World

અમેરિકાના લોસ એંજલસમાં વિમાન અકસ્માત, પર્વત પરથી મળી આવ્યો કાટમાળ

અમેરિકામાં (America) એક પ્લેન ક્રેશ થયાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના લોસ એન્જલસ (Los Angeles) વિસ્તારમાં ધુમ્મસના (Fog) કારણે એક પ્લેન ક્રેશ થયું હતું. વિમાનનો (Plane) કાટમાળ પર્વત પરથી મળી આવ્યો હતો. લોસ એન્જલસના એક વિસ્તારમાં શનિવારે રાત્રે ધુમ્મસમાં ક્રેશ થયેલા વિમાનના કાટમાળમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. લોસ એન્જલસ ફાયર વિભાગે રાત્રે 11:20 વાગ્યે એલર્ટ જારી કર્યું હતું કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું તેની નજીક એક લાશ મળી આવી હતી. સિંગલ એન્જિન એરક્રાફ્ટના પાયલટની ઓળખ થઈ નથી. એવું માનવામાં આવે છે કે પ્લેનમાં બીજું કોઈ નહોતું. ફાયર ક્રૂને બેવર્લી ગ્લેન સર્કલમાં એક ટેકરી પર પ્લેનનો કાટમાળ મળ્યો.

આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ અમેરિકામાં પ્લેન ક્રેશની ઘટના થઈ હતી. દર્દીઓને લઈ જતી મેડિકલ ટ્રાન્સપોર્ટ ફ્લાઇટ ઉત્તર નેવાડાના પર્વતીય વિસ્તારમાં રાત્રે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. જેમાં પાંચે લોકોના મોત થયા હતા. લિયોન કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે આ ઘટના બાદ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બે કલાક બાદ કાટમાળ મળી આવ્યો હતો. બીજી તરફ વધુ એક અમેરિકન વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયુ હતું. એરક્રાફ્ટ સાથે પક્ષી અથડાવાને કારણે એરક્રાફ્ટના એન્જિનમાં આગ લાગી હતી પરંતુ પાયલટની કુશળતાના કારણે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા બચી ગઈ હતી. ઉડાન ભર્યા બાદ તરત જ આ અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ તે ફ્લાઈટની સેવા બંધ થઈ ગઈ હતી. વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી જાણી શકાયું નથી.

થોડા દિવસો પહેલા જ અમેરિકાના ઓહાયોમાં એક મોટી પ્લેન દુર્ઘટના થતી રહી. ટેક-ઓફ પછી તરત જ એન્જિનમાં આગ લાગી હતી. ગયા રવિવારે યુએસમાં ઓહિયોના એક એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી તરત જ પક્ષી અથડાયા બાદ વિમાનમાં આગ લાગી હતી. જોકે પ્લેન સુરક્ષિત રીતે જમીન પર પાછું ફર્યું હતું.’અમેરિકન એરલાઈન્સ’ની ફ્લાઈટ નંબર 1958 એ કોલંબસના જ્હોન ગ્લેન કોલંબસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 8.45 વાગ્યે ટેકઓફ કર્યું હતું અને તે ફોનિક્સ તરફ જઈ રહ્યું હતું. ટેકઓફના થોડા સમય બાદ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું અને બોઈંગ 737 એરપોર્ટ પર પાછું ફર્યું હતું. જે બાદ ફાયર બ્રિગેડના જવાનોએ ત્યાં પહોંચી આગને કાબુમાં લીધી હતી.

Most Popular

To Top