Dakshin Gujarat

સરકારી જમીન પર બનેલા 7 ઘર અને 61 દુકાનો પર બુલડોઝર ફેરવાયું

સેલવાસ-દમણ : દાનહનાં રાંધા ગામમાં (Randha Village) સરકારી જમીન (Government land) પર ગેરકાયદે કબ્જો જમાવી તાણી બાંધવામાં આવેલા 7 ઘરો તથા 61 જેટલી દુકાનોને તોડી બાંધકામ હટાવવાની કાર્યવાહી કરાઈ છે. દાનહનાં કલેક્ટરના દિશા નિર્દેશ હેઠળ પ્રશાસનની ટીમ પટેલાદના નાના રાંધાની સર્વે નંબર 2-જીએ અને મોટા રાંધા ગામની સર્વે નંબર 704, 705, 706 અને 708 ની સરકારી જમીન જે પર્યટન વિભાગને આપવામાં આવી હતી. આ જમીન પર છેલ્લા કેટલાય સમયથી 7 જેટલા ઘરો અને 61 જેટલી દુકાનો દ્વારા ગેરકાયદે નિર્માણ (Illegal construction) કર્યું હતું. જે હટાવવા માટે પ્રશાસને પ્રથમ મૌખિક અને ત્યાર બાદ નોટિસ ફટકારી સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું

બલ્ડોઝર ચલાવી તેને તોડી સરકારી જમીનને ખાલી કરાવવાની કાર્યવાહી કરી
61 જેટલી દુકાનો દ્વારા ગેરકાયદે નિર્માણ કર્યું હતું. જે હટાવવા માટે પ્રશાસને પ્રથમ મૌખિક અને ત્યાર બાદ નોટિસ ફટકારી સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. પરંતુ તેમ નહીં થતાં આખરે પ્રશાસને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સરકારી જમીન પર ચણી દેવામાં આવેલા 7 ઘરો અને 61 દૂકાનો પર બલ્ડોઝર ચલાવી તેને તોડી સરકારી જમીનને ખાલી કરાવવાની કાર્યવાહી કરી હતી.
કડૈયામાં ગેરકાયદે તાણી બંધાયેલી ચાલ પર બુલ્ડોઝર ફર્યુ
દમણ : દમણના જિલ્લા વહીવટી તંત્રએ કડૈયામાં સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ પર બુલ્ડોઝર ફેરવ્યુ હતું. શનિવારે મહેસુલ અને જાહેર બાંધકામ વિભાગની સંયુક્ત ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ હટાવવાની કાર્યવાહી કરી હતી. સાથે મીરાસોલ હોટલ પાછળ સરકારી જમીન પર તાંણી બાંધવામાં આવેલી અરવિંદભાઈની ચાલને પણ તોડવાની કાર્યવાહી કરાઈ હતી. ત્યારે આગામી સમયમાં દમણમાં આ જ પ્રમાણે દબાણ દૂર કરવાની કાર્યવાહીને ચાલુ રાખવામાં આવશે એવું મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

પારડી પાર નદીના બ્રિજ પર ડમ્પર રેલિંગ પર ચઢી ગયુ
પારડી : પારડી ને.હા.ન. 48 પાર નદી હાઇવે બ્રિજ ઉપર વડોદરાથી રેતી ભરી વાપી જઈ રહેલું ડમ્પર બ્રિજની રેલિંગ પર ચઢી ગયુ હતુ. ડમ્પર નંબર GJ 05 BX 2476નો ચાલક પાર નદી બ્રિજ નજીક બસને ઓવરટેક કરતી વેળા લક્ઝરી બસ ચાલકે બસ બાજુમાં લેતા બસને બચાવવા જતા ડમ્પર પાર નદીના બ્રિજની રેલિંગ પર ચઢી ગયું હતું. અને ડમ્પર રેલિંગ પર ચઢતા નીચે ખાબકતા બચી ગઈ હતી. જો કે અકસ્માતમાં ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો. અને ડમ્પરને નુકશાન થયું હતું.

Most Popular

To Top