SURAT

નવરાત્રીમાં 100 વર્ષથી પણ અધિક જૂની ખંડ ખાવાની પરમ્પરા: શા માટે પરણિત મહિલાઓ તે ખાય છે ?

સુરત : નવરાત્રીના (Navrati) નવેનવ દિવસોમાં માં આરાધ્યા શક્તિની ઉપસાના કરવામાં આવે છે. આ દિવસોમાં માતા ભક્તોને તેના અલગ-અલગ સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે. માતાજીમાં આસ્થા અને આરાધનાથી ધારેલી મનોકામના ફળીભૂત થાય છે. આ પર્વ ઉપર વિવિધ પ્રથાઓ પૈકી ખંડ ખવડાવવાની (Feed Continent) પ્રથા (Tradition) ખાસ ઉપરાંત વર્ષો જૂની છે. સુરતમાં 400 વર્ષ જુના એવા ચૌટાપુલ ખાતેના પ્રાચિન અંબાજી મંદિરમાં (Ambaji Temple) આજે પણ ઉજવાઈ રહી છે. આ પ્રાચીન અંબાજી મંદિરમાં આ પ્રથા છેલ્લા 100 વર્ષ (Hundred Year) ઉપરાંતથી ચાલતી આવી છે. પરિણીત મહિલાઓ જેમને સંતાન ન થતા હોય તેઓ માતાજીનો ખંડ ખાય છે. આ પરંપરા પાછળ મુખ્ય કારણ જ ભક્તોની અતૂટ આસ્થા જ છુપાયેલી છે. નવરાત્રીના દિવસોમાં માતા તેના દરબારમાં આવેલા ભક્તોની મનોકામના પૂર્ણ કરી આશીર્વાદ આપીને ધારેલી કામના અવશ્ય પૂર્ણ પણ કરે છે.

ખંડ ખાવાની પ્રથા પાછળ કઈ આસ્થા છુપાયેલી છે ?
ખાસતો પરણિત સ્ત્રીઓ જેમને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તેઓ સંતાન પ્રાપ્તિ માટે તેમની ધારેલી આ મનોકામના પૂર્ણ કરવા માટે ખંડ ખાતી હોઈ છે. આમતો આ પરંપરા પાછળનું મુખ્ય કારણ તો સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરવા માટેની છે. જોકે બીજી અનેક મનોકામના પૂર્ણ કરવા પાછળ પાછલા 100 વર્ષ ઉપરાંતથી જુના એવા અંબાજીના એકમાત્ર મંદિરમાં ખંડ ખવડાવવામાં આવે છે. અહીં દશમે નોરતે એટલૅ કે દશેરાના દિવસે ખંડ ખવડાવતો હોઈ છે. જોકે આ દિવસે કુલ 9 જેટલા ખંડ જ તૈયાર કરી ખવડાવામાં આવતા હોઈ છે જેને લઇને માત્ર મર્યાદિત ભક્તોની સંખ્યાને જ તેના લાભાર્થી થઇ શકતા હોઈ છે.જોકે વર્ષના કાર્તક મહિનામાં 64 ખંડનું નૈવિદ્ય તૈયાર કરીને ખવડાવવામાં આવે છે જેથી વધુને વધુ ભક્તો તેનો લાભ લઇ તેમની મનોકામના પૂર્ણ કરી શકે તેવું મંદિરના મહંત જતીન ભાઈ અંબાજીવાળા અને કિરણ ભાઈએ જણાવ્યું હતું.

માતાજી માટેનો ખંડ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે ?
ઘઉંની રોટલી ઉપર પુરી અડદની દાળ શાક વગેરે મૂકીને માતાજીનો ખંડ એટલૅ કે નૈવિદ્ય તૈયાર કરવામાં આવતો હોઈ છે. ખંડ તૈયાર થયા પછી તેની ઉપર લોટનો દીવો દિવેટથી પ્રગટાવી મુકવામાં આવે છે. આ નૈવિદ્ય ખંડ ખાવું ભક્તોના હિતમાં છે. જે તૈયાર થયા પછી તેને પરદો કરીને માતાજીને ધરાવવામાં આવે છે. જેને માતાજી જમે છે, અને ત્યારબાદ આ નિવેદ્ય ખંડને પ્રસાદી સ્વરૂપે ભક્તોના આપવામાં આવે છે.જે ભક્તોએ બાધા માની હોઈ તે ખંડ ખાઈને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતાનો અનુભવ કરે છે.સુરતના અન્ય મંદિરમાં પણ ખંડ ખવરાવાની પ્રથા ચાલે છે.આ ખંડ ખાવા માટે નોંધણી પહેલેથી જ પરિણીતાઓ કરવી દઈને ખંડ ખાવાની આ પરંપરામાં ભાગ લેય છે.

ભક્તોને ખંડના દર્શન કરવા દેવામાં આવતા નથી
આમતો માતાજી ને ધરાવવામાં આવતા વિવિધ છપ્પન ભોગના દર્શન કરાવવામાં આવતા હોવાની પ્રથા છે. પણ ખંડ બનીને તૈયાર થઇ ગયા પછી તેને પરદા પાછળ પહેલાતો માતાજીને ધરાવી જમાડવામાં આવે છે. અને ત્યાર પછી જ તેને ભક્તોને ખવડાવવામાં આવે છે.જોકે માતાજીને ધરાવવામાં આવતા આ ખંડને ચાલી આવેલ પરંપરા મુજબ પરદા પાછળ રાખી માતાને ધરાવવામાં આવે છે જેનો ભક્તોને દર્શન કરવાનો નિષેધ હોવાથી આવું કરવામાં આવે છે.

Most Popular

To Top