SURAT

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ

સુરત : રાજયમાં ભરઉનાળે (Summer) ચોમાસાનો (Mondoon) માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે રવિવારના રોજ સુરત (Surat) સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે રમઝટ ઝમાવી હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વાંસદા પંથક સહિત આજુબાજુના ગામોમાં આજરોજ વાતાવરણમાં પલટો આવી અચાનક કમોસમી વરસાદી છાંટા પડયા હતા. જેમાં લિમઝર ગામે ધોધમાર વરસાદ તુટી પડતા ગામના રસ્તાઓ પર પાણી પાણી થઇ જતા ચોમાસા જેવો માહોલ બની રહ્યો હતો. આ ઉપરાંત વલસાડ, કપરાડા તેમજ બાડોલી પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.

વહેલી સવારે સુરત શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાથે જ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વલસાડ, તાપી અને સુરત જિલ્લામાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. આ ઉપરાંત સાપુતારા અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

શનિવારે રાજયમાં સરેરાશ 89 તાલુકાઓમાં વ્યાપક વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને જામનગરના ધ્રોલમાં 2 ઈંચ જેટલો વરસાદ થયો હતો. ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં હજુયે આગામી 3જી મે સુધીમાં વ્યાપક વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા ઈશ્યુ કરાઈ છે.આ ઉપરાંત ગાંધીનગર તથા અમદાવાદમાં અચાનાક વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસભર અસહ્ય ગરમી બાદ રાત્રે વાતાવરણમાં ગઈરાત્રે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. રાત્રીના સાાડ ત્રણ વાગ્યા પછી અચાનક ગાજવી સાથે વરસાદ થયો હતો. અમદાવાદના વેજલપુર, જીવરાજપાર્ક, શ્યામલ, વાસણા સહિતના વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો.

કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ગોંડલ તથા તાલાલા સહિતના માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ વેચાણ માટે મોકલાવેલો ઉનાલુ પાક પલળી ગયો હતો. તાલાલામાં કેરીના બોકસ પલડી જતાં ખેડૂતોને નુકસાન થવા પામ્યું હતું. પાટણના હારીજમાં કમોસમી વરસાદના કારણે યાર્ડમાં પડેલો પાક પલળતા ખેડૂતો અને વેપારીઓને મોટાપાયે નુકસાન થયું છે. યાર્ડમાં પડેલે ઘઉં, જીરૂં, ચણા સહિતનો પાક પલળી ગયો છે. જેના કારણે ખેડૂતો અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

Most Popular

To Top