Entertainment

અંકિતા લોખંડેને આ એક્ટરે કહી ‘ઘટિયા’, મુનાવર ફારુકી પર પક્ષપાતના આરોપ

મુંબઇ: daily soapની પ્રખ્યાત અભિનેત્રીઓ (Actress) માંથી એક અંકિતા લોખંડે (Ankita lokhande) હાલમાં ‘બિગ બોસ 17’ના ઘરમાં છે. તે તેના પતિ વિકી જૈન (Vicky jain) સાથે ઘરમાં પ્રવેશી હતી. ત્યારે આ કપલ ઘરમાં પ્રવેશતાની સાથે જ તેમના ઝઘડાને (Fight) કારણે ખબરોમાં (Discussion) રહ્યું હતું. ત્યારે ઘરના બીજા પાવર કપલ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ અંકિતાના કપલને ‘ઘટીયા’ ગણાવ્યું છે. તેમજ શોના નવા એપિસોડમાં મુનાવર ફારુકીને (Munawar farooqui) પણ પક્ષપાતી કહ્યો છે.

મળેલ માહિતી મુજબ હાલ ચાલી રહેલા bigg boss ના નવા સિઝનમાં અંકિતા લોખંડે તેણીના પતિ સાથે શોમાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે. સાથે જ પાવર કપલ નીલ અને તેની પત્ની પણ શોનો અહેમ હિસ્સો બની ગયા છે. ત્યારે અંકિતા લોખંડેને એક્ટર નીલએ ઘટિયા કહી દીધી હતી. આ સાથે જ મન્નારા સાથે વાત કરતા સમયે એક્ટરે મુનાવર ફારુકી માટે પણ ટીપ્પણી કરી દીધી હતી. તેણે કહ્યું કે મુનાવર ફારુખીને સ્વચ્છતા ગમે છે. પરંતુ અંકિતાએ ટેબલ સાફ કર્યું હતું‌. તેની જાણ થતા જ મુનાવર ચૂપ રહી ગયો હતો. જેથી તે પક્ષપાતી હોવાનું જણાય આવે છે.

મન્નરા ચોપરા નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા સાથે શેર કરે છે કે કેવી રીતે મુન્નાવર અંકિતા પ્રત્યે વધુ નરમ રહે છે. એક ઉદાહરણ આપતા તેણે કહ્યું કે મુનવ્વરને રૂમમાં સેન્ટર ટેબલ સાફ ન લાગ્યું, જ્યારે તેણે આ વિશે પૂછ્યું, ત્યારે અંકિતાએ તેને અટકાવ્યો અને કહ્યું કે અમે આ રીતે જ સાફ કરીએ છીએ અને આ ટેબલ મેં સાફ કર્યું છે. ત્યારબાદ કોમેડિયન મનાવર ફારુકીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

દરમિયાન ઐશ્વર્યાએ કહ્યું, ‘મને આ ટેબલ હાઈજેનિક નથી લાગતું.’ તે જ સમયે તેના પતિ નીલ ભટ્ટે કહ્યું કે અંકિતાનો પતિ વિકી પણ આવો જ છે. ત્યાર બાદ મન્નારાએ કહ્યું કે વિક્કીને ખૂબ જ સ્વચ્છ રહેવું ગમે છે. જેના પર નીલે કહ્યું કે આવું ક્યારેક જ થાય છે. તમને જણાવી દઈએ કે શોમાં અંકિતા અને વિકી વચ્ચે ચાલી રહેલા ઝઘડા વચ્ચે અંકિતાએ એક સારા સમાચાર શેર કર્યા છે.

અંકિતા લોખંડે એ બિગ બોસના ઘરમાં પ્રેગ્નન્સી ટેસ્ટની ખબરો લઈને ચર્ચામાં છે. અંકિતાએ શોમાં જણાવ્યું કે તેણીએ પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો છે. વિકી સાથેની દલીલ દરમિયાન અંકિતાએ કહ્યું, ‘હું થાકી ગઈ છું, હું ખરેખર માનસિક રીતે થાકી ગઈ છું. મને લાગે છે કે હું બીમાર છું, મને અંદરથી લાગે છે કે હું ઠીક નથી. મારે ઘરે જવુ છે.’

Most Popular

To Top