SURAT

સુરત: જમીન દલાલે મિત્રતા કરી અંગત પળોનો વિડીયો બનાવી મિત્રો સાથે મળી કર્યો ગેંગરેપ

સુરત: (Surat) ઉમરા ખાતે આવેલા જમીન દલાલે (Land Broker) મંદિરમાં ભેટો થયેલી એક ત્યક્તાને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધી તેનો વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં તેના મિત્ર સાથે પણ શરીર સંબંધ બંધાવી વિડીયો (Video) ઉતારી ત્યક્તાને ગાળો આપી માર માર્યો હતો. મહિલાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં (Police Station) સામુહિક બળાત્કારની (Gang Rape) ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીઓને (Accused) ઝડપી પાડ્યા હતા.

  • ઉમરાના જમીન દલાલે મિત્રતા કરી અંગત પળોનો વિડીયો બનાવી બાદમાં મિત્ર સાથે મળી ગેંગરેપ કર્યો
  • સામુહીક બળાત્કારના બે આરોપી ઝડપાયા, વિડીયો ઉતારનાર એક વોન્ટેડ
  • એક વર્ષ પહેલા પાલમાં મેલડી માતાના મંદિરમાં ભેટો થયેલી ત્યક્તા સાથે કર્યું બદકામ
  • શરીર સંબંધ બાંધી વિડીયો ઉતારી ત્યક્તાને ગાળો આપી માર માર્યો
  • મહિલાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં સામુહિક બળાત્કારની ફરિયાદ નોંધાવી

ઉમરા ખાતે રંગીલા પાર્ક પાસે નંદનવન સોસાયટીમાં રહેતો 34 વર્ષીય જયેશ ઉર્ફ જય હેમંત બડોડીકર જમીન લે-વેચનું કામ કરે છે. જયેશના સંપર્કમાં એકાદ વર્ષ પહેલા સ્ટાર બજાર પાસે મેલડી માતાના મંદિરમાં એક ત્યક્તા પ્રિતી (નામ બદલ્યું છે) સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચિત બાદ સંપર્ક વધતા પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં લગ્નની લાલચ આપી જયેશ તેના ઘરે છેલ્લા ડોઢેક માસથી બોલાવી તેની સાથે શરીર સબંધ બાંધી વિડિયો ઉતાર્યો હતો. ગત 8 મે ના સાંજે જયેશ ઉર્ફ જયે તેના બેડરૂમમાં પ્રિતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ તેના મિત્ર યોગી પવારને તેની સાથે જબરજસ્તી શરીર સંબંધ બંધાવ્યો હતો. અને તેના મિત્ર ધ્રુવે વિડિયો ઉતારી, નાલાયક ગાળો આપી હતી. તથા જયે ઢીકમુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી આપી હતી.

ઉમરા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે આરોપી જયેશ ઉર્ફ જય હેમંત બડોડીકર તથા યોગેશ ઉર્ફ યોગી અરૂણ પવાર (ઉ.વ.27, ધંધો:- સંચા મશીન મજુરી, રહે. પ્રિયંકાસીટી સોસાયટી, ભેસ્તાન તથા મુળ શીરપુર, ધુલીયા, મહારાષ્ટ્ર) ને ઝડપી પાડ્યો હતો. વિડીયો ઉતારનાર ત્રીજો મિત્ર ધ્રુવ હજી ફરાર છે. પોલીસે ત્રીજા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં ભોગબનનાર ત્યક્તાને સંતાનમાં એક પુત્ર છે.

Most Popular

To Top