SURAT

સુરતમાં અઢી કરોડના વીજળીના થાંભલા ચોરાયા

સુરત: સુરતમાં વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. અહીંથી જાહેરમાંથી વીજળીના થાંભલા ચોરાઈ ગયા છે. તે પણ એક બે નહીં પુરા અઢી કરોડની કિંમતના. આ વીજળીના થાંભલા રેલવે લાઈન માટે લાવવામાં આવ્યા હતા પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવે તે પહેલાં જ ચોરાઈ ગયા છે. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

  • સચીન સાતવલ્લા બ્રિજ નીચે L&T કંપનીએ મુકેલા પોલ ચોરાયા
  • વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રાઈટ કોરીડોર કોર્પોરેશનના પ્રોજેક્ટના પોલ ચોરાયા
  • વડોદરાના મકરપુરાથી મહારાષ્ટ્રના જેનએપીટી સુધી રેલવે લાઈનમાં નાંખવામાં આવે તે પહેલાં જ ચોરાયા

વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રાઈટ કોરીડોર કોર્પોરેશન (WDFCC) પ્રોજેક્ટ હેઠળ એલએન્ડટી કંપની દ્વારા વડોદરાના મકરપુરાથી મહારાષ્ટ્રના જેએનપીટી સુધી રેલવે લાઈન માટેના મંગાવવામાં આવેલા રૂપિયા 2.36 કરોડની કિંમતના ઈલેકટ્રીક થાંભલા સચીન (Sachin) સાતવલ્લા (Satvalla) ફ્લાયઓવર બ્રિજ (Fly Over Bridge) નીચે મૂકી રાખવામાં આવ્યા હતા. જોકે મોડી રાતના સમયે કોઈ અજાણયા ચોર ઈસમોએ આ તકનો લાભ ઉઠાવી કુલ 2.36 કરોડના ઇલેક્ટ્રિક થાંભલાની (Electric Poll) ચોરી (Theft) કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે સચિન પોલીસે અજાણયા ચોર ઈસમો સામે ગુનો (Crime) નોંધી તપાસ આદરી છે.

બનાવની વિગત એવી છે કે જહાંગીરપુરા આશારામ આશ્રમની બાજુમાં ગંગરાજ રેસીડેન્સીમાં રહેતા જીતેન્દ્રકુમાર ગૌતમચંદ્ર જૈન (ઉ.વ.38) એલએન્ડટી (L&T) કંપનીમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે અને તેમની કંપની દ્વારા ભારત સરકાર દ્વારા વેસ્ટર્ન ડીડેકેટેડ ફાઈટ કોરીડોર કોર્પોરેશન (Western Dedicated Fright Corridor Corporation) પ્રોજેક્ટ હેઠળ તેમની પાસેથી વડોદરા મકરપુરાથી મહારાષ્ટ્રના જેએનપીટી (JNPT) સુધી રેલવે લાઈનના (Railway Line) ઈલેકટ્રીક વર્કનો પેટા કોન્ટ્રાકટ રાખ્યો છે. જેના કામ માટે ઓવર હેડ ઈલેકટ્રીક પોલ મંગાવ્યા હતા.

દરમિયાન ગઈ તા 10 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધીમાં કોઈ અજાણ્યાઓ ચોર ઈસમોએ સચીન સાતવલ્લા ફ્લાય ઓવર બ્રીજ નીચેથી ઈલેકટ્રીક થાંભલા નંગ- 455 જેનું વજન 297.57 મેટ્રીક ટન અને કિંમત રૂપિયા 2,36,02,142 થાય છે જે ચોરી કરી નાસી ગયા હતા. ઈલેકટ્રીક થાંભલા ચોરી થયા હોવાની જાણ થતા જીતેન્દ્રકુમાર જૈન સહિતનો સ્ટાફના માણસો સ્થળ પર દોડી આવ્યા હતા અને બનાવ અંગે ફરિયાદ નોધાવતા પોલીસે (Police Complaint) ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top