સુરત: (Surat) શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચોરી કરેલાં વાહનો (Vehicles) લઇ જઇ અન્ય જગ્યાએ પાર્ક કરી દેવામાં આવે છે. નો-પાર્કિંગ ઝોન તેમજ અન્ય...
સમગ્ર દેશ સહીત છોટાઉદેપુર (chhota udepur) જિલ્લામાં પણ શનિવારે વેક્સીનેશન (vaccination)નો પ્રારંભ કરાયો હતો. જેમાં બે આશાવર્કર બહેનોને રિએક્શન થઇ આવ્યું હોવાના...
સુરત: (Surat) પોલિયેસ્ટર યાર્નની (Polyester Yarn) સતત વધી રહેલી કિંમતો અને એન્ટિ ડમ્પિંગ મુદ્દે શનિવારે ફોગવા અને વિવર્સ સંગઠનોની મીટિંગ મળી હતી....
ભાજપના સાંસદ મનોજ કોટકે માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખીને વેબસીરીઝ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોટક મુજબ, તાંડવ...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં સ્કૂલ એજ્યુકેશન જેમતેમ મહામહેનતે ચાલુ થયું છે, તેવામાં ગુજરાત શિક્ષણ બોર્ડે (Gujarat Education Board) પરીક્ષાનાં (Exam)...
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને (statue of unity) દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને પીએમ મોદીએ (PM Modi) આજે વર્ચ્યુઅલ લોકાર્પણ...
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં થોડી તકનીકી ખામી હતી. જે બાદ વિમાનનો માર્ગ ફેરવવામાં આવ્યો છે અને તેને મધ્યપ્રદેશની રાજધાની...
કોંગ્રેસે બ્રાઝિલ (BRAZIL)માં કોરોના રસીના 20 મિલિયન ડોઝ નિકાસના સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે...
કહેવાય છે કે પ્રેમ (LOVE)ની કોઈ ઉંમર હોતી નથી, તે ગમે ત્યારે થાય છે. પરંતુ બિહારના મુઝફ્ફરપુરમાં પ્રેમ પ્રણયનો એક ખૂબ જ...
નવસારી: નવસારી એલ.સી.બી. (LOCAL CRIME BRANCH POLICE) પોલીસે બાતમીના આધારે વાડા ગામેથી આંતરરાજ્ય બાઇક ચોરી કરતા 3 આરોપીને ઝડપી પાડી રાજ્યના 9...
ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ છ ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા. ભારતની પ્રથમ ઇનિંગ્સ એટલે કે 336 રનના...
સુરત: સુરત શહેર અને જિલ્લામાં સ્કૂલ એજ્યુકેશન (EDUCATION) જેમતેમ મહામહેનતે ચાલુ થયું છે, તેવામાં ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાનાં ફોર્મ (EXAM FORM) ભરતી...
સુરત: અમરોલીમાં ઉતરાયણની રાત્રે સગીર સહિતના બે યુવકો ટ્રેન (TRAIN)ના હોર્ન સાંભળ્યા બાદ પણ રેલવે ટ્રેક પર પતંગને પકડવા જતા બંને યુવકોના...
ઘટના જબલપુરના ગૌર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં સ્ટાર ગ્રીન સિટીમાં રહેતા 54 વર્ષીય વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ઘરની...
સુરત: શહેરના સહરા દરવાજા ખાતે આવેલી યસ બેંકમાંથી 20 જેટલા રેતી કપચી, ટ્રાવેલ્સ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા 20 જેટલા આરોપીઓએ વર્ષ 2016થી...
સુરત: શહેરમાં વેક્સિનેશનનો પ્રારંભ શરૂ થયો હતો. પરંતુ પ્રથમ દિવસે જ સામાન્ય ટેક્નિકલ ભૂલ આવતાં શરૂઆતના તબક્કામાં કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થઇ ગયો...
શનિવારે કોરોના રસીકરણ (VACCINATION)ના પ્રથમ દિવસે દેશમાં આશરે ત્રણ લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે. રસીકરણ પછી, કોવિન વેબસાઇટ દ્વારા આ...
વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસ સામે નિર્ણાયક લડાઇ માટે રસીકરણ શરૂ થયું છે. પરંતુ નોર્વેમાં રસી લાવ્યા બાદ લોકોના મોતથી ત્યાંની સરકારની...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરીંગના આરોપમાં બે ચીનના નાગરિકો (CHINESE CITIZEN)ની ધરપકડ કરી છે. તેમના નામ ચાર્લી પેંગ અને કાર્ટર લી...
સુરત: (Surat) સુરત શહેરની તાપી નદીમાં (Tapi River) ગઇકાલ રાતથી ભારે દુર્ગંધ અને આંખમાં બળતરા થાય તેવું ઓઇલ પાણીના વહેણમાં આવી જતા...
ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા (Kevadia) સ્થિત સ્ટેચ્યુ ઓફ...
સુરત: (Surat) શહેરમાં શનિવારે વહેલી સવારે ભારે ધુમ્મસ (Fog) છવાયો હતો. જેના કારણે વાહનચલાકોને લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેમ છતાં...
WHO દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વેક્સીનેશન કોરોના વાયરસ સામે સુરક્ષાની સંપૂર્ણ ગેરેન્ટી આપતું નથી. એવામાં જ્યાં...
સુરત: (Surat) શહેરમાં શનિવારે માત્ર 80 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. કુલ આંક 38,479 પર પહોંચ્યો છે. શનિવારે એક પણ મોત શહેરમાં નોંધાયુ...
16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે કેટલાકે લોકોને રસી (VACCINE) આપવામાં આવી હતી, ત્યાં કોઈ આડઅસર અથવા અન્ય કોઈ સમસ્યાઓ...
આજે ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. પ્રથમ દિવસે, ભારતમાં દરેક સેશન સાઇટ પર આશરે 100 લોકોને રસી...
રિયાલિટી શો ‘બિગ બોસ 14’ ટેલેન્ટ મેનેજર પિસ્તા ધાકડનું નિધન થયું છે. પિસ્તા ફક્ત 24 વર્ષની હતી. શુક્રવારે મોડી રાત્રે કાર અકસ્માતમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે કોવિડ -19 રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કાનો વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કર્યો છે. ત્યારે હવે રસીની...
યુકે (UK)એ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે તમામ ટ્રાવેલ કોરિડોર બંધ કરવાનો નિર્ણય લીધો છે. વડા પ્રધાન બોરિસ જોહ્ન્સને ગુરુવારે આની જાહેરાત...
નવી સિવિલ હોસ્પિટલ (NEW CIVIL HOSPITAL)માં મૃતકોના રેપિડ ટેસ્ટ (RAPID TEST) કરવાને મુદ્દે ડોક્ટરો વચ્ચે મતભેદ થયા હતા. જેના કારણે મૃતકોના પરિવારજનોને...
IPLમાં પંજાબનો પાવર શો,182 રનની ભાગીદારીથી કર્યો રેકોર્ડ સ્કોર, લખનઊ સામે 254 રન
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય, હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, 100 વર્ષ જૂનો નિયમ બદલાશે
KKRની પહેલી જીત, રિંકુ સિંહની ફિફ્ટીથી રાજસ્થાન પર 4 વિકેટથી વિજય
ક્યારે છે તામિલનાડુ ચૂંટણી? કેટલી સીટ્સ અને કોણ છે આગળ, આવો જાણીએ અત થી ઇતિ સુધી…
દાહોદના ભીટોડી નજીક ગમખ્વાર અકસ્માત: ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા 3 માસૂમ બાળકોના મોત
પશ્ચિમ બંગાળ: મેદિનીપુરમાં PM મોદીએ કહ્યું- 5 વર્ષમાં TMCની નિર્દય સરકારે લૂંટમાં PHD મેળવી
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મોટી બેઠક, 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં ચર્ચા, અબજો ડોલરના વેપાર પર નજર
બિહારના નવા સીએમ સમ્રાટ ચૌધરી સામે પ્રથમ ચેલેન્જ, વિશ્વાસ મત 24 એપ્રિલે
દેવામાં ડૂબ્યું માલદીવ, નિયમો પાળવા કે નિભાવવો પડોશી ધર્મ, માલદીવ મુદ્દે ભારત માટે અગ્નિપરીક્ષા
મહીસામાં રખડતા આખલાનો આતંક
ખેડા આરોગ્ય વિભાગમાં બદલીના બહાને ઉઘાડી લૂંટ
વડોદરામાં ‘મોતનો વન-વે’: તૂટેલી ગટરનું ઢાંકણું ગમે ત્યારે મોટી હોનારત સર્જશે
ડિજિટલ જનગણના પોર્ટલમાં મોટી ભૂલ, અરુણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ
શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળતા હડકંપ
ધુરંધર-2 એ પુષ્પા-2 નો રેકોર્ડ તોડ્યો: વિશ્વમાં 1,748.91 કરોડ સાથે ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
IPL મેચ પર સટ્ટો રમતા 5 શખ્સો ઝડપાયા, PCBની મોટી કાર્યવાહી
વડોદરામાં ‘પટેલભાઈ’નો આતંક: રોકાણકારોને ડબલ પૈસાની લાલચ આપી ₹2 કરોડ લઈ રફુ ચક્કર
એનટીએ દ્વારા કોમન યુનિવર્સીટી એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી) 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ
તમિલનાડુ: વિરુદુનગરમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 16 લોકોના મોત
સાયબર ક્રાઇમની દુનિયામાં વડોદરા પોલીસનો મોટો ધડાકો: 210 કરોડના ટ્રાન્ઝેક્શન અને 273 ગુનાઓનો ભેદ ઉકેલાયો
કેનેડાના નવા કાયદાથી ભારતીય ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં, 30,000 અરજદારોને નોટિસ, ડિપોર્ટેશનનો ખતરો
ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી દીપિકા-રણવીરે આપી સરપ્રાઈઝ, ફરી પારણું બંધાશે
‘આ એક મોટું કાવતરું હતું…’ અશોક ગેહલોતે વડા પ્રધાનના સંબોધન પર કર્યો મોટો દાવો
અમે પોતે પસાર નથી થઈ શકતા તો બીજાઓ માટે હોર્મુઝમાંથી પસાર થવું અશક્ય- ઇરાનની ટ્રમ્પને ધમકી
હાર્ટ એટેક પહેલા એલર્ટ આપશે AI, 24×7 હેલ્થ મોનિટરિંગ, ચેન્નાઈના ડોક્ટરોની નવી પહેલ
ભાજપનું મોટું પગલું: પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર બનશે
હોર્મુઝમાં ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ઈરાનનો ડેમેજ કંટ્રોલ શરૂ, ઈરાને કહ્યું ગેરસમજ જલ્દી ઉકેલાશે
સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ યોજના રદ, આધાર એપ ફરજિયાત કરવાનો પ્લાન સરકારે પાછો ખેંચ્યો
લલિતા ટાવર પાસે બાળક ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ; જાગૃત નાગરિકોએ શંકાસ્પદને ઝડપી મેથીપાક ચખાડ્યો
ભારત અને રશિયા નજીક આવ્યા: સૈનિકો, જહાજો અને એરબેઝ શેર કરવાની નવી વ્યવસ્થા
સુરત: (Surat) શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચોરી કરેલાં વાહનો (Vehicles) લઇ જઇ અન્ય જગ્યાએ પાર્ક કરી દેવામાં આવે છે. નો-પાર્કિંગ ઝોન તેમજ અન્ય લોકોને નુકસાન થાય તેવી રીતે પાર્ક કરેલાં વાહનોને સુરત ટ્રાફિક (Traffic Police) પોલીસના રિજયન-1ના વિભાગ દ્વારા ટોઇંગ કરેલાં વાહનોની તપાસ કરતાં તેમાંથી કુલ 11 વાહનો ચોરીનાં હોવાનું બહાર આવ્યું હતું. આ વાહનો અંગે જે-તે પોલીસ મથકને જાણ કરી દેવામાં આવી હતી. બીજી તરફ સિંગણપોર અને ડભોલીમાંથી વાહન ચોરતી ગેંગ પકડાઇ છે.

સુરત પોલીસની રિજયન-1એ કતારગામ, સલાબતપુરા, વરાછા, ઉધના, પુણા, કાપોદ્રા વિસ્તારમાંથી વાહનો ટોઇંગ કરવાનું શરૂ કર્યું હતું. વાહનોની પોકેટ કોપમાં તેના રજિસ્ટ્રેશન નંબર તેમજ ચેસીસ નંબરના આધારે વાહનોના માલિક સુધી પહોંચવાની તજવીજ કરાઇ હતી. દરમિયાન પોલીસની તપાસમાં કુલ 11 વાહનો ચોરીના હોવાનું નીકળ્યું હતું. આ વાહનો ચોરાયાં અંગેની જે-તે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદો પણ નોંધાઇ હતી. પોલીસની તપાસમાં સૌથી વધારે વરાછા પોલીસ મથકના 6, ઉધના પોલીસ-1, કતારગામ, સલાબતપુરા, પુણા અને કાપોદ્રા પોલીસનાં પણ 1-1 વાહનો નીકળી આવ્યાં હતાં. પોલીસે 11 વાહનની જાણ જે-તે પોલીસ મથકના અધિકારીને કરી હતી અને મુદ્દામાલ મેળવી લેવા માટેની તજવીજ શરૂ કરી હતી.

સિંગણપોર અને ડભોલીમાંથી વાહન ચોરતી ગેંગ પકડાઇ
સુરત : સિંગણપોર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન એક મોપેડમાં સવાર ત્રણ યુવકોને પકડીને પુછપરછ કરતા ત્રણેય ચોર નીકળ્યા હતા. ત્રણેયએ મોબાઇલ તેમજ મોટરસાઇકલની ચોરી કરી હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
સિંગણપોર પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો આ દરમિયાન એક એક્ટીવા ઉપર ત્રણ યુવકો નીકળ્યા હતા. પોલીસે તેઓની પુછપરછ કરતા ત્રણેય ત્રિલોક સોસાયટીમાં રહેતો ક્રિષ્ના ઉર્ફે ગોપાલ ભરતભાઇ દગડુબા, રાજેશભાઇ દિલીપભાઇ દલવી અને વેડરોડના લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો જયેશ સંજયભાઇ જાવરે નીકળ્યા હતા. પોલીસે એક્ટીવાની ડીકી ખોલીને તપાસ કરતા તેમાંથી ચાર મોબાઇલ મળી આવ્યા હતા.
પોલીસે ત્રણેયની કડક પુછપરછ કરતા તેઓએ મોબાઇલ ચોરી કરી હોવાનુ જણાવ્યું હતું. આ ઉપરાંત ત્રણેયએ ચોકબજારમાંથી એક ડિસ્કવર મોટરસાઇકલ પણ ચોરી કરી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી ચાર મોબાઇલ તેમજ ત્રણ મોટરસાઇકલો કબજે કરી હતી. પકડાયેલા ત્રણેયની સામે અગાઉ પણ કતારગામ અને અમરોલી પોલીસ મથકમાં ફરિયાદો નોંધાઇ હતી.