વાતાવરણના ફેરફારે ગુજરાતની કૃષિને ભારે અસર કરી છે. અરબી સમુદ્રનું ગરમ થવું, વૈશ્વિક ઉષ્ણતા વધારો અને અનિયમિત વરસાદની તરાહ અથવા પેટર્ને ચોમાસુ અને રવિ પાકોને અસર કરી છે. ગુજરાતમાં માર્ચ-એપ્રિલ ૨૦૨૬માં અસમયના વરસાદ અને તોફાનની આગાહીઓ આવી રહી છે. આ વરસાદ ખાસ કરીને બાગાયત પાકો – આંબા, ચીકુ, કેળ વગેરેને જોખમમાં મૂકી રહ્યો છે. ખેડૂતના મોંમાં આવેલ કોળિયો ઝૂંટવાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
કેસર ગિરનારના પહાડી વિસ્તારોમાં તેમજ ગીર, સોમનાથ, વંથલી તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં પ્રખ્યાત છે, જ્યારે અલ્ફોન્સો દક્ષિણ ગુજરાતમાં વધુ પાકે છે. આ બંને જાતોનું ઉત્પાદન રાજ્યની અર્થવ્યવસ્થા અને નિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. પરંતુ કસમયના વરસાદે આ પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જૂનાગઢના મેંદરડા વિસ્તારમાં કેસર આંબાના ૯૦% પાકનો વિનાશ થયો એમ કહેવાય છે. દક્ષિણ ગુજરાતમાં હાફૂસ અને કેસરમાં ૩૦થી ૪૦% સુધીનું નુકસાન નોંધાયું. કેસર આંબામાં મીઠાશ અને રંગની ખાસિયત છે, પરંતુ વરસાદથી તેની સુગંધ અને ટેક્સ્ચર ઘટે છે. અલ્ફોન્સોની પાતળી છાલ વરસાદમાં વધુ અસરગ્રસ્ત થાય છે, જેના કારણે ફળો બજારમાં વેચી શકાતાં નથી. દક્ષિણ ગુજરાતમાં કેરીના વેપારનું ટર્નઓવર આશરે ૫૦૦ કરોડ રૂપિયા છે. કસમયના વરસાદથી આ વેપાર જોખમમાં છે.
હોર્ટિકલ્ચરમાં માત્ર કેરી જ નહીં, ચીકુ, કેળ, પપૈયા અને અન્ય ફળો પણ અસરગ્રસ્ત થાય છે. પરંતુ હાફૂસ અને કેસર ગુજરાતની બ્રાન્ડ છે, જે દેશભર અને વિદેશમાં પ્રખ્યાત છે. આ પાકોનું નુકસાન ખેડૂતોની આવકને અસર કરે છે અને બજારમાં પાકી કેરીના ભાવ વધારે છે અને કસમયે પડી ગયેલ ફળોનાં ભાવ ઘટાડે છે. કમોસમી વરસાદને કારણે કેસરના ભાવમાં ૪૦૦ રૂપિયાનો ઘટાડો અને રાજાપુરીમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આ નુકસાનની અસર માત્ર ટૂંકા ગાળાની ખોટ નથી. ખેડૂતો કરજમાં ડૂબી જાય છે, બેંક વ્યાજ વધે છે અને પરિવારોનું જીવન અસરગ્રસ્ત થાય છે. કેરીના પાકને નુકસાનથી પરિવહન, પેકિંગ, પ્રોસેસિંગ અને નિકાસ ઉદ્યોગો પણ પ્રભાવિત થાય છે.
ખેડૂતો તરફથી ગુજરાત સરકાર પાસે આ બાબતે કેટલીક અપેક્ષાઓ છે. પહેલી અને સૌથી મહત્વની અપેક્ષા છે નુકસાનનો ત્વરિત સર્વે અને વાસ્તવિક વળતર. હોર્ટિકલ્ચર વિભાગે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને જુનાગઢમાં સર્વે શરૂ કર્યા છે, પરંતુ ખેડૂતોની માંગ છે કે પંચનામાં ત્વરિત થાય જેથી પુરાવા નાશ ન પામે. વળતર પ્રતિ હેક્ટર અથવા પ્રતિ વૃક્ષ આધારિત હોવું જોઈએ અને વાસ્તવિક નુકસાન કરતાં વધુ હોવું જોઈએ. ૨૦૨૫માં કસમયના વરસાદ માટે સરકારે રાહત પેકેજ આપ્યું હતું, પરંતુ હોર્ટિકલ્ચર પાકો માટે વિશેષ સમજદારી સાથેનું પેકેજ જોઈએ.
સરકારે પાક વીમા યોજનાને (પીએમએફબીવાય અને રાજ્ય સ્તરની યોજનાઓ) હોર્ટિકલ્ચર માટે વધુ અસરકારક બનાવવી જોઈએ. આંબાના બગીચાઓ માટે વીમા કવર વધારવું અને ક્લેઈમ ત્વરિત મંજૂર કરવા. ત્રીજી અપેક્ષા છે પુનઃવાવેતર અને બગીચા પુનઃસ્થાપન માટે સબસિડી અને સંદર્ભ પાસેથી માહિતી સંકલિત કરી નુકસાન પછી નવા રોપા, ગ્રાફ્ટિંગ અને ખાતર માટે સહાય આપવી.
હવામાન આગાહી અને ચેતવણી વ્યવસ્થાને મજબૂત કરવી જોઈએ. મોબાઈલ એપ, એસએમએસ અને વોટ્સએપ ગ્રુપ્સ દ્વારા કેરીના ખેડૂતોને ત્વરિત સૂચના મળવી જોઈએ. સરકારના બાગાયત વિભાગે વાતાવરણ પ્રતિરોધક જાતોનું સંશોધન કરવું જોઈએ. કેસર અને હાફૂસની વધુ મજબૂત, રોગ-પ્રતિરોધક અને કસમયના વરસાદનું વિધ્ન સહન કરી શકે તેવી જાતો વિકસાવવી. નવસારી અને આણંદ કૃષિ યુનિવર્સિટીને આ માટે સરકારે વધુ ફંડ આપવું જોઈએ.
ખેડૂતોની એવી પણ માંગ છે કે બજાર સપોર્ટ મળવો જોઈએ. સરકારે અલ્ફોન્સો (હાફૂસ) અને કેસરના ન્યૂનતમ આધાર ભાવ (એમએસપી) જેવી વ્યવસ્થા અથવા સીધી ખરીદી શરૂ કરવી. પલ્પ અને પ્રોસેસિંગ યુનિટ્સને સબસિડી આપીને નુકસાનીવાળા ફળોનો શક્ય તેટલો ઉપયોગ કરવો. કરજ માફી અને વ્યાજ સહાય તેમજ આંબાના બગીચા માટે લોન પર વ્યાજ માફી અને નવી લોન માટે સરળતાની પણ જરૂરિયાત છે.
આ ઉપરાંત, ખેડૂતોને તાલીમ આપવી જોઈએ – વરસાદમાં આંબાના બગીચાનું રક્ષણ કેવી રીતે કરવું, ડ્રેનેજ સુધારવું, પ્લાસ્ટિક કવરિંગ અથવા એન્ટી-હેલ નેટ વાપરવું. સરકારે હોર્ટિકલ્ચર માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ જેમાં કેરી પકવતા ખેડૂતોને પ્રાથમિકતા મળે. ગુજરાત સરકારે આ દિશામાં છેલ્લાં વર્ષોમાં કેટલાંક પગલાં લીધાં છે, જેમ કે નુકસાન બાબતે ઝડપી સરવે અને રાહત. પરંતુ હોર્ટિકલ્ચર, ખાસ કરીને હાફૂસ અને કેસર કેરી માટે વધુ વ્યાપક અને ત્વરિત કાર્યવાહી જરૂરી છે.
જો સરકાર અને ખેડૂતો સાથે મળીને કામ કરશે તો આ જોખમોને ઘટાડી શકાશે. આપણી કેરીની હાફૂસ અને કેસર જેવી જાતો ગુજરાતની શાન છે. તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ગુજરાતનું નામ રોશન કરે છે. કસમયના વરસાદના આ જોખમને ધ્યાનમાં રાખીને વધુ સારી યોજનાઓ બનાવવી જરૂરી છે. જેથી સરકાર ખેડૂતો સાથે તેમના કસમયનાં હવામાન પલટાના સંકટ સમયે તેમની સાથે ઊભી રહેશે અને તેમની મહેનતને સુરક્ષિત કરશે એવી ખાતરી થાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.