SURAT

સ્ટુડન્ટ પાસે ઊંચી ફી વસૂલતા સુરતના કમ્પ્યૂટર કોચિંગ ક્લાસ ટેક્સ ભરતા નથી, GSTના દરોડામાં પોલ ખુલી

સુરત: સ્ટેટ જી.એસ.ટી. (SGST) વિભાગ દ્વારા ગઈકાલે સુરત(Surat) , અમદાવાદ(Ahmedabad) , વડોદરા (Vadodara) અને રાજકોટનાં (Rajkot) 31 સ્થળે ચાલતાં કોમ્પ્યુટર કોચિંગ ક્લાસિસ (ComputerCochingClasses) પર સામૂહિક દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા. સાયન્સ(Science) , કોમર્સ (Commerce) હાઈસ્કૂલથી લઈ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ (Engineering College) અને યુનિવર્સિટીના (University) વિદ્યાર્થીઓ (Students) પાસે તોતિંગ ફી (Fee) વસૂલી ટેક્સ (Tax) નહીં ભરનાર સુરતના 24, અમદાવાદના 4, રાજકોટના 2 અને વડોદરાના 1 મળી કુલ 31 કોમ્પ્યુટર કોચિંગ ક્લાસિસના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.’

  • સ્ટેટ જીએસટી વિભાગ આઇટી અને GST રિટર્ન ડેટાની તપાસ કરશે
  • વિદ્યાર્થીઓની સંખ્યા જાણવા સીસીટીવીનાં DVR જપ્ત કરાયાં

સુરત SGST વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવારે સુરતના 24 કોમ્પ્યુટર કોચિંગ ક્લાસિસના માલિકો-ભાગીદારોના આઇટી રિટર્નનો ડેટા મેળવી ચેક કરવામાં આવશે. આઇટી અને GST રિટર્ન ડેટાની તપાસ કરવામાં આવશે. જીએસટી અને આઇટીમાં કેટલી રકમ કેશ ઓન હેન્ડ દર્શાવાઇ હતી એની પણ તપાસ થશે.

એમાં કોઈ તફાવત જણાશે તો દંડ અને પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેટ જીએસટી વિભાગે વિદ્યાર્થીઓની સંખ્યા જાણવા સીસીટીવીનાં DVR જપ્ત કર્યા છે. ઉપરાંત બેન્ક એકાઉન્ટની અને લોકરોની પણ તપાસ કરવામાં આવશે.ગઈકાલે આ સર્ચ ઓપરેશન દરમિયાન SGST વિભાગને તપાસ દરમિયાન અંદાજિત રૂ.20 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. આ પેઢીઓના હિસાબી સાહિત્ય, બેન્ક સ્ટેટમેન્ટ, લોકર, બેન્ક એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યાં છે અને ચકાસણીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા માર્કેટ ઇન્ટેલિજન્સ તથા સિસ્ટમ બેઝ્ડ એનાલિસિસના આધારે સંશોધનની કાર્યવાહીના ભાગરૂપે તપાસ કરવામાં આવતા વિભાગને ધ્યાને આવ્યું હતું કે, કોમ્પ્યુટર કોચિંગ ક્લાસિસના સંચાલકો દ્વારા જીએસટી કમ્પ્લાયન્સ યોગ્ય રીતે કરવામાં આવતું નથી તથા આ સેક્ટરમાં અપાતી સર્વિસ મુજબ વેરો ભરવામાં આવતો નથી.

જેથી વિભાગ દ્વારા કોમ્પ્યુટર મલ્ટીમીડિયા, એનિમેશન તથા અન્ય વિવિધ કોમ્પ્યુટર કોર્સિસના કોચિંગની સેવાઓ પૂરી પાડતા કુલ 15 પ્રાઇવેટ ક્લાસિસ ગ્રુપનાં કુલ 31 સ્થળ ખાતે તપાસની કાર્યવાહી કરવામાં આવી હતી. સૌથી વધુ સુરતમાં 24 કોમ્પ્યુટર કોચિંગ ક્લાસિસ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

કોચિંગ ક્લાસિસ દ્વારા વિદ્યાર્થી-બેચની સંખ્યા અને ફીની રકમ છુપાવવામાં આવતી હોવાની શંકાના આધારે આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. SGST વિભાગની તપાસની કાર્યવાહીમાં આ કોમ્પ્યુટર ક્લાસિસ દ્વારા ક્લાઉડ બેઝ્ડ ERP સોફ્ટવેરમાં હિસાબો નિભાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે.

ચકાસણીમાં ધ્યાને આવ્યું છે કે, કોચિંગ ક્લાસિસ દ્વારા વિદ્યાર્થી તથા બેચની સંખ્યા તથા ફી રકમ છુપાવવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી ફી રોકડેથી વસૂલ કરી તેના ઉપર ભરવાપાત્ર વેરો ભરવામાં આવતો ન હોવાનું બહાર આવ્યું છે.

Most Popular

To Top