Vadodara

આખરે પરીક્ષાર્થીઓએ કહ્યું, THANK YOU.. સરકાર

વડોદરા: ગુજરાત પંચાયત સેવા પસંદગીની પરિક્ષા આજે રાજ્યભરમાં યોજાઈ હતી. જેમાં 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી છે. રાજ્યભરમાં 32 જિલ્લાના 3 હજાર કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા. જ્યાં આજે ઉમેદવારોએ જૂનિયર કલાર્કની પરિક્ષા આપી હતી. અગાઉ પેપર લીક થયા બાદ આ વખતે તંત્ર દ્વારા પુરેપુરી તકેદારી રાખી આ પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને કારણે આ વખતે ઉમેદવારોએ શાંતિમય વાતાવરણમાં પોતાનું પેપર પૂર્ણ કર્યું છે.

ત્યારે આ અંગે પરિક્ષા આપનાર ઉમેદવાર સાથે વાત કરતા એક મહિલા ઉમેદવાર જણાવે છે કે, પેપર સારૂ હતું. પણ ગણિત વિષયમાં થોડુ અધરું પડતા સમય વધારે વપરાય ગયો હતો. પેપર આપ્યા પછી મહેનત સફળ થઈ છે. જ્યારે આ અંગે અન્ય એક મહિલા ઉમેદવાર પ્રિતિ જણાવે છે કે, પેપર ખૂબ સારૂ હતું. તૈયારી પણ સારી હતી. તે પ્રમાણે પેપર પણ સારૂં હતું. અમને પેપર આપ્યા બાદ ખૂબ સંતોષ થઈ રહ્યો છે.

ગણિત પણ એવરેજ જ હતું. જ્યાં બીજી સરતની યોગીતા જણાવે છે કે, આ વખતે પેપર વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટું સરપ્રાઈઝ રૂપ મળ્યું છે. કારણ કે અત્યાર સુધી અમે જે ટ્રીકથી ક્લાસ 3ની પરિક્ષા આપતા હતા. તે હિસાબે આ જીપીએસસી લેવલનું પ્રશ્નપત્ર થઈ ગયું હતું. જેનું કારણ વિધાનવાક્ય અને જોડકા ઘણા બધા હતા. જેમાં એટલા લાંબા વાક્ય હતા કે વાંચવામાં ખૂબ સમય જતો રહ્યો તેવું લાગી રહ્યું છે. સમય ખૂટી પડ્યો છે. આટલી બધી સ્પર્ધામાં તૈયારી પણ કરવી જરૂરી છે. પહેલાની જેમ સરળ નથી. આ વખતે હસમુખભાઈ પટેલે આયોજન કરતા પેપર નહિ ફૂટે તેવી ગેરંટી હતી. પણ પેપર મળતા સરપ્રાઈઝ મળી હતી.

મહત્વનું છે કે, જૂનિયર કલાર્કની પરિક્ષા આપવા માટે ઘણી પરણિત મહિલાઓ સહિત માતાઓ પણ આવી હતી. ત્યારે આવી જ એક સુરતની માતા કે જે પણ ઉમેદવાર તરીકે પરિક્ષા આપવા આવ્યા હતા. તે જણાવે છે કે, કરિયરના સવાલ માટે દિકરાને લઈને આવવું પડ્યું છે. આ મારી પહેલી પરિક્ષા છે. અત્યારની મહેનતનો ફળ મળે તો સારૂ છે. સવારથી પરિક્ષા સહેલું પૂછશે તેવી આશા હતી. પણ આ પેપર ખૂબ અઘરું હતું. પેપર ફૂટવાને લઈને કંઈ વિચાર નહોતો. બસ આજે પેપર સારૂં જાય તે જ આશાથી આવી હતી. પણ ભગવાનને પ્રાર્થના કરી હતી કે, આ વખતે પેપર ન ફૂટવું જોઈએ.

આઇકાર્ડ-પાસપોર્ટ સાઇઝના ફોટો માટે અટવાયેલા ઉમેદવારોની વહારે આવી પહાેંચી શહેરની શી- ટીમ
વડોદરા : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ની જુનિયર ક્લાર્ક (વહીવટી હિસાબ) ની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ રહી છે. વડોદરા શહેર જિલ્લામાં આ લેખિત પરીક્ષામાં ઉમેદવારોને કોઈપણ જાતની સમસ્યા ઊભી ના થાય તે માટે વડોદરા SHE-ટીમે ખુબજ સંવેદનશીલતા દાખવી હતી. વડોદરામાં અટવાયેલા ઉમેદવારોને યોગ્ય સમયે મદદ કરીને શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

પિંકીબેન પોપટલાલ નાઈ કે જેઓ થરાદ, પાલનપુર થી વડોદરા શહેરની બરોડા સ્કૂલ, બગીખાના ખાતે પરીક્ષા આપવા હાજર રહેલા હતા. ઉમેદવારો માટેની સુચના અનુસાર તેમની પાસે પાસપોર્ટ સાઈઝનો ફોટો ના હોવાનું જાણવા મળતાં નવાપુરા પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા તેમને વાહનમાં તાત્કાલિક ફોટો સ્ટુડિયો લઈ જઈ ફોટો પડાવીને પિંકિબેનને સમયસર પરીક્ષા આપવામાં મદદ કરી હતી. બીજી તરફ બગીખાના વિસ્તાર નવજીવન હાઈસ્કૂલમાં ગાંધીનગર થી પરીક્ષા આપવા આવેલ શિવાજી બાબુજી રાઠોડ પોતાનું આઇ. ડી. કાર્ડ ભૂલી ગયેલા હતા.

વધુમાં તેમની પાસે સ્માર્ટફોન ન હોવાની જાણ થતાં સદાય મદદ માટે તત્પર એવી વડોદરામાં નવાપુરા પોલીસ સ્ટેશનની SHE-ટીમ દ્વારા ઉમેદવારોના ઘરે સંપર્ક કરીને વોટ્સએપ દ્વારા આઇ. ડી. કાર્ડ મેળવી તેની કલર પ્રિન્ટ કઢાવીને પરીક્ષાર્થીને સમયસર પરીક્ષા આપવામાં મદદ કરીને ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. મહિલાઓને નિર્ભય અને સુરક્ષિત વાતાવરણ આપીને સદાય મદદ કરવાની કાર્યશૈલી ધરાવતી નવાપુરા પોલીસ સ્ટેશનની SHE- ટીમ ફક્ત મહિલાઓ જ નહિ પરંતુ પરીક્ષામાં અટવાયેલા તમામ ઉમેદવારોની મદદ કરવાની નવી કાર્યશૈલી અપનાવીને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

Most Popular

To Top