Gujarat

વડોદરામાં કન્ટેનરે જોરદાર ટક્કર મારતા છકડો પલટી ખાઈ ગયો, દબાઈ જતા 10ના મોત

વડોદરા: વડોદરામાં (Vadodara) એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. વડોદરામાં દરજીપુરા એરફોર્સ (Air Force) નજીક કન્ટેનર (Container) અને છકડા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 લોકોના કરૂણ મોત (Death) નિપજ્યાં છે, જ્યારે અન્ય ચાર લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એટલો ભયાનક અકસ્માત સર્જાયો હતો કે ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાના પતરાં કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા.

  • વડોદરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો
  • એરફોર્સ નજીક કન્ટેનર અને છકડા વચ્ચે ગંભીર અકસ્માત થયો
  • કન્ટેનર ચાલક કારચાલકને બચાવવા જતા સ્ટીઇરિંગ પરથી કાબૂ ગૂમાવી દેતા સર્જાયો અકસ્માત
  • સામે રોંગ સાઈડથી 14 સવારી લઈને આવતો છકડો કચડાઈ ગયો
  • દેવગઢ બારીયાના પરિવાને રસ્તામાં મળી ગયો કાળ
  • છકડાના પતરાં કાપી મૃતદેહ બહાર કઢાયા

સુરતથી અમદાવાદ જતા કન્ટેનર અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત
વડોદરામાં દરજીપુરા એરફોર્સ નજીક કન્ટેનરે છકડાને કચડી નાખ્યો હતો. મળતી માહિતી મુજબ સુરતથી અમદાવાદ જઈ રહેલા કન્ટેનર ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટીઇરિંગ પરથી કાબૂ ગૂમાવી દીધું હતું, ત્યારે સામે રોંગ સાઈડથી 14 સવારી ભરીને આવી રહેલા છકડા સાથે ટક્કર થઈ હતી. કન્ટેનર છકડા સાથે એરફોર્સની દીવાલ તોડીને અંદર ઘૂસી ગયું અને છકડાને કચડી નાખ્યો હતો.

પતરાં કાપી મૃતદેહ બહાર કઢાયા
અકસ્માતના પગલે ફાયર વિભાગની ગાડી તેમજ એરફોર્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ બચાવ કર્ય શરૂ કર્યો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. કહેવાય રહ્યું છે કે છકડાના પતરાં કાપીને મૃતદેહ બહાક કઢાયા હતા. આ બનાવમાં વિરપાલસિહ ચાવડા નામના માત્ર એકજ છકડા ચાલકની ઓળખ થઇ છે. કન્ટેનર અને છકડા વચ્ચે અકસ્માત થતાં નેશનલ હાઇવે નં-48 પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને પગલે વાહનચાલકો અટવાઇ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ કલેક્ટર દોડી આવ્યા
વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન-4 પન્નાબેન મોમાયા તથા અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ સયાજી હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનો કર્યાં હતા. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ પણ દોડી આવ્યા હતા.

Most Popular

To Top