વડોદરા: શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ગ્રીન સિટી અને સ્માર્ટ સિટી બનાવવા માટે હાથ ધરાયેલી કવાયત નાગરિકો માટે આફત સમાન બની છે.સ્માર્ટ સિટીની...
મહારાષ્ટ્ર: જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં સોમવારે ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં ચાર લોકોના મોત (Death) થયા હતાં. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ આવી રહી...
વડોદરા: સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખનાર અમદાવાદ ઇસ્કોન બ્રિજ ઉપર બનેલા ગોઝારા અકસ્માત બાદ પણ ઓવર સ્પીડની મઝા લેતા નબીરા સબક લેવાનું નામ...
વડોદરા: શહેરમા મકાનો બનાવતી વખતે મકાન ખરીદનાર ને મોટા મોટા સ્વપ્ન બતાવી લોભ લાલચ જેવી આકર્ષક સ્કીમો બતાવી ને લાખો કરોડો મા...
સુરત: સુરતને (Surat) સાયબર સેફ (Cyber Safe) બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપીંડીથી બચાવવા માટે સુરત પોલીસના (Police) સાયબર સંજીવની 2.0 અભિયાનનો ગૃહરાજ્યમંત્રીશ્રી...
સુરત: કાપોદ્રામાં જવાહરનગર ચાર રસ્તા પાસે મોડી રાત્રે અમદાવાદના (Ahmedabad) અકસ્માતની (Accident) ઘટનાની યાદ તાજી કરતો કિસ્સો જોવા મળ્યો હતો. રાત્રીના 11...
ગાંધીનગર : રાજ્યમાં ખેડૂતોની ઇનામ નાબૂદી કાયદાઓ (Prize Abolition Laws) હેઠળની જમીનોના કબજા હક નિયમબદ્ધ કરવા અંગે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે....
ખૈબર પખ્તુનખ્વા : પાકિસ્તાનના (Pakistan) ખૈબર પખ્તુનખ્વામાં (Khyber Pakhtunkhwa) રવિવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં (blast) 35લોકોના મોત થયા છે, જ્યારે...
ઈન્દોર : ભારતીય જનતા પાર્ટીએ (BJP) મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) વિધાનસભા ચૂંટણી (Assembly elections) માટે પ્રસાર શરુ કરી દિધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી...
નવી દિલ્લી : સિદ્ધુ મુસેવાલા (Sidhu Musewala) હત્યા કેસના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર (Mastermind Gangster) સચિન બિશ્નોઈને (Sachin Bishnoi) ભારત લાવવા માટે સુરક્ષા એજન્સીઓની...
અંકલેશ્વર: ચાલુ કારે ખુદ ડ્રાઈવર જોખમકારક (Stunt) રીતે મોઢું બહાર કાઢે અને સ્ટિયરીંગ પર હાથ ફરતા નબીરાઓ ભવિષ્યમાં તથ્ય પટેલ જેવી હોનારત...
નવી દિલ્હી: 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે (Kapil Dev) ભારતીય ક્રિકેટ ટીમને (Indian Cricket Team) લઈને મોટું નિવેદન આપ્યું છે....
ઉત્તર પ્રદેશ : ભગવાન રામના (Lord Ram) જન્મ સ્થળ અયોધ્યામાં (Ayodhya) રામલલા મંદિરનું (Ram temple) નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. હાલ ઓક્ટોબર...
રાજકોટ: રાજકોટની (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક એક પોલીસકર્મીએ (Police) સાઈકલ (bicycle) પર જતી યુવતીને અડફેટે લીધી હતી. જો કે સદભાગ્યે છોકરીનો જીવ...
નવસારી: નવસારીમાં (Navasari) મૂશળધાર પાણી અને પૂર્ણા નદીમાં (Purna River) આવેલા પૂરના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવની સ્થિતિ નિર્માણ થઈ હતી. આજે...
નવસારી: સોશિયલ મીડિયા (Social Media) પર અવર-નવર રસ્તા પર ચાલુ ગાડીએ સ્ટન્ટ કરતાં અથવા સ્પીડમાં કાર હંકારતા લોકોનાં વીડિયો વાયરલ થતાં જ...
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) શોને 15 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ અવસર પર શો સાથે જોડાયેલા તમામ કલાકારોએ...
સુરત : સુરતનાં રહીશ વિમાદા૨ પંકજ ખીમજીભાઈ સુતરીયાએ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ (NewIndiaInsurance) કંપની પાસે મેડિક્લેઇમ (Mediclaim) લઈ પરિવારના સભ્યની સારવાર કરાવેલી સારવાર...
સુરત: સ્ટેટ જી.એસ.ટી. (SGST) વિભાગ દ્વારા ગઈકાલે સુરત(Surat) , અમદાવાદ(Ahmedabad) , વડોદરા (Vadodara) અને રાજકોટનાં (Rajkot) 31 સ્થળે ચાલતાં કોમ્પ્યુટર કોચિંગ ક્લાસિસ...
સુરત: પાર્લે પોઈન્ટ ખાતે કાંતીલાલ જ્વેલર્સમાં અઠવાડિયા પહેલા એક ગ્રાહક (Customer) આવ્યો હતો. તેણે અહીં એક સોનાની ચેઇન આપી હતી અને તેની...
સુરત: ઈન્ડિગો એરલાઈન્સે (Indigo Airlines) 1 જુલાઈથી સુરતથી ઉદયપુર (SuratUdaipur) અને ઇન્દોર (Indore) તેમજ 3 જુલાઈથી સુરતથી કોલકાતાની (SuratKolkatta) ડેઇલી ફ્લાઈટ (Flight)...
સુરત : 15મી ઓગસ્ટ (15August) સ્વાતંત્ર્ય પર્વની (Independent Day) આ વર્ષે પણ આઝાદીનાં અમૃત મહોત્સવ (AazadiKaAmrutMahotsav) તરીકે દેશભરમાંથી ઉજવણી થઈ રહી છે....
સુરત: દુબઇ (Dubai) અને બેંગ્લોરમાં (Bangalore) નીની પ્રોપરાઈટર અને મલિક ઇમ્પરિયલ એસ્ટેટના નામે ઓફિસ ધરાવતા અમુલયા મલિકે સુરતના ત્રણ વેપારીઓને દુબઈમાં રિયલ...
સુરત: પાંડેસરા ખાતે રહેતી ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના પરિવારે તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10 ના વિદ્યાર્થી સામે છેડતીની ફરિયાદ...
સુરત: સુરતની એક વ્યક્તિએ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી (Private Insurance Company) રૂ.૩,૦૦,૦૦૦નો મેડિક્લેઇમ (Mediclaim) તા.૮-૧-૨૦૨૧થી ૭-૧-૨૦૨૨ સુધીના સમયગાળા માટે ઊતરાવ્યો હતો. આ સમય...
નવી દિલ્હી: સીમા હૈદર (Seema Haider) – સચિન (Sachin) કેસ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. આ કેસમાં અલગ અલગ એંગલથી તપાસ કરવામાં...
સુરત: સુરત (Surat) મનપા (SMC) સંચાલિત સંજીવકુમાર ઓડિટોરિયમ (SanjinkumarAuditorium) ખાતે સુપરહિટ સ્ટેન્ડ અપ કોમેડિયન અનુભવ બસ્સીનો (AnubhavBassi) શો યોજાયો હતો, જેમાં પ્રથમ...
નવી દિલ્હી: આવતા વર્ષે અમેરિકામાં (America) રાષ્ટ્રપતિ (President) પદ માટેની ચૂંટણી (Election) યોજાવા જઈ રહી છે. આ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન...
નવી દિલ્હી: યુક્રેન રશિયા (Russia-Ukrain) વચ્ચે શરૂ થયેલું યુદ્ધ (War) જાણે મોટું સ્વરૂપ ઘારણ કરવા જઈ રહ્યું હોય તેવાં એંધાણ વર્તાઈ રહ્યાં...
અમદાવાદ: અમદાવાદની (Ahmedabad) રાજસ્થાન હોસ્પિટલના (Hospital) બેઝમેન્ટમાં આગ (Fire) લાગવાથી હડકંપ મચી ગયો હતો. બેઝમેન્ટમાં પાર્ક કરેલા કરેલા 30થી વધુ વાહનોમાં આગ...
સરથાણા બ્રિજ પર બસ અને કાર વચ્ચે ટક્કર, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, અકસ્માતથી બ્રિજ પર અવરજવર બંધ જેવી સ્થિતિ
તીવ્ર દુર્ગંધ મારતા કેમિકલને નંદેસરી જીઆઈડીસીની કાંસમાં ગેરકાયદેસર નિકાલ કરવાનું કૌભાંડ ઝડપાયું
ઈસ્લામાબાદ વાટાઘાટો બાદ તેહરાને પાકિસ્તાનનો આભાર માન્યો, કહ્યું- US વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ
વડોદરા ભાજપમાં ‘ડેમેજ કંટ્રોલ’ મોડ: હર્ષ સંઘવીએ ખાનગી હોટલમાં દિગ્ગજો સાથે યોજી ગુપ્ત બેઠક
વડોદરા : પેન્શનર લાઈફ સર્ટિફિકેટના બહાને નિવૃત્ત મેનેજર સાથે રૂ.10 લાખની ઠગાઈ
વડોદરા ભાજપમાં પૂર્વ પ્રમુખની વિસ્ફોટક પોસ્ટ- “મારું ઘર ભાજપનું ઘર, પણ કોઈએ ઘરે આવવું નહીં”
લખનઊ-ગુજરાત વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ, કોણ મારશે બાજી? પિચ બનશે ગેમ ચેન્જર
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી, વૈશ્વિક ઉર્જા સંકટના ભય વચ્ચે બે સુપર ટેન્કરો પાછા વળ્યા, ભારતના 15 જહાજો હજુ પણ છે ફસાયેલા
બંગાળ ચૂંટણી પહેલા NIAની મોટી કાર્યવાહી, TMC નેતાઓને નોટિસ, નંદીગ્રામ કેસમાં તપાસ તેજ
600 વર્ષ જૂની સેવાસી વાવના પથ્થરોમાં ફરી પ્રાણ ફૂંકશે વડોદરાવાસીઓ, કમિશનરની અનોખી પહેલ
એબીવીપીના કલ્ચરલ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીના ડાન્સનો વીડિયો વાયરલ,સંસ્કાર પર ઉઠ્યા સવાલ
મહારાષ્ટ્રમાં ફિલ્મી ઢબે સહ્યાદ્રિ એક્સપ્રેસમાં કરોડોની લૂંટ
લાઇવ હેલ્થ અપડેટ: 92 વર્ષની Asha Bhosle હોસ્પિટલમાં ભરતી
કોણ છે આશા ભોસલેની પૌત્રી જનાઈ ભોસલે? હવે મોટા બજેટની ઐતિહાસિક ફિલ્મથી કરશે ગ્રાન્ડ ડેબ્યુ
ગોત્રી ઓમ હાઉસિંગ સોસાયટીમાં એકલવાયું જીવન ગુજારતા યુવાનનું શંકાસ્પદ મોત
વૈભવ સૂર્યવંશી માટે સૌથી મોટો ખતરો શું? Kieron Pollardની ચેતવણી ચર્ચામાં
Vivo T5 Pro 5G લોન્ચ પહેલાં જ ચર્ચામાં
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય: ડીઝલ એક્સપોર્ટ ડ્યુટી ₹55.5 અને જેટ ફ્યુઅલ ₹42 પ્રતિ લિટર સુધી વધારાઈ
Ambedkar Jayanti 2026: 14 એપ્રિલે રાષ્ટ્રીય જાહેર રજા, જાણો ઈતિહાસ, મહત્વ અને શું રહેશે બંધ-ખુલ્લું
કુનો નેશનલ પાર્કમાં ખુશખબર: ભારતીય જન્મેલી ચિત્તી ‘KGP-2’એ આપ્યા 4 બચ્ચાંને જન્મ
અમેરિકા-ઈરાન શાંતિ ચર્ચા નિષ્ફળ
CSKની IPL 2026માં પહેલી જીત: Sanju Samsonની શાનદાર સદીથી દિલ્હી કેપિટલ્સ પર 23 રનની જીત
અમેરિકા-ઈરાન તણાવ ફરી વધશે? ચર્ચા નિષ્ફળ બાદ અમેરિકાનું અંતિમ અલ્ટીમેટમ
CSK VS DC, સંજૂ સેમસનની ઘમાકેદાર બેટિંગનો જલવો ફરી જોવા મળ્યો, જીતવા માટે આપ્યો 213નો ટાર્ગેટ
અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનને પોતાની જ ચાલ ભારે પડી, પોતે મૂકેલી લેન્ડમાઇન્સનો ટ્રેક ગુમાવ્યો
વડોદરાના મોટા ગજાના બિલ્ડર્સ, વેપારી અને ડોક્ટરની પાર્ટીમાં પોલીસે ભંગ પાડ્યો
‘ધુરંધર 2’નો ધમાકો, હિન્દીમાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ, પુષ્પા 2’ને પણ પાછળ છોડ્યું
18,000 બોમ્બ અને 4000 ટાર્ગેટ, ઈરાન પર હુમલાનો ઇઝરાયલે આપ્યો સંપૂર્ણ હિસાબ
ટીંબા ગામનું આરોગ્ય મંદિર બે વર્ષથી અધૂરું: ગ્રામજનો આરોગ્ય સુવિધાથી વંચિત, તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ
વડોદરા: શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ગ્રીન સિટી અને સ્માર્ટ સિટી બનાવવા માટે હાથ ધરાયેલી કવાયત નાગરિકો માટે આફત સમાન બની છે.સ્માર્ટ સિટીની કામગીરી અંતર્ગત વડોદરામાં ઠેર-ઠેર પડેલા ખાડાના કારણે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગતની પોલ ઉઘાડી પડી ગઈ છે. વડોદરામાં હજી જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી.ત્યારે ગત વર્ષની હાડમારીમાંથી પણ સ્માર્ટ સિટીની કામગીરી સંભાળતી એજન્સી કે સત્તાધિશોએ કોઈ બોધ પાઠ લીધો ન હોય તેમ આ ચોમાસામાં સ્માર્ટ સિટીનું સપનું ખાડે ગયું હોય તેવા દૃશ્યો ઠેર-ઠેર સર્જાયા છે.વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે.ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થયું હોવા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.જેને લઈ પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે.
શહેરમાં પ્રિમોન્સૂન કામગીરીની તંત્રની પોલી ખુલ્લી પડી ગઈ છે.માત્ર સામાન્ય વરસાદ બાદ શહેરમાં અનેક રસ્તાઓ ઉબડખાબડ જોવા મળી રહ્યા છે. નાગરિકો અધિકારી અને કોન્ટ્રાક્ટરો સામે પગલા ભરવાની માંગ કરી રહ્યા છે.લોકો કહી રહ્યાં છે કે સ્માર્ટસિટીના સપના દેખાડતું તંત્ર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરે.રસ્તાઓ પર ખાડા પડી જતા વાહનચાલકો પરેશાન છે.સ્માર્ટ સિટી વડોદરામાં રસ્તાઓ ધોવાઇ જતા કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે.ખાડા પૂરવામાં ઘોર બેદરકારીના કારણે જીવલેણ અકસ્માતોની ભીતિ સર્જાઈ છે.
સંબંધિત એજન્સી દ્વારા માટીના પુરાણમાં બેદરકારીના કારણે ખાડાઓ સર્જાતા હોવાનું જગજાહેર છે.પરંતુ સ્માર્ટ સિટીના સત્તાધિશો દ્વારા કંપની સામે કોઈ કાર્યવાહી થતી નથી.આવી એજન્સીઓની બેદરકારી ઉપરાંત તંત્રનો ભ્રષ્ટાચાર પણ જવાબદાર હોવાની શક્યતા છે.ધોધમાર વરસાદને કારણે વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઠેર-ઠેર ભૂવા અને ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.વાહનચાલકો અકસ્માતની દહેશત વચ્ચે અવરજવર કરવા મજબુર બન્યા છે.પરંતુ તંત્ર ભર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.
કમરતોડ વેરો ભરતા હોવા છતાં લોકોને રોડ રસ્તાની યોગ્ય સુવિધા નહીં મળતા રોષ
શહેરના મોટનાથ મંદિર અને ન્યુ સમા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે.આ વિસ્તારમાં ઘણી શાળાઓ પણ આવેલી છે.બાળકોના વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કમર તોડ વેરો ભરતા હોવા છતાં પણ લોકોને રોડ રસ્તાની યોગ્ય સુવિધા નહીં મળતા છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
વાઘોડિયા ચેકપોસ્ટ સામે ગટરના ખુલ્લા મેન હોલમાં એક યુવક ગરકાવ થયો હતો
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં ખાડો કરીને તેને પુરવાની સાથે તેની ફરતે આડાશ કરવાનું ભુલી જતા અગાઉ રીક્ષા અને બાઇક ચાલક તેમાં ખાબક્યો હતો.આ ઘટના બાદ પણ પાલિકાનું તંત્ર કંઇ શીખ્યુ ન હોવાનું સામે આવ્યું છે.ગતરાત્રે વૃંદાવનથી વાઘોડિયા તરફ જતા વાઘોડિયા ચેકપોસ્ટ સામે ગટરના ખુલ્લા મેન હોલમાં રોડ ક્રોસ કરવા જતા એક યુવક ગરકાવ થયો હતો.જોકે ઘટનાએ લઈ આસપાસના લોકો એકત્ર થયા હતા અને યુવકને બહાર કાઢ્યો હતો.નોંધનીય છે કે શહેરમાં હજીએ આવી કેટલી ખુલ્લી ગટરો છે જે લોકોના જીવને જોખમ ઉભું કરી શકે તેમ છે.પરંતુ તંત્ર આવી જોખમી ખુલ્લી ગટરો પર ઢાંકણ કે તેને કોર્ડન કરવાની તસ્દી પણ લેતું નથી.