Gujarat

રાજ્યની નવી પાંચ મેડિકલ કોલેજોમાં ટુંક સમયમાં સ્ટાફની ભરતી કરાશે

અમદાવાદ: સારવાર સાથેનો માનવીય અભિગમ જ તબીબોને સમાજમાં માનભેર જીવતા શીખવે છે. પ્રવર્તમાન પરિસ્થિતિઓમાં સારવાર (Treatment) અને સંભાળ સાથે દર્દી અને તેમના સગાઓનું કાઉન્સેલીંગ (Counseling)પણ અતિઆવશ્યક બની ગયું છે, તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. કોરોનાની (Corona) વિકટ પરિસ્થિતિના કારણે ૨ વર્ષથી સ્થગિત રહેલી અમદાવાદની (Ahmedabad) બી.જે. મેડિકલ કૉલેજની બી.જે. બિટ્સ ઇવેન્ટને પુન:ધબકતી કરાવી હતી.

ચાર-દિવસીય ઇવેન્ટમાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચાર દિવસમાં તમામ સ્ટ્રેસને નેવે મૂકીને તેનો ભરપૂર આનંદ માણવા અને સાથો-સાથ દર્દીઓને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તેનું પણ સંવેદનાપૂર્ણ ધ્યાન રાખવા સ્ટુડન્ટ્સને અનુરોધ કર્યો હતો.

ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ વર્ષના અંદાજપત્રમાં પાંચ નવીન મેડિકલ કૉલેજ શરૂ કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં જ પુર્ણ થતા કૉલેજ માટે સ્ટાફ ભરતી પ્રક્રિયાનો પણ પ્રારંભ કરવામાં આવશે. કોરોનાના કપરા કાળમાં બી.જે.મેડિકલના સ્ટુડન્ટસ, જુનિયર ડૉક્ટર્સ, રેસિડેન્ટ ડૉક્ટર્સ, સિનિયર તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ દ્વારા દરીદ્રનારાયણની સેવામાં કરેલી અવિરત કામગીરીને બિરદાવીને તમામને અભિનંદન પાઠવ્યા હતા.

Most Popular

To Top