SURAT

સુરતના ઘોડદોડ અને સિટીલાઈટના આ એપાર્ટમેન્ટ્સમાં ચાલી રહ્યો છે સ્પાના નામે દેહવેપાર

સુરત: (Surat) સુરતના ઘોડદોડ રોડ, ડુમસ રોડ, સિટીલાઈટ જેવા પોશ એરિયા હવે દેહવેપારના (Sex Racket) કેન્દ્ર બની ગયા હોય તેવું લાગે છે. અહીંના કેટલાય એપાર્ટમેન્ટ્સ આ કામ માટે બદનામ છે. છતાંય આસપાસના લોકોની આંખ ઉઘડતી નથી અને લોકો આરામથી દુકાન કે ફ્લેટ્સ ભાડે (Rent) આપી દેતા હોય છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે મોટાભાગના આ ગોરખધંધાનું સંચાલન હવે મહિલાઓ દ્વારા કરાઈ રહ્યું છે. મહિલાઓ જ મહિલાઓને આ બદકામમાં ધકેલતી હોવાનું સામે આવી રહ્યું છે. સુરતના પરવટ પાટિયા ખાતે રહેતી મનીષા નામની મહિલા સ્પાના (Spa) નામે કુટણખાનું (Brothel) ચલાવતી પોલીસના હાથે ઝડપાઈ છે. યુવતીઓ પાસે મનીષા વૈશ્યાવૃતિ કરાવતી હતી. મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટના મનીષા 1 હજાર રૂપિયા ગ્રાહકો પાસેથી લેતી હતી અને તેમાંથી અમુક રકમ યુવતીને આપતી હતી.

સુરતના સિટીલાઇટ વિસ્તાર ખાતે આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્સમાં ભાડાની દુકાન રાખી મસાજ પાર્લરની આડમાં કુટણખાનું ચલાવાતું હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને લઈને ઉમરા પોલીસે ગુરુવારે સાંજે એક ડમી ગ્રાહકને આ સ્થળે મોકલ્યો હતો. જેમા જાણવા મળ્યું હતું કે મનીષા બે યુવતીઓ પાસે વૈશ્યાવૃતિ કરાવતી હતી. મસાજ પાર્લરની આડમાં ચાલતું સેક્સ રેકેટ પોલીસે ઝડપી પાડ્યું હતું. પોલીસને મળતી માહિતી મુજબ મનીષા ગ્રાહકો પાસેથી 1 હજાર રૂપિયા લેતી હતી અને તેમાંથી અમુક રૂપિયા યુવતીને આપતી હતી. સ્પાની સંચાલિકા મનીષા સુરેશ મરાઠા ઉમિયાનગર-1, પરવટગામ ખાતે રહેતી હોવાનું માલૂમ પડ્યું છે. પોલીસે અહીં રેડ કરી બે યુવતીઓને મુક્ત કરાવી હતી.

ઉમરા પોલીસની હદમાં ચાલતું સ્પા પકડાયું
સુરત: ઉમરા પોલીસની હદમાં ચાલતું સ્પા પોલીસની એએચટીયુ ટીમ દ્વારા રેડ કરી પકડી પાડવામાં આવ્યું હતું. તેમાં ઘોડદોડ રોડ, ત્રિભુવન કોમ્પ્લેક્સ, પહેલા માળે, દુકાન નં.125 પર દરોડા કરવામાં આવ્યા હતા. આ દરોડા કાર્યવાહીમાં દુકાનમાલિક મનોજ અનિલ જોશી દુકાન ભાડેથી રાખનાર લાલજીભાઇ ભીમજીભાઇ હડિયા તથા સ્પાના માલિક સોહેલ નામના ઇસમ પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં લલનાઓ રાખી સ્પા અને મસાજના નામે ગ્રાહકો પાસેથી રૂપિયા લઇ શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી. દરમિયાન રેઇડ કરતાં સંચાલક રિંકુ ઉર્ફે રોકી જગદીશ શાહુ અને ગ્રાહક રમેશ બેરાનાઓ મળી કુલ 11300 રૂપિયાની મત્તા સીઝ કરવામાં આવી હતી. દરમિયાન મનોજ અનિલ જોશી અને લાલજી હડિયાને પોલીસ દ્વારા વોન્ટેડ ઘોષિત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top