Entertainment

શું એમસી સ્ટેનના કારણે બિગ બોસ ઓટીટી 2 ફેમ પુનીત સુપરસ્ટારનું ઇન્સ્ટાગ્રામ બ્લોક કરવામાં આવ્યું?

મુંબઇ: ‘બિગ બોસ ઓટીટી 2’માં (Bigg Boss OTT 2) દરરોજ એક નવો ધમાકો જોવા મળી રહ્યો છે. વાઈલ્ડ કાર્ડ તરીકે ઘરમાં પ્રવેશેલા એલ્વિશ યાદવ અને આશિકા ભાટિયા લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ શોમાં સોશિયલ મીડિયા (Social Media) પ્રભાવક પુનીત સુપરસ્ટારની (Puneet Superstar) સ્પર્ધક તરીકે એન્ટ્રી જોવા મળી હતી. જેને 24 કલાકની અંદર ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પુનીતની હરકતો તેને ઘરમાંથી કાઢી મૂકવાનું કારણ હતી. પરંતુ તે ઘરની બહાર આવતાની સાથે જ પુનીતે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં સલમાન ખાન (Salman Khan), શો અને એમસી સ્ટેન (MC stan) પર ખરાબ બોલ્યા હોવાનું સામે આવ્યુ હતું.

પુનીત સુપરસ્ટારે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે બિગ બોસ માટે અપશબ્દનો પ્રયોગ કર્યો હતો..મારે કોઈની જરૂર નથી. પુનીત સુપરસ્ટાર પહેલાથી જ સ્ટાર હતો અને હંમેશા રહેશે. આ પછી પુનીતે એમસી સ્ટેનને ઘણું બધું સંભળાવ્યું હતુર્ં. એમસી માટે પુનીતે કહ્યું હતું કે કીડે મકોડે. આ સાથે એમસી તેમના કામની ટીકા કરે છે તેવું કહેવામાં આવ્યું હતું.

ખરેખર પુનીત અને એમસી સ્ટેન વચ્ચેની લડાઈ થોડી જૂની છે. પુનીત ‘બિગ બોસ ઓટીટી 2’માં પ્રવેશી રહ્યો હતો ત્યારે એમસી સ્ટેન પેનલિસ્ટ તરીકે હાજર હતો. આ દરમિયાન રેપરે પુનીતના સોશિયલ મીડિયા કન્ટેન્ટને આકરો ગણાવ્યો હતો. અહીંથી મામલો ગરમાયો હતો. હવે પુનીતના ચાહકોનું કહેવું છે કે એમસી સ્ટેનના ચાહકોએ પુનીતના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની એટલી રિપોર્ટ કરી કે તેનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું. જેના કારણે પુનીત સુપરસ્ટારના ચાહકો નારાજ થઈ રહ્યા છે.

એલ્વિશ યાદ અને આશિકા ભાટિયા ગયા અઠવાડિયે ઘરમાં પ્રવેશ્યા, ત્યારબાદ ઘરનું આખું વાતાવરણ બદલાઈ ગયું. ફલક નાઝને ગયા અઠવાડિયે શોમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ પહેલા સાયરસ ભરૂચા પોતે ઘર છોડીને ચાલ્યા ગયા હતા. તે જ સમયે, પલક પુરસ્વાની અને આકાંક્ષા પુરી પણ ઘરની બહાર છે. આ સિવાય પુનીત સુપરસ્ટારને એન્ટ્રીના બીજા જ દિવસે ઘરની બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. જિયા શંકર અને આશિકા ભાટિયા આ અઠવાડિયે નોમિનેટ થયા છે. આવી સ્થિતિમાં કોણ ઘરની બહાર નીકળે છે તે જોવાનું રહેશે.

Most Popular

To Top