National

બસની છત હવામાં ઉડી પરંતુ ડ્રાઈવરે એક્સીલેટર પરથી પગ ન હટાવ્યો, વીડિયો થયો વાયરલ

મહારાષ્ટ્ર : મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની સરકારી બસનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં MSRTCની એક સરકારી બસની (Government bus) ઉપરની છત એક બાજુ થઈ ગઈ હોય તેમ જોવા મળે છે. આ બસ તૂટેલી છત સાથે રસ્તા પર દોડતી જોવા મળે છે. આ મામલો મહારાષ્ટ્રના ગઢચિરોલી (Gadchiroli) વિસ્તારનો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક બસ રોડ પર ઝડપથી આગળ વધી રહી છે. જેની છત એક બાજુથી ઉખડી હવામાં ઉડી રહી છે. એવું લાગે છે કે બસ કંડક્ટર અને બસમાં સવાર મુસાફરોને તેના વિશે કોઈ માહિતી જ નથી. જોકે વીડિયો વાયરલ થતાં સમગ્ર હકીકત સામે આવી હતી. બસની છત તૂટી ન હતી. પરંતુ છતના ઉપરના ભાગનો ફાઇબર નીકળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ વિડીઓ નીચે રમુજી કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાકે કહ્યું કે તે સનરૂફ બસ છે. તો અન્ય લોકોએ કહ્યું કે તે એર-કન્ડિશન્ડ બસ છે.

આ ઘટના 26 જુલાઈ બુધવારની છે
મળતી માહિતી અનુસાર આ ઘટના 26 જુલાઈ બુધવારની છે. મહારાષ્ટ્રના ગઢચિરોલી વિસ્તારમાંથી પસાર થતી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ની બસની અડધી છત ખુલી ગઈ હતી. બસની અડધી છત ખુલી ગઈ હોવા છતાં ડ્રાઈવર બસ ચલાવી રહ્યો છે. આ સમગ્ર ઘટના બસની આગળ ચાલી રહેલા એક રાહદારીએ પોતાના ફોનમાં વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ તે વિડીઓ વાયરલ થયો હતો. આ ઘટના મામલે મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના એક અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.

આ બસ ગઢચિરોલી-અહેરી રૂટ પર ચાલી રહી હતી : શેખર ચન્ને
આ બાબતે MSRTCના મેનેજિંગ ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ શેખર ચન્નેએ જણાવ્યું કે હતું કે આ બસ ગઢચિરોલી-અહેરી રૂટ પર ચાલી રહી હતી. ડ્રાઈવરની કેબની ઉપરનો બહારનો ફાઈબર થોડો તૂટી ગયો હતો. જો કે છતનો બહારનો એલ્યુમિનિયમ ભાગ અને અંદરનું અસ્તર બરાબર હતું. જેથી બસના ડ્રાઈવર અને મુસાફરોને છત તૂટેલી હોવાની જાણ થઈ શકી ન હતી.

Most Popular

To Top