Gujarat

ગાંધી જયંતિથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે

ગાંધીનગર: રાજ્યમાં ખાદીનું વેચાણ (Sale of Khadi) વધે અને ખાદી ઉત્પાદનો ખાદી વણાટ સાથે સંકળાયેલા અંતરિયાળ વિસ્તારોના ગ્રામીણ કારીગરોને આર્થિક આધાર મળે તે માટે ગાંધી જ્યંતિતા. (Gandhi Jyanti) ર ઓક્ટોબર-ર૦રરથી તા. ૩૧ ડિસેમ્બર-ર૦રર સુધીના સમયગાળા માટે ખાદી અને પોલીવસ્ત્રની (Polyvastrani) ઉત્પાદન કિંમત ઉપર ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન (Encouragement) સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ખાદી ખરીદી ઉપર ગ્રાહકોને આ લાભ વળતર તરીકે મળશે.

20 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય ઉપરાંત આ 10 ટકા સહાય
આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે વધુ ૧૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરી છે. હાલ રાજ્ય સરકાર દ્વારા ગાંધી જ્યંતિના ઉપલક્ષ્યમાં તા.ર ઓક્ટોબરથી ૩૧ ડિસેમ્બર-ર૦રર સુધીના સમયગાળા માટે આપવામાં આવતી ર૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય ઉપરાંત આ ૧૦ ટકા સહાય મળીને હવે કુલ ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આ વર્ષે ગુજરાતમાં અપાશે.

”ખાદી ફોર ફેશન-ખાદી ફોર નેશન”
પીએમ નરેન્દ્ર મોદીએ ”ખાદી ફોર ફેશન-ખાદી ફોર નેશન”ને વ્યાપકપણે પ્રોત્સાહિત કરવા તાજેતરમાં અમદાવાદમાં ‘ખાદી ઉત્સવ’માં તહેવારો, સામાજીક પ્રસંગોમાં લોકોને વધુ ખાદી ખરીદી માટે કરેલા આહવાનને પગલે રાજય સરકારે આ ખાસ બજાર પ્રોત્સાહન સહાયથી પ્રતિસાદ આપ્યો છે. રાજ્ય સરકારે જાહેર કરેલી આ ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાયને પરિણામે ખાદી અને પોલીવસ્ત્રની વિવિધ ચીજવસ્તુઓના વેચાણમાં મહત્તમ વધારો થતાં ખાદી કામગીરી સાથે સંકળાયેલા ગ્રામીણ કારીગરોના ઘરમાં દિવાળીના દિવસોમાં આર્થિક લાભ થશે.

Most Popular

To Top