Business

ઓક્ટોબર મહિનામાં બેન્કો 21 દિવસ બંધ રહેશે

નવી દિલ્હી: ઓક્ટોબર (October) મહિનામાં દશેરા, દિવાળી (Diwali) સહિત અનેક તહેવારો હોવાના લીધે બેન્કો તથા સરકારી કચેરીઓમાં અનેક રજાઓ (Bank Holidays) છે. તહેવારોના લીધે દેશભરમાં બેન્કો કુલ 21 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં રવિવારની રજાનો પણ સમાવેશ થાય છે. એટલે કે ઓક્ટોબરના આ મહિનામાં બેન્ક કર્મચારીઓને રજાના મામલામાં બમ્પર લોટરી લાગવાની છે. માત્ર 9 દિવસ જ કામ કરવાનું રહેશે. આ મહિનામાં બેન્ક કર્મચારીઓને પણ 6 દિવસનું મિની વેકેશન પણ મળશે. આજે તા. 1 ઓક્ટોબરના રોજ મહિનાનો પહેલો શનિવાર છે અને આજે અર્ધવાર્ષિક હિસાબી દિનના લીધે ગ્રાહકો માટે બેન્કો બંધ રહી છે. બેન્ક કર્મચારીઓ કામ કરશે પરંતુ સામાન્ય ગ્રાહકો માટે બેન્કો બંધ રહેશે.

દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ઓક્ટોબરની બેન્ક રજાઓની યાદી બહાર પાડવામાં આવી છે. તે અનુસાર ઓક્ટોબર મહિનામાં બેન્કોની શાખાઓ 21 દિવસ બંધ રહેશે. જોકે, બેન્ક કર્મચારીઓ માટે બેન્કો 20 દિવસ બંધ રહેશે. આ રજાઓ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ દિવસે હોય છે. આ રજાઓ રાજ્યોના કેલેન્ડર પર આધાર રાખે છે. ચાલુ મહિનામાં ગાંધી જ્યંતિ, દશેરા, દુર્ગા પુજા, દિવાળી, છઠ્ઠ પુજા, ભાઈબીજ, ગોર્વધન પુજા સહિતની રજાઓ છે.

બેન્ક કર્મચારીઓને 6 દિવસનું વેકેશન મળશે
બેન્ક કર્મચારીઓને ચાલુ મહિનામાં 22 ઓક્ટોબર સુધી એટલે કે મહિનાના ચોથા શનિવારથી 27 ઓક્ટોબર ગુરુવાર સુધી મિની વેકેશન મળશે. જો બેન્ક કર્મચારીઓ 28 અને 29 ઓક્ટોબર એટલે કે શુક્રવાર અને શનિવારના રોજ રજા લેશે તો તેમને સતત 9 દિવસની રજા મળશે.

ઓક્ટોબરની રજાઓની યાદી
મહિનાના પહેલાં દિવસે એટલે કે તા. 1 ઓક્ટોબરના રોજ અર્ધવાર્ષિક દિવસના લીધે ગ્રાહકો માટે બેન્ક બંધ રહી. 2 ઓક્ટોબર રવિવાર અને ગાંધી જ્યંતિ. 3 ઓક્ટોબરે દુર્ગા પૂજા, 4 ઓક્ટોબરે દશેરા, 5 ઓક્ટોબરે દશેરા, 6 ઓક્ટોબરે દુર્ગાપુજા, 7 ઓક્ટોબરે દુર્ગાપુજા, 8 ઓક્ટોબરે બીજો શનિવાર અને ઈદ એ મિલાદ, 9 ઓક્ટોબરે રવિવાર, 13 ઓક્ટોબરે કડવા ચૌથ, 14 ઓક્ટોબરે ઈદ એ મિલાદ પછીનો શુક્રવાર, 16 ઓક્ટોબરે રવિવાર, 18 ઓક્ટોબરે કટી બિહુ, 22 ઓક્ટોબરે ચોથો શનિવાર, 23 ઓક્ટોબરે રવિવાર, 24 ઓક્ટોબરે દિવાળી, 25 ઓક્ટોબરે દિવાળી, 26 ઓક્ટોબરે નવું વર્ષ 27 ઓક્ટોબરે ભાઈબીજ, 30 ઓક્ટોબરે રવિવાર અને 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસની રજા રહેશે.

Most Popular

To Top