Entertainment

કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં હાજરી આપશે સોનમ કપૂર, શાહી સમારોહમાં ભારતનું સન્માન વધારશે

મુંબઈ: પુત્ર વાયુના જન્મ પછી સોનમ કપૂર (Sonam Kapoor) પોતાની પર્સનલ લાઈફના કારણે વધારે ચર્ચામાં આવી રહી છે. જો કે તે પોતાના ફેશન સેન્સ અને આઉટફીટના લીધે હંમેશા ચર્ચામાં રહે છે. આ ઉપરાંત એકટ્રેસ પોતાની પર્સનલ લાઈફની એક્ટિવિટિઓના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે હવે જાણકારી મળી આવી છે કે સોનમ 7 મેના રોજ લંડનમાં કિંગ ચાર્લ્સના રાજયાભિષેક પ્રસંગમાં પર્ફોમ કરવા જઈ રહી છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ટોમ ક્રૂઝ, વિન્ની ધ પૂહ, કેટી પેરી જેવા અનેક કલાકારો હાજર રહેવાના છે ત્યારે સોનમ એકમાત્ર ભારતીય અભિનેત્ર આ કાર્યક્રમમાં ભાગ લેશે.

જાણકારી મુજબ સોનમ કપૂર આ રાજયાભિષેક પ્રસંગમાં કોમનવેલ્થ વર્ચ્યુઅલ કોયર રજૂ કરશે. પહેલીવાર હશે જ્યારે અભિનેત્રી કોઈ શાહી પરિવારની આટલી મોટી ઉજવણીનો ભાગ હશે. જણાવી દઈએ કે સોનમ તેના પરિવાર સાથે લંડનમાં જ રહે છે. સોનમ તાજેતરમાં પણ ચર્ચામાં આવી હતી જ્યારે તે એપલના સીઈઓ ટિમ કૂક સાથે મુંબઈમાં આઈપીએલ ક્રિકેટ મેચ જોતી જોવા મળી હતી. “#TimCook અને સમગ્ર @apple ટીમ – અમે આશા રાખીએ છીએ કે તમે અહીં શાંતિપૂર્ણ રોકાણ કર્યું હશે અને દેશ માટે Appleના વિઝન વિશે પ્રેરિત અને સકારાત્મક બનવાનું ચાલુ રાખશો. તમે તમારી વિશિષ્ટ દુનિયા બનાવવા માટે જે કાળજી અને ધ્યાન આપ્યું તે બદલ આભાર. આ ઉપરાંત ટિમ કુકે સોનમના ટ્વીટને રીટ્વીટ કર્યું જેમાં તેણે સોનમનો ફોટો શેર કર્યો હતો.

સોનમ કપૂરની વાત કરીએ તો તે તેના પતિ આનંદ આહુજા સાથે લંડનમાં રહે છે. અભિનેત્રીએ ગયા વર્ષે 20 ઓગસ્ટે બાળક વાયુને જન્મ આપ્યો હતો. અભિનેત્રીની લવ લાઈફ પર નજર કરીએ તો તેણે લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ વર્ષ 2018માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનમ કપૂર છેલ્લે ફિલ્મ ‘એકે વર્સેસ એકે’માં જોવા મળી હતી.

Most Popular

To Top