Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) કોરોના સંક્રમણમાં દોઢ વર્ષ પછી સુરતના હીરા-ઝવેરાત (Diamond Jewelry) અને કાપડ ઉદ્યોગ (Textile) સહિત અન્ય ઉદ્યોગોમાં લાંબા સમય પછી તેજી જોવા મળતાં બેંકોમાં (Bank) મની રોટેશનમાં ગતિ જોવા મળી હતી. 1,2 અને 3 નવેમ્બરના રોજ સુરત રિજીયનની 457 બ્રાંચમાં દિવાળીને લીધે 3900 કરોડનું ટ્રાન્ઝેકશન થયું હતું. જે ગયા વર્ષે આ સમયગાળામાં 2100 થી 2200 કરોડ જેટલું નોંધાયું હતું તે દર્શાવે છે કે સુરતમાં મેન્યુફેકરિંગ અને રિટેઇલ સેકટરમાં મની રોટેશન જોવા મળ્યું છે. અને તેને લીધે ઈકોનોમી સુધરતાં છેલ્લાં 3 દિવસમાં દિવાળી પહેલાં રાષ્ટ્રીયકૃત, પ્રાઈવેટ અને સહકારી બેંકોએ 450 કરોડની નવી નોટોનું વિતરણ કર્યુ હતું.

  • ગયા વર્ષની દિવાળી કોરોનાની બીજી લહેરની અસર હેઠળ આવી હતી તેને લીધે 320 કરોડની નવી નોટ ઉપડી હતી
  • રિઝર્વ બેંકે 20, 50,100 અને 200 રૂપિયાની નવી નોટ મોકલતા 10 રૂપિયાની નવી નોટ માટે બુમ પડી
  • 10 રૂપિયાની નોટની 1 રીંગ માટે 1000 સામે 200 રૂપિયાની ઓન બોલાઈ

ગયા વર્ષની દિવાળી કોરોનાની બીજી લહેરની અસર હેઠળ આવી હતી તેને લીધે 320 કરોડની નવી નોટ ઉપડી હતી જ્યારે ચાલુ વર્ષે 450 કરોડની નવી નોટ ઉપડી હતી. ચાલુ વર્ષે રિઝર્વ બેંકે 20, 50,100 અને 200 રૂપિયાની નવી નોટ મોકલતા 10 રૂપિયાની નવી નોટ માટે બૂમ પડી હતી. 10 રૂપિયાની નોટની 1 રીંગ માટે 1000 સામે 200 રૂપિયાની ઓન બોલાયા હતાં.

આરબીઆઈએ 10 રૂપિયાની નવી નોટ નહીં મોકલતા ઈન્દોર અને રાજકોટથી મંગાવાઈ
સુરત : રિઝર્વ બેંકે રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકોને 10 રૂપિયાની નવી નોટ નહીં મોકલતા બેંકોએ ઈન્ટરનલ સોર્સથી તપાસ કરી મધ્યપ્રદેશના ઈન્દોર અને ગુજરાતના રાજકોટની બેંકોમાં રિઝર્વ મની તરીકે પડેલી 10 રૂપિયાની નોટ મંગાવી હતી. જો કે બધુ મળીને માત્ર 8 થી 10 કરોડની 10 રૂપિયાની નવી નોટ વિતરણ થઈ છે. જ્યારે 20,50,100 અને 200ની નોટ મોટી સંખ્યામાં મળી છે.

સ્ટેટ કો-ઓપરેટિવ બેંક સાથે જોડાણ નહીં ધરાવનાર નાની સહકારી બેંકોને નવી નોટ મળી નહીં
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક સાથે જોડાણ ધરાવનાર મોટી સહકારી બેંકોને 10,20, અને 50 ની નવી નોટ મળી હતી. જ્યારે જોડાણ નહીં ધરાવનાર નાની સહકારી બેંકોને નવી નોટ નહીં મળતા ત્યાં ગ્રાહકો નારાજ થયા હતા. આવી બેંકોએ બીજી બેંકો સાથેના સબંધોના આધારે 20 અને 50ની નવી નોટની વ્યવસ્થા સારો બિઝનેસ ધરાવનાર ગ્રાહકો માટે કરી હતી. 10 ની નવી નોટની રીંગ માટે 1000 રૂા. સામે 1200 રૂા. નો ભાવ બોલાયો હતો.

To Top