Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ઘણી ટીમો ઓસ્ટ્રેલિયા (Australia) પહોંચી ગઈ છે અને ટીમ ઈન્ડિયા (India) પણ જલ્દી રવાના થવા જઈ રહી છે. આ દરમિયાન ICC પણ આ મહાન ટૂર્નામેન્ટની તૈયારી કરી રહ્યું છે. ICC દ્વારા મંગળવારે T20 વર્લ્ડ કપ માટે તમામ અમ્પાયરોની (Umpire) જાહેરાત કરવામાં આવી છે. માત્ર એક ભારતીય અમ્પાયર સહિત કુલ 20 મેચ અધિકારીઓ સમગ્ર ટુર્નામેન્ટમાં સેવા આપશે. આઈસીસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટૂર્નામેન્ટમાં કુલ 16 અમ્પાયર સેવા આપશે, જેમાં રિચર્ડ કેટલબ્રો, નીતિન મેનન, કુમાર ધર્મસેના અને મારસ ઈરાસ્મસનો સમાવેશ થાય છે. જે ગત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં અમ્પાયરની ભૂમિકામાં હતો.

ઇરેસ્મસ, ટકર અને દાલનો સાતમો વિશ્વ કપ
ખાસ વાત એ છે કે આ વર્ષે પણ એ જ અમ્પાયરોને તક મળી છે, જેઓ ICC T20 વર્લ્ડ કપ 2021માં સામેલ હતા. 16 અમ્પાયરો ઉપરાંત ચાર મેચ રેફરીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં રંજન મદુગુલે, એન્ડ્રુ પેક્રોફ્ટ, ક્રિસ બ્રોડ અને ડેવિડ બૂન સામેલ છે. 16 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપ 2022 ની પ્રથમ મેચ શ્રીલંકા અને નામીબિયા વચ્ચે રમાશે, જેમાં રોડ ટકર અને જોએલ વિલ્સન અમ્પાયરિંગ કરશે. જ્યારે પોલ રાઈફલ ટીવી અમ્પાયર હશે, મારસ ઈરાસ્મસ ચોથા અમ્પાયર તરીકે કામ કરશે. આઇસીસીએ જણાવ્યું હતું કે સેમિફાઇનલ અને ફાઇનલ માટેના મેચ અધિકારીઓની જાહેરાત પછીથી કરવામાં આવશે.

ICC T20 વર્લ્ડ કપ 2022 માટે મેચ અધિકારીઓ
મેચ રેફરી: એન્ડ્રુ પાયક્રોફ્ટ, ક્રિસ બ્રોડ, ડેવિડ બૂન, રંજન મદુગુલે,
અમ્પાયર: એડન હોલ્ડસ્ટોક, અલીમ ડાર, અહેસાન રઝા, ક્રિસ બ્રાઉન, ક્રિસ ગેફની, જોએલ વિલ્સન, કુમાર ધર્મસેના, લેનિંગ્ટન રેસર, મારસ ઇરાસ્મસ, માઇકલ ગફ, નીતિન મેનન, પોલ રાઇફલ, પોલ વિલ્સન, રિચાર્ડ ઇલિંગવર્થ, રિચાર્ડ કેટલબ્રો, રોડની ટકર

13 નવેમ્બરે યોજાશે ફાઈનલ
તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2022 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે, જ્યારે ફાઈનલ 13 નવેમ્બરે યોજાવાની છે. સુપર-12ના ગ્રુપની વાત કરીએ તો ગ્રુપ-1માં ઈંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ગ્રુપ-એ વિજેતા, ગ્રુપ-બી રનર-અપનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રૂપ-2માં ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, ગ્રૂપ-બી વિજેતા, ગ્રૂપ-એ રનર અપનો સમાવેશ થાય છે.

To Top