Vadodara

કાન્હા ગ્રુપના બિલ્ડરો નામ મોટાને વાયદા ખોટા…..સ્થાનિક રહીશોએ દેખાવો કર્યા

વડોદરા: શહેરમા મકાનો બનાવતી વખતે મકાન ખરીદનાર ને મોટા મોટા સ્વપ્ન બતાવી લોભ લાલચ જેવી આકર્ષક સ્કીમો બતાવી ને લાખો કરોડો મા ગ્રાહક ને મકાન પઘરાવી દેતા હોય છે. તમામ રૂપિયા ચૂકવાય ગયા બાદ ઘણા બિલ્ડરો મકાન માલિકો ને વાયદા મુજબ નક્કી કરેલી સુવિધા આપતા નથી અને હાથ અધ્ધર કરી દેતા હોય છે. કેટલાક બિલ્ડરો ના નામ મોટા હોય છે પણ મકાન માલિકો ને કરેલા વાયદા ખોટા હોય છે.

આજવા ચોકડી સ્થિત કાન્હા સિટીમાં સુવિધાનો અભાવ જોવા મળતા અહીંયા 11 ટાવરમા લગભગ 400 ફ્લેટ આવેલા છે. જેમાં પહેલે થી જ મેન્ટેન્સ રૂપિયા 75 હજાર લઈ લેવાયા છતાં પણ સુવિધા મળતી ન હોવાથી રહીશો ભારે ગુસ્સા મા મીડિયા સામે રોષ ઠાલાવ્યો હતો. રહીશો એ જણાવ્યું હતું કે સ્વિમિંગ પુલ-લિફ્ટ ફાયર સેફ્ટીના સાધનો બંધ હોવાથી ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે તેમજ હલકી કામગીરીના કારણે બિલ્ડીંગ પર તિરાડો પડી જતા ગમે તયારે જાન માલ ની ખુવારી થાય તો જવાબદાર કોણ તેવા સવાલો રહીશો એ ઉઠાવ્યા હતા.

વાવાઝોડાના પગલે વીજ પોલ નમી પડ્યો છે છતાં હજુ તે મામલે કોઈ કાર્યવાહી થઇ નથી સ્થાનિકોના કાન્હા ગૃપ સામે આક્ષેપો કરતા વધુ મા જણાવ્યું હતું કે બેઝમેન્ટમા પાણી ટપકે છે. જેથી રહીશો હેરાન પરેશાન થઇ ગયા છે જેમાં સિનિયર સીટીઝનો ની હાલત વધુ કફોડી બની છે. કાન્હા ગ્રુપ રેસીડેન્સી મા રહેતા રહિશોએ પોસ્ટર્સ સાથે દેખાવો કર્યા હતા. તેમજ ગ્રાહક સુરક્ષામાં પણ આવેદન આપવાની ચિમકી ઉચ્ચારી હતી.

Most Popular

To Top