National

રાજસ્થાનમાં ટ્રેનની ભીડના કારણે યુવકે જીવ ગુમાવ્યો

રાજસ્થાન: દિવાળી (Diwali) બાદ છઠ પૂજાનો (Chhath Puja) તહેવાર આવે છે. જે ઉત્તર પ્રદેશ (U.P) અને બિહાર (Bihar) માટે એક મહત્વનો તહેવાર (Fastival) છે. જેના કારણે પૂર્વાંચલ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં (Train) મુસાફરોની ભીડ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. ત્યારે ગુરુવારે પત્ની સાથે સ્લીપર કોચમાં (sleeper coach) અવધ આસામ એક્સપ્રેસમાં આસામ જઈ રહેલા યુવકને ભીડને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. પરંતુ ટ્રેન હાપુડ પહોંચે તે પહેલા યુવકનું શ્વાસ રૂંધાતા મોત નીપજ્યું હતું. જીઆરપીએ લાશને હાપુડ સ્ટેશન પર ઉતારી અને પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રાજસ્થાનના જોધપુરના રહેવાસી લલિત કુમાર પુરોહિત તેમની પત્ની જગ્ગી સાથે અવધ આસામ એક્સપ્રેસના કોચ નંબર એસ-4માં આસામના ડિબ્રુગઢમાં તેમના સાસરે જઈ રહ્યા હતા. તેમની પત્નીએ જણાવ્યું કે તેઓ ગઈકાલે રાત્રે તેમના બીમાર ભાઈને જોવા માટે જઈ રહ્યા હતા. ત્યારે ટ્રેનમાં ઓવર લોડેડ ભીડના કારણે તેમના પતિનું શ્વાસ રૂંધાતા મોત નીપજ્યું હતું. હાલ તેમને હાપુડ સ્ટેશન ઉતારી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.

રાજસ્થાનના જોધપુરના રહેવાસી લલિત કુમાર પુરોહિત તેમની પત્ની જગ્ગી સાથે ગઈકાલે રાત્રે અવધ આસામ એક્સપ્રેસના કોચ નંબર એસ-4માં પોતાના બીમાર ભાઈને જોવા માટે તેના ઘરેથી નીકળ્યા હતા. સવારે ટ્રેન દિલ્હી રેલવે સ્ટેશનથી નીકળી કે તરત જ મુસાફરોની ભીડ વધી ગઈ. દિવાળી બાદ આવનાર છઠપૂજાના તહેવારના કારણે ટ્રેનમાં વધુ ભીડ હતી. પરિણામે પોતાના બીમાર ભાઈને જોતા પહેલા જ લલિતકુમારએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિણામે પરિવારનો શોકમાં ઘરકાવ થયો છે.

મૃતક ની પત્ન જગ્ગીએ જણાવ્યું કે લલિતને પહેલાથી જ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્યારે કોચમાં વધુ ભીડને કારણે તેને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ટ્રેન દિલ્હી સ્ટેશનથી રવાના થયા બાદ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને છાતીમાં દુખાવો થવા લાગ્યો. ત્યાર બાદ દુખાવો વધી ગયો હતો. જેના કારણે લલિત બેભાન થઈ ગયો હતો. આ માહિતી રેલ્વે કંટ્રોલ રૂમને આપવામાં આવી. ત્યારબાદ હાપુડ સ્ટેશન પર પહોંચતા જ જીઆરપી લલિત કુમારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

Most Popular

To Top