SURAT

30 મિનીટમાં લાખોના નફાની લાલચમાં સુરતની મહિલા બેન્ક કર્મીએ મહેનતની કમાણી ગુમાવી

સુરત: શહેરના અડાજણ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી અને બેન્કમાં કામ કરતી મહિલાને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં જોયેલી લોભામણી જાહેરાત ભારે પડી હતી. ઠગબાજ ઈસમે મહિલાને જણાવ્યું હતું કે માત્ર અડધા કલાકના સમયમાં જ તેના ખાતામાં 1.74 લાખનો પ્રોફીટ મળશે. જોકે પ્રોફિટના ચક્કરમાં મહિલાએ 56 હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો. બનાવને પગલે પોલીસે મહિલાની ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • અડાજણમાં રહેતી બેન્ક કર્મી મહિલા સાથે ઠગાઈ
  • ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર ઈન્વેસ્ટમેન્ટની લિંક ઓપન કરવાનું ભારે પડ્યું

અડાજણ પાલનપુર જકાતનાકા મહાદેવ એપાર્ટમેન્ટમાં નોકરી કરતા તૃપ્તિબેન નિકુંજભાઈ સુખડીયા (ઉ.વ.23) ગઈ 1લી ફેબ્રુઆરીના રોજ મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ (Instagram) ઉપર સ્ટોરીઓ (Stories) જોતા હતા તે વખતે સની ડાર્કનેસ ઓફિસયલ (Sunny Darkness Official) ઉપર એક સ્ટોરી જોઈ હતી. જેમાં પૈસા ઈન્વેસ્ટ (Money Invest) કરવા માટે વિડીયો સાથેની લિંક (Video Link) ઈન્ફીનીટી ટુ મેક પ્રોફીટ (Infinity To Make Profit) (ટ્રેડ માસ્ટર) મોકલી હતી. તૃપ્તિબેનએ સ્ટોરીનો વિડીયો જાવા માટે લિંક ખોલી જોતા ઘણા બધાના રીવ્યુ સારા દેખાતા સાઈટ ઉપર ઈન્વેસ્ટ કરવાનો વિચાર કરી વાતચીત કરતા ભેજાબાજે ઈન્વેસ્ટ કરવા માટે ક્યુઆર કોડ મોકલ્યો હતો.

તૃપ્તિબેન ટ્રેડ માસ્ટર એપમાં (Trade Master Application) રૂપિયા 10 હજાર ઈન્વેસ્ટ કર્યા રહેતા અને કોટક મહિદ્રા બેન્કમાં (Kotak Mahindra Bank) ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ કંપનીના સંચાલક વિડીયો કોલ કરી પ્લેટીનમાં વાઉચરમાં રૂપિયા 22400 ઈન્વેસ્ટ કરશો તો રૂપિયા 174000 નો નફો મળશે એમ કહી વિશ્વાસમાં લીધા હતા. આ પ્રોફીટના પૈસા લીગલ (Legal) હોવાથી તેના ઉપ૨ 14 ટકા ટેક્ષ (Tax) ભરવાનું કહી ટેક્ષ પેટે રૂપિયા 24, 360 ભરશો તો તમારા બેન્ક ખાતામાં (Bank Account) અડધા કલાકમાં રૂપિયા 1.74 લાખ જમા થઈ જશે કહી વિશ્વાસમાં લીધો હતો.

ભેજાબાજાની વાતોમાં વિશ્વાસમાં આવી તૃપ્તિબેનને કુલ રૂપિયા 56,800 ટ્રાન્સફર (Transfer) કર્યા હતા જાકે કલાકો થવા છતાંયે પૈસા ખાતામાં જમા ન થતા તૃપ્તિબેનએ ઈન્સ્ટાગ્રામ ઉપર વિડીયો કોલ (Video Call) કરતા ભેજાબાજે ફોન ઉપાડ્યો ન હતો. તૃપ્તિબેનને ખ્યાલ આવી ગયો કે તેમની સાથે ઠગાઈ કરવામાં આવી છે. જેથી ગતરોજ ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top