Gujarat

ખેડામાં માતાજીના ગરબામાં રમી રહેલા લોકો પર થયો પથ્થરમારો, બે પોલીસકર્મી સહિત 7 ઘાયલ

ખેડા: ખેડા (Kheda) જિલ્લાના ઉંઢેરા (Undhera) ગામમાં માતાજીના આઠમના ગરબામાં (Garba) બે સમુદાય વચ્ચે વાતાવરણ ગરમાયું હતું. જેમાં એક સમુદાયના 300ના ટોળાએ ગરમા રમી રહેલા લોકો પર પથ્થર મારો કર્યો (Stones pelted) હતો. આ પથ્થરમારામાં મહિલા સહિત 6થી7 લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બે સમુદાય વચ્ચે થયેલી હિંસામાં (Violence) બે પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા હતા. આ ઘટનામાં પોલીસ 43 લોકો વિરુ્દ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં હાલ 10થી 11 લોકોની અટકાયત કરીને હાલમાં પૂછપરછ હાથ ધરાઈ રહી છે. ઘટના બાદથી જ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

નવરાત્રીના આઠમા નોરતે ખેડા જિલ્લાના ઉંઢેરા ગામમાં એક સમુદાયે ગરમા ગાઈ રહેલા ટોળા પર ચારેબાજથી પથ્થર મારો કરતા મોડી રાત્રે પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું. માતર પોલીસ, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો‌ હતો.  આ સિવાય જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી તથા મામલતદારને જાણ થતાં તેઓ અડધી રાતે બનાવ સ્થળે દોડી આવ્યા હતા. હાલમાં ગામમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બીજી દિવસે પણ હિંસા ફાટી ન નીકળે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સિવાય અહીંયા ગરબા નહીં રમવાના એમ કરી પથ્થરથી હુમલા કરવામાં આવ્યો હતો તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું.

આ ઘટના અંગે ખેડા DSP રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, ઉંઢેરા ગામમાં ગઈકાલે રાતે નવરાત્રીની આઠમ નિમિત્તે ગરબાનો કાર્યક્રમ હતો. આ દરમિયાન આરિફ અને ઝહીર નામના બે યુવકોની આગેવાનીમાં એક જૂથે હોબાળો મચાવ્યો હતો. જે બાદ આ ટોળા દ્વારા ગરબા ગાતા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે ગામના સરપંચ ઈન્દ્રનદન પટેલે જણાવ્યું હતું કે ગામમાં જ્યારે હું સરપંચ પદે ચૂંટાઈને આવ્યો ત્યારે મેં નવરાત્રિના આઠમના ગરબાની માનતા રાખી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે ગરબા ગવડાવાવા માટે મારી ખડકીખી તુર્જા ભવાની સુધી મહિમા રાખ્યો હતો. તેમણે કહ્યું કે અમને અગાઉથી જાણ હતી તેથી અમે અગાઉથી જ માતર પોલીસ તથા માતર મામલતદારને જાણ કરી હતી. ગરબામાં છમકલું કરવા માટે અગાઉથી જ લઘુમતી સમાજના લોકોએ પોતાના ધાભા ઉપર પથ્થર અને લાકડીઓ મૂકી રાખી હતી. તેમણે કહ્યું કે આશરે 200થી 300 લોકોના ટોળાએ ગરબા ગાઈ રહેલા લોકો પર ચારેય કોરથી પથ્થરમારો કરી વાતાવરણ ડહોળ્યુ હતું.

Most Popular

To Top