SURAT

સુરતમાં “સાજનકાંડ”: કાર ચાલકે બાઇક સવાર 6ને ઉડાવ્યા

સુરત: કાપોદ્રામાં જવાહરનગર ચાર રસ્તા પાસે મોડી રાત્રે અમદાવાદના (Ahmedabad) અકસ્માતની (Accident) ઘટનાની યાદ તાજી કરતો કિસ્સો જોવા મળ્યો હતો. રાત્રીના 11 વાગ્યે એક લાલ કલરની સ્વિફ્ટ કારના ચાલકે ત્રણ બાઇક સવાર 6 લોકોને અડફેટે લઈ ઉડાવી દીધા હતા. હવામાં ફગોળાયેલા બાઇક સવારો ને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. નશામાં ધૂત કાર ચાલકને પકડીને જાહેરમાં મેથી પાર્ક અપાતા પોલીસ (Police) દોડી આવી હતી. ઇજાગ્રસ્ત બાઇક સવારો અને લોકોના હાથે ઘવાયેલા કાર ચાલકને પોલીસ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ (Hospital) લઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને CCTV ના આધારે ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરાશે.

પોલીસે જણાવ્યું હતું કે, કાર ચાલક ઉત્રાણના રાજપુત ફળિયામાં રહેતો 27 વર્ષીય સાજન પટેલ જેની સ્વિફ્ટ કાર નંબર GJ-05- RR-9915 લઈને રચના સર્કલ જવા નીકળ્યો હતો. જવાહનરનગર ચાર રસ્તા પરથી બેફામ જતા સાજને કાર ધીમે કરવાને બદલે સ્પીડમાં હંકારી હતી. જેમાં બાઇક સવાર ચાર સહિત 6 લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત થવા છતાં કાર ઉભી રાખવાને બદલે સાજને ભગાવવાનો પ્રયાસ કરતા લોકો રોષે ભરાયા હતા. એટલું જ નહીં પણ કાર ચાલક સાજન ને પકડીને જાહેરમાં જ મારવામાં આવ્યો જતો. જોકે પોલીસ દોડી આવતા સાજની અટકાયત કરી હતી. ત્યારબાદ કેટલાક ઇજાગ્રસ્તોને સ્થાનિકોએ પોતાના વાહનોમાં કેટલાકને108 એમ્બ્યુલનસમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. પોલીસે ચાલક યુવકની ધરપકડ કરી હતી.

ધર્મેશ વઘાસિયા (નજરે જોનાર) હું કારખાનેથી ઘરે જતો હતો ત્યારે 100 કિમીની ઝડપે એક કાર પાછળ આવતી હતી. જે જોઈને મને લાગ્યું કે આ કાર અકસ્માત સર્જશે. આગળ જતાં જોયું તો અકસ્માત થઈ ચૂક્યો હતો. રચના સર્કલ પાસે BRTS રૂટ પર જતો રહ્યો. જોકે ત્યાં ખાસ કોઈ હતું નહીં. 5 થી 6 ઘાયલ પૈકી કેટલાકના પગ તૂટી ગયા છે.

પોલીસે જણાવ્યું હતું કે આખી ઘટનાના CCTV સામે આવ્યા હતા. એટલું જ નહીં પણ નશામાં ચૂર બની પાર્ટીમાંથી ઘરે જતા કાર બેફામ થઈ ગઈ હોવાનું પણ સાજને કબુલ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે CCTV ના આધારે તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં પણ ઇજાગ્રસ્તો ના નિવેદન પણ લઈ રહી છે. સાથે સાથે ઘટનાને નજરે જોનારા પણ નિવેદન લેવાય રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ ના તથ્યકાંડ જેવા ગમખ્વાર અકસ્માત ની ઘટનામાં પોલીસ કોઈ કાચું કાપવા ન માગતી હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.

Most Popular

To Top