Gujarat

વડોદરા: યુવતીએ યુવકને જાહેરમાં ગળા પર ચપ્પુ માર્યું, બંનેએ સામ-સામે ફરિયાદ નોંંધાવી

વડોદરા: વડોદરાના (Vadodara) મકરપુરા (Makarpura) વિસ્તારમાં આવેલી આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે એક યુવતીએ જાહેરમાં યુવક પર ચપ્પુ વડે હુમલો (Attack) કર્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં યુવક અને યુવતીએ સામસામે પોલીસ (Police) ફરિયાદ નોંધાવી છે. યુવકની નોંધાવેલી ફરિયાદ મુજબ જાણવા મળ્યું છે કે યુવતીએ ચપ્પુ તેના ગળા પર ફેરવી દીધું હતું, જ્યારે .યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ જ્યારે યુવતીએ તેના મિત્રનો નંબર માંગયો તો યુવકે તેને ગાળો આપી અને બે-ત્રણ લાફા મારી દીધા હતા. આટલું જ નહીં યુવતીએ આરોપ લગાવ્યો યુવકે તેને શેરડીના કોલાવાલા પાસેથી શેરડીનો સાઠો લાવી માર માર્યો હતો.

મળતી માહિતી મુજબ વડોદરાના મકરપુરા વિસ્તારમાં યુવક અને યુવતીએ વચ્ચે જાહેરમાં વિવાદ શરૂ થયો હતો. જ્યાં મકરપુરા ગામમાં આવેલા નિશાળ ફળિયામાં રહેતા કરણસિંહ નટવરસિંહ રાજપૂતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તું નિકુંજ રાજપૂતનો નંબર જાણી જોઈને આપતો નથી, તેમ કહીને યુવતીએ ચપ્પુ મારા ગળામાં મારી દીધું હતું. જ્યારે યુવતીએ નોંધવેલી ફરિયાદમાં જણવા મળ્યું છે કે, મેં પોલેન્ડમાં રહેતા મારા મિત્ર નિકુંજનો મોબાઇલ નંબર માગતા કરણે મને ગાળો આપીને તું મારી દુકાન પર કેમ આવી છે કહીને મને ગાલ પર બે-ત્રણ લાફા મારી દીધા હતા અને શેરડીના કોલાવાલા પાસેથી શેરડીનો સાઠો લાવીને મને માર્યો હતો અને ફરીથી મારી દુકાને આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મારી સાથે ધક્કામુક્કી કરીને ગડદાપાટુનો માર માર્યો હતો.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર કરણસિંહ નટવરસિંહ રાજપૂત આમ્રપાલી કોમ્પ્લેક્ષમાં રેડીમેડ કપડાનો વ્યવસાય કરે છે. યુવકની ફરિયાદ અનુસાર મકરપુરા ગામમાં આવેલી વલ્લભ કોલોનીમાં મોનિકા કુંજન સુર્યવંશી અને મારા મિત્ર નિકુંજ રાજપૂત વચ્ચે ગાઢ પ્રેમ હતો. તેઓ મોકો મળે ત્યારે તરસાલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમના પ્રેમ સંબંધ વિષે મને જાણ હતી, તેમના લગ્ન થયા હતા કે, નહીં તેની મને ખબર નહોતી. ત્યાર બાદ નિકુંજ રાજપૂત કોઈને જાણ કર્યાં વિના 7 મહિનાથી વિદેશ કામ ધંધાર્થે જતો રહ્યો હતો અને નિકુંજ મોનિકા સાથે વાતચીત કરતો નહોતો. તેથી મોનિકા અવારવનાર મારી પાસે નિકુંજ રાજપૂતનો નંબર માંગતી હતી, પરંતુ મારી પાસે તેનો કોન્ટેક્ટ નંબર ન હોવાથી મેં મોનિકાને નંબર આપી શક્યો નહોતો. જેથી મોનિકા મારા પુર ગુસ્સે થતી હતી અને કહેતી હતી કે, નિકુંજ તારો ભાઇબંધ છે અને તું જાણી જોઈને નંબર, સરનામુ અને માહિતી આપતો નથી.

ફરિયાદ મુજબ યુવકે જણાવ્યું કે જ્યારે 9 એપ્રિલના રોજ બપોરના સમયે આમ્રપાલી કોમ્પ્લેક્ષ સ્થિત મારી દુકાન પર હાજર હતો, તે સમયે મોનિકાએ બે વખત મને ફોન કર્યાં હતા, પરંતુ મેં તેના ફોન રિસીવ કર્યાં નહોતા. ત્યારે મારી સાથે હાજર મારા કાકાએ જણાવ્યું હતું કે મોનિકા બહાર મળવા માટે ઉભી છે તેથી હું તેને મળવા માટે બહાર ગયો હતો. તે સમયે મોનિકા મને ગુસ્સે થઈને બોલવા લાગી હતી કે, તું જાણી જોઇને મને નિકુંજ રાજપૂતનો નંબર આપતો નથી. તેમ કહીને તેને પોતાના ખભા પરની કીટ નીચે મૂકીને તેમાંથી એક ધારદાર ચપ્પુ કાઢ્યું હતું અને મારી પર હુમલો કરી દીધો હતો. મારી ગરદનના ભાગે જોરથી એક ઘા મારી દીધો હતો. ત્યારબાદ ફરીથી બીજો ઘા મારવાનો પ્રયાસ કરતા મારો ડાબો હાથ ઊંચો કર્યો હતો. જેથી મને કોણીના ભાગે ચપ્પુથી ઘા મારતા ઇજા થઈ હતી. ત્યાર બાદ ઘણું લોહી નીકળવાના કારણે મારો મિત્ર મને હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં મોનિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ત્યારે આ મામાલે યુવતીનું કહેવું છે કે મારો મિત્ર નિકુંજ શનાભાઇ પરમાર દોઢ વર્ષથી પોલેન્ડમાં રહે છે. જેના થકી મારો કરણ રાજપૂત સાથે પરિચય થયો હતો. જેથી કરણ રાજપૂત નિકુંજ સાથે અવારનવાર ફોન પર વાતચીત કરતો હતો. જેથી મેં નબંર માંગ્યો હતો પરંતુ તે મને જાહેરમાં ગાળો આપવા લાગ્યો હતો અને ત્યાર બાદ મારી સાથે મારામારી પણ કરી હતી. જેથી મેં પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પીસીઆર વાન આવીને મને મકરપુરા પોલીસ સ્ટેશન લઈ આવી હતી. આ મામલે કરણ રાજપૂત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top