Top News

More Posts

   The Latest

Most Popular

સુરતઃ રાજ્યના ઊર્જા મંત્રી (Energy Minister) કનુભાઈ દેસાઈના (Kanu Desai) હસ્તે આજે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા 66 કેવી.સચીન ઈ-સબ સ્ટેશનનું (Sachin E-Sub Station) લોકાર્પણ અને 44.57 કરોડના ખર્ચે સચીન જીઆઇડીસી.માં અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના કાર્યનો પ્રારંભ સહિત કુલ 81 કરોડના કામો શરૂ કરવામાં આવ્યા છે. વીજ કંપનીએ સચીન જીઆઇડીસી ખાતે 19.78 કરોડના ખર્ચના 66 કેવી. ડાયમંડ પાર્ક (સચીન) સબ સ્ટેશનનુ ભૂમિપૂજન પણ કનુભાઇ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.

  • 19.78 કરોડના ખર્ચે બનનારા 66 કેવી.સબ સ્ટેશનના કામનું ભૂમિપૂજન
  • 16.34 કરોડના ખર્ચે બનેલા 66 કેવી.સચીન ઈ-સબ સ્ટેશનનું લોકાર્પણ

રહેણાંક વિસ્તારને નિયમિત વીજળી મળવાથી વિકાસ વધુ તેજ ગતિએ
આ અવસરે નાણા અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,રાજ્યમાં વીજળીનો પુરવઠો અવિરતપણે પુરતા પ્રમાણમાં મળી રહે માટે સરકાર કાર્ય કરી રહી છે. આજે વીજળીને લગતા બે લોકાર્પણ અને એક સબસ્ટેશનું ખાતમુહૂર્ત થવાથી હજારો ઔદ્યોગિક, રહેણાંક વિસ્તારને નિયમિત વીજળી મળવાથી વિકાસ વધુ તેજ ગતિએ આગળ વધશે.
સચીનના ડાયમંડ પાર્ક ખાતે ભૂમિપૂજન થયેલા 19.78 કરોડના ખર્ચે 66 કેવી.નાં નવા સબ સ્ટેશનના નિર્માણથી આસપાસના 8 કિમી. વિસ્તારમાં રહેણાંક, વાણિજય, ઔધોગિક તેમજ સચીન ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારના 9655 વીજ ગ્રાહકોને ગુણવત્તા સભર વીજળી પુરતા દબાણથી પુરી પાડી શકાશે.

81 કરોડના કામો શરૂ કરવામાં આવ્યા
આ અવસરે સુરત ઔદ્યોગિક વિભાગીય કચેરી, પાંડેસરા હેઠળની સચીન-1 પેટા વિભાગીય કચેરી હેઠળ એ.આઈ.આઈ. સ્કીમ અંતર્ગત 44.57 કરોડના ખર્ચે સચીન જીઆઈડીસી. વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના કામનું લોકાર્પણ થયું હતું. જેઆ કાર્યક્રમમાં ઊર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ,જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, જમીનના દાતા વિષ્ણુભાઈ પાલીવાલ, સચીન ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના મહેન્દ્ર રામોલીયા, જેટકોના એમ.ડી. ઉપેન્દ્ર પાંડે, જેટકોના મુખ્ય ઈજનેર કે.આર.સોલંકી, ડીજીવીસીએલના મુખ્ય ઈજનેર એસ.આર. શાહ, કાર્યપાલક ઈજનેર પીએલ.પટેલ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

To Top