના વકીલ પ્રશાંત રાઠીએ કહ્યું કે કોર્ટે એલ્વિશ યાદવને 50,000 રૂપિયાના બે જામીન આપ્યા છે. તમને જણાવી દઈએ કે એલ્વિશ યાદવના સાપના ઝેરના મામલામાં જે સપેરા પકડાયા હતા, તે તમામ દિલ્હીના મોલરબંદ ગામના રહેવાસી છે. તેઓએ કહ્યુ હતુ કે પહેલા આ લોકો સપેરાઓ હતા, પરંતુ હવે તેઓ લગ્નમાં ઢોલ વગાડે છે. સપેરાઓનું કહેવું છે કે તેઓ એલ્વિશ યાદવને ઓળખતા પણ નથી.

Most Popular

To Top