Entertainment

‘તમે બિગ બોસના ઘરમાં રહેવા લાયક નથી’ કહી પુનીત સુપરસ્ટાર વિરુદ્ધ FIR નોંધાવી

મુંબઇ: બિગ બોસ OTT 2 (Bigg Boss OTT2) ના ભૂતપૂર્ન સ્પર્ધક પુનીત કુમાર જે પોતાને પુનીત સુપરસ્ટાર (Puneet Supersatr) પણ કહે છે. બિગ બોસમાં ગ્રેન્ડ પ્રીમિયર (Grand premier) સમાપ્ત થતાંની સાથે જ દરેક માટે માથાનો દુખાવો બની ગયા હતા. તેમની હરકતો અને નોનસ્ટોપ મશ્કરી એવી હતી કે બિગ બોસે (Salman Khan) ઘરના સભ્યોની પરસ્પર સંમતિથી પુનીતને શોમાંથી બહાર કાઢવો પડ્યો હતો. તેમની એન્ટ્રી થઈ ત્યારથી તે વધુ ચર્ચામાં છે. જો કે પુનીતને માત્ર 24 કલાકમાં જ શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જે બાદ હવે તે કાયદાકીય મુશ્કેલીમાં છે. ફૈઝાન અન્સારીએ પુનીત સુપરસ્ટાર વિરુદ્ધ પોલીસ (Police) ફરિયાદ નોંધાવી છે.

ફૈઝાન અન્સારીને પુનીતના ચાહકો દ્વારા મળી ધમકી
મળતી માહિતી મુજબ પુનીત સુપરસ્ટાર વિરુદ્ધ મધ્યપ્રદેશ ભોપાલ પોલીસમાં FIR નોંધવામાં આવી છે. આ ફરિયાદ ફૈઝાન અન્સારીએ નોંધાવી છે. અન્સારીએ પુનીતને એક અભણ વ્યક્તિ ગણાવ્યો જેની પાસે શિષ્ટાચાર નથી અને તે બિગ બોસના ઘરમાં સ્થાન માટે અયોગ્ય છે જ્યાં દરેક વ્યક્તિ નમ્ર અને શિક્ષિત હોવાનું માનવામાં આવે છે. આ નિવેદનો પછી તેને પુનિત સુપરસ્ટાર સાથે સંકળાયેલા હોવાનો દાવો કરનારા લોકો તરફથી ધમકીઓ મળવા લાગી છે.

શું પુનીત બિગ બોસ OTT 2 હાઉસમાં વાઇલ્ડ કાર્ડ તરીકે પાછા આવશે?
પુનીત સુપરસ્ટારની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે અને તેમના પ્રશંસકો તેમના બહાર થવાથી નિરાશ થયા હતા. સોશિયલ મીડિયા પ્રભાવકો બિગ બોસ OTT 2 હાઉસમાં વાઇલ્ડ કાર્ડ તરીકે પાછા આવી શકે છે. ઘરની અંદર તેમના વર્તનની ઘરના સભ્યો દ્વારા ટીકા કરવામાં આવી હતી. તેમણે ચહેરા પર ટૂથપેસ્ટ લગાવ્યો, ફિનાઇલની બોટલ માથા પર નાખી હતી. જો કે તેમને બિગ બોસ તરફથી ચેતવણી મળી હતી. તેમ છતાં તેમણે ધ્યાન ન આપ્યું અને બીજા જ દિવસે તેઓ બહાર થઈ ગયા હતા.

કેમ થયા શોની બહાર?
પુનીત સુપરસ્ટાર એક ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર છે. તેમને જનતાએ નંબર-2 તરીકે વોટ આપ્યો હતો, પરંતુ જજોની પેનલે તેમને 10મું રેન્કિંગ આપ્યું હતું, જેના કારણે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. શો શરૂ થતાંની સાથે જ બિગ બોસે તેમને ઠપકો આપ્યો, પરંતુ તેમ છતાં તેમની બડબડ બંધ ન થઈ અને તે બોલતા રહ્યા હતા. આ કારણસર પુનીતે તેમની અજીબોગરીબ હરકતો શરૂ કરી દીધી હતી. જેથી બિગબોસે ઘરના તમામ સભ્યોની સંમત્તિથી શોની બહાર કાઢ્યો હતો.

Most Popular

To Top