Gujarat

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઉંઘતા ઝડપાયેલા ભૂજના ચીફ ઓફિસર સસ્પેન્ડ

ગાંધીનગર: (Gandhingar) ગઈકાલે ભૂજની મુલાકાત દરમિયાન સીએમ (CM) ભુપેન્દ્ર પટેલના સમારંભમાં હોલની અંદર ઊંધતા ઝડપાયેલા ભૂજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલને રાજય સરકારે (Government) તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ અધિકારીનું સુરત કનેકશન પણ બહાર આવ્યું છે.

  • મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઉંઘતા ઝડપાયેલા ભૂજના ચીફ ઓફિસર સસ્પેન્ડ
  • સુરતના એક જ કોન્ટ્રાક્ટરને ભૂગર્ભ ગટરનું કામ આપવાનો વિવાદ તેમના નામે છે

સુરતના એક જ કોન્ટ્રાક્ટરને ભૂગર્ભ ગટરનું કામ આપવાનો વિવાદ તેમના નામે છે. તેઓ જે શહેર કે નગરમાં નોકરી કરવા માટે જતાં હતાં ત્યાં ભૂગર્ભ ગટર યોજનાના કામો સુરતના એક માનીતા કોન્ટ્રાકટરને આપી દેતા હતાં. અગાઉ તેઓ મહેસાણા, ડીસા તથા સિદ્ધપુર ખાતે ફરજ બજાવતા હતાં ત્યાં પણ તેમના નામે વિવાદ થયો હતો.

ગઈકાલે મુખ્યમંત્રીના ભાષણ દરમિયાન ઊંઘતા ઝડપાયેલા ભુજ પાલિકાના ચીફ ઓફિસર જિગર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભૂજ નગરપાલિકામાં છેલ્લા 14 માસથી ચીફ ઓફિસર તરીકેની ફરજ બજાવતા જીગર પટેલને ગઈકાલે ભુજમાં યોજાયેલા મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમમાં ઊંઘી જવું ભારે પડ્યું છે. ઈલેકટ્રોનિક મીડિયામાં આ વીડિયો સતત જોવા મળી રહ્યો હતો. જેમાં જીગર પટેલ મુખ્યમંત્રીની સ્પીચ ચાલતી હતી તે વખતે જ ઊંધતા જોવા મળ્યા હતા. દાદાના પ્રવચન વખતે આ ચીફ ઓફિસર બીજી હરોળમાં ઊંધતા જોવા મળ્યા હતાં. સરકારી અધિકારીઓને હવે જાણે મુખ્યમંત્રીનો પણ ડર લાગી રહ્યો ન હોય તેમ વર્તી રહ્યા છે. જેના પગલે સરકારે અંતિમ પગલુ ભરીને જીગર પટેલને સસ્પેન્ડ કરી દીધા છે.

Most Popular

To Top