National

મુસેવાલા હત્યાના માસ્ટરમાઇન્ડ સચિન બિશ્નોઈને ભારત લાવવા સુરક્ષા એજન્સીની ટીમ અઝરબૈજાન રવાના

નવી દિલ્લી : સિદ્ધુ મુસેવાલા (Sidhu Musewala) હત્યા કેસના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર (Mastermind Gangster) સચિન બિશ્નોઈને (Sachin Bishnoi) ભારત લાવવા માટે સુરક્ષા એજન્સીઓની ટીમ અઝરબૈજાન રવાના થઈ ગઈ છે. સ્પેશિયલ સેલના કાઉન્ટર ઈન્ટેલિજન્સ યુનિટમાં (Counter Intelligence Unit of Special Cell) એક ACP, બે ઈન્સ્પેક્ટર (Inspector) સહિત લગભગ 4 અધિકારીઓની ટીમ રવાના થઈ ગઈ છે.

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર સચિન બિશ્નોઈને ભારત લાવવા માટે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમ આજે રાત સુધીમાં અઝરબૈજાન પહોંચી જશે. મળતી માહિતી મુજબ આગામી 2 દિવસમાં સુરક્ષા એજન્સીઓ અઝરબૈજાનથી સચિન બિશ્નોઈને પકડી ભારત પરત લાવશે. તમને જણાવી દઈએ કે સચિન બિશ્નોઈએ લોરેન્સ બિશ્નોઈનો ભાણયો છે. સિદ્ધુ મુસેવાલાની હત્યાના થોડા દિવસ પહેલા સચિન બિશ્નોઈ નકલી પાસપોર્ટ બનાવીને દિલ્હીથી ભાગી ગયો હતો. જો સચિન બિશ્નોઈ ભારત આવશે તો અનેક મોટા ખુલાસા થશે.

સચિન બિશ્નોઈની તાજેતરમાં અઝરબૈજાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી
લૉરેન્સ બિશ્નોઈના ભાણીયો ગેંગસ્ટર સચિન બિશ્નોઈની તાજેતરમાં અઝરબૈજાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સચિને ભારતમાં રહીને મુસેવાલાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને પછી દિલ્હીથી બનાવટી પાસપોર્ટ મેળવીને અઝરબૈજાન ભાગી ગયો હતો. NIAએ લોરેન્સ બિશ્નોઈના મુખ્ય સહયોગી વિક્રમજીત સિંહ ઉર્ફે વિક્રમ બ્રારની સંયુક્ત આરબ અમીરાતથી ભારત દેશનિકાલ કર્યા પછી ધરપકડ કરી છે.

NIAની ટીમ આ દેશનિકાલને પરત લાવવા માટે UAE ગઈ હતી
એજન્સીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે NIAની ટીમ આ દેશનિકાલની સુવિધા આપવા અને તેને ભારત પરત લાવવા માટે સંયુક્ત આરબ અમીરાત (UAE) ગઈ હતી. સિદ્ધુ મુસેવાલાની હત્યા ઉપરાંત બ્રાર નિર્દોષ લોકો અને ઉદ્યોગપતિઓની ટાર્ગેટ કિલિંગમાં પણ સામેલ હતો.

29 મે 2022ના રોજ સિદ્ધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી
જણાવી દઈએ કે 29 મે 2022ના રોજ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. શૂટરોએ તેની કારને ઘેરી લીધી અને ગોળીબાર કર્યો હતો. આ શૂટર્સ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગના હતા. આ હત્યાકાંડ કેટલો ભયાનક હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પોસ્ટમોર્ટમમાં સિદ્ધુના શરીર પર 24 ગોળીઓના નિશાન મળી આવ્યા હતા. જેના પરથી એમ કહીં શકાય કે હત્યારાઓ કોઈ પણ ભોગે સિદ્ધુ મુસેવાલાને જીવતો છોડવા માંગતા ન હતા.

Most Popular

To Top