Dakshin Gujarat

નકલી નોટ ભરેલા બે થેલા આરોપીએ મહિસાગરમાં ફેંકી દીધા

કામરેજ : બે દિવસ અગાઉ કામરેજ (Kamraj) પોલપારડી (PolPardi) ખાતે બનાવટી 25.80 કરોડની ચલણી નોટ સાથે પકડાયેલા એક ઈસમ ધરપકડ બાદ કામરેજ પોલીસે (Police)છ ઈસમ સામે ગુનો દાખલ કર્યો છે. કામરેજ પોલીસને બે દિવસ અગાઉ કામરેજ તાલુકાના નવીપારડી (Navi Pardi) ગામની હદમાં શિવશકિત હોટલની સામે દિકરી (Dikri) એજયુકેશન ટ્રસ્ટની (Education Trust) એમ્બ્યુલન્સમાંથી મૂળ જામનગરના કાલાવડના વડાણા અને હાલ રાજકોટના મહુડી વિસ્તારમાં ન્યૂ ગાંધી સોસાયટીમાં રહેતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર હિતેશ પરષોતમને અટકાયતમાં લીધો હતો. એમ્બ્યુલન્સમાં તપાસ કરતાં તેમાંથી પતરાની છ પેટીમાંથી 2000 રૂપિયાની 25 કરોડ 80 લાખની બનાવટી ચલણી નોટ મળી આવી હતી. જે અંગે કામરેજ પોલીસે 41(1) ડી કરી તપાસ ચાલુ કરી હતી.

છેતરપીંડી કરવાના ઈરાદે નકલી નોટો સુરત ખાતે મંગાવવામાં આવી હતી
આ પ્રકરણમાં પોલીસે 40 વર્ષીય દિનેશ લાલજી પોશીયા વિપુલ હરીશભાઈ પટેલની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેમણે કબૂલાત કરી હતી કે, દિનેશ પોશિયાએ મૂળ રાજસ્થાનના અને હાલ મુંબઈ ખાતે રહેતા વી.આર લોજિસ્ટિકના માલિક વિકાસ જૈન અને પ્રવિણ જૈન પાસેથી આશરે પાંચ માસ અગાઉ મેળવી હતી. બજારમાં અસલી ચલણી નોટો તરીકે વટાવવા તેમજ છેતરપીંડી કરવાના ઈરાદે નકલી નોટો સુરત ખાતે મંગાવવામાં આવી હતી. ત્યાર બાદ પતરાની પેટીઓમાં ભરી હિતેશ કોટડીયા એમ્બ્યુલન્સમાં છુપાવી પોતાના વતનમાં લઈ જઈ વાડામાં ઘાસની નીચે છુપાવી હતી. જેમાંથી કેટલીક બનાવટી ચલણી નોટો આણંદના વિપુલ પટેલને વટાવવા માટે આપી હતી.

25.80 કરોડની બનાવટી ચલણી નોટોમાં છ ઈસમ સામે ગુનો નોંધાયો
25.80 કરોડની બનાવટી સુરત ખાતે વટાવવા માટે લઈને આવતા પકડાઈ ગયા હતા. પોલીસે હિતેશના વતનમાં છુપાવેલી 52 કરોડ 74 લાખ 4 હજારની નોટો મળી આવી હતી. જ્યારે હિતેશ પકડાઈ ગયો હોવાની ગંધ દિનેશ પોશીયાને આવતાં વિપુલ પટેલને આણંદ જાણ કરતા વિપુલ પટેલએ આકલાવ મહિસાગર નદીના પુલ પરથી વિમલના થેલામાં બનાવટી ચલણી નોટો ફેંકી દીધી હોવાનુ જણાવ્યું હતું.

ડુપ્લિકેટ નોટ સાથે પોલીસે એકને ઝડપી પાડ્યો
નોટ સાથે પોલીસે જામનગર જિલ્લાના કાલાવાડના વડાલા વિસ્તારના હિતેશભાઈ પુરુષોત્તમ કોટડિયાને ઝડપી લીધો છે. જોકે પૂછપરછમાં આ નોટનો ઉપયોગ વેબસિરીઝના શૂટિંગમાં કરવાનો હોવાનું જણાવી રહ્યા છે. કામરેજ પોલીસે સ્ટીલની પેટીમાં લઈ જવાતી તમામ નોટો તેમજ એમ્બ્યુલન્સ અને લેપટોપ મળી કુલ 5.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી હતી.

Most Popular

To Top