Gujarat

કેન્દ્ર સરકારના સહયોગથી પાલનપુર અને મહેસાણા ખાતે નવી સૈનિક શાળા શરૂ કરાશે

ગાંધીનગર: કેન્દ્ર સરકારના (Central Government) સહયોગથી પાલનપુર (Palanpur) અને મહેસાણા (Mehsana) ખાતે નવી સૈનિક શાળા (Soldire School) શરૂ કરાશે, જ્યારે રાજ્યભરમાં આગામી તા.૨૩ થી ૨૫ જૂન-૨૦૨૨ દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે.

રાજયના કેબીનેટ પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે રાજ્યના યુવાનો સૈન્યમાં જોડાઈને પોતાની કારકીર્દિ ઘડીને દેશ સેવામાં જોડાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા પાલનપુર અને મહેસાણા ખાતે નવી સૈનિક સ્કૂલ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાં પાલનપુર ખાતે બનાસડેરીમાં અને મહેસાણા ખાતે દૂધસાગર ડેરીમાં આ સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવશે. આ સૈનિક સ્કૂલમાં CBSC અભ્યાસક્રમ મુજબ શિક્ષણ કાર્ય અને સૈનિક તાલીમ આપવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યનુ પ્રત્યેક બાળક શિક્ષણ મેળવે અને વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ આપવા જાગૃત થાય તે આશયથી રાજ્યમાં પ્રતિ વર્ષ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેના પરિણામે રાજ્યમાં બાળકોના ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચાલુ વર્ષે રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આગામી તા.૨૩ થી ૨૫મી જૂન-૨૦૨૨ દરમિયાન શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ તેમજ મંત્રીમંડળના સભ્યો, સંસદો, ધારાસભ્યો, આઈએએસ તથા આઈપીએસ સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા મથકોએ કાર્યક્રમ યોજાશે.

Most Popular

To Top