Gujarat Main

વર્ચ્યુઅલ લોકાર્પણ: 6 રાજ્યોને કેવડિયા સાથે જોડતી 8 ટ્રેનને PM મોદીએ રવાના કરી, દરેક સ્ટેશન પર સ્વાગત

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને (statue of unity) દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને પીએમ મોદી​​​​​એ (PM Modi) આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદથી કેવડિયા ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. તો કેવડિયામાં સીએમ રૂપાણીની હાજરીમાં ટ્રેન સેવાનો પ્રારંભ થયો હતો. ગુજરાતની અનેક હસ્તીઓને લઈને આ ટ્રેન આજે અમદાવાદથી કેવડિયા જવા રવાના થઈ હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી આ ટ્રેન મુસાફરોને કેવડિયા (kevadiya) સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચાડે છે. આ 8 ટ્રેનોમાં અમદાવાદથી કેવડિયા પહોંચાડતી જનશતાબ્દી એક્સપ્રેસ (Jan Shatabdi Express) પણ સામેલ છે.

વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં રેલવે સંબંધિત અન્ય અનેક પ્રોજેક્ટ્સનું પણ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા અને કેન્દ્રીય રેલવે પ્રધાન વર્ચ્યુઅલ દિલ્હીથી રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દેશના પહેલા ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશનનું આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 11.00 કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ હતું કે કેવડિયાનું રેલવે લાઇન સાથે જોડાઈ જવાથી આદિવાસીઓના જીવનમાં પરિવર્તન આવશે, ભવિષ્યમાં રોજ એક લાખ પ્રવાસી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ઉદ્ઘાટન અવસર દરમ્યાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશનું એકીકરણ કરનારા સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય સ્મારકને દેશ સાથે જોડી રહેલી રેલવેએ ખરા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો પરિચય કરાવ્યો છે. કેવડિયાનું દેશના દરેક દિશા સાથે જોડાવું સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. થોડી વાર પહેલાં ચેન્નાઇ, વારાણસી, રીવા, દાદર અને દિલ્હી, મુંબઈ અને અમદાવાદથી કેવડિયા જોડાઈ ગયું છે.

જણાવી દઈએ કે લોકગાયિકા ગીતા રબારી (gira rabari), તારક મહેતા ફેમ મયુર વાંકાણી (mayur vakani), લોકગાયક આદિત્ય ગઢવી જેવા અનેક સેલિબ્રિટીને લઈને આ ટ્રેન કેવડિયા જવા રવાના થઈ છે. કેવડિયા જઈ રહેલી આ ટ્રેનનું માર્ગમાં આવતા તમામ રેલવે સ્ટેશન પર સ્વાગત થઈ રહ્યું છે.

બીજી તરફ જનશતાબ્દી ટ્રેનમાં ‘વિસ્ટા-ડોમ ટૂરિસ્ટ કોચ’ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ટ્રેનમાં વિસ્ટા ડોમ ટુરિસ્ટ કોચ એડ કરવામાં આવ્યો છે. વિસ્ટાડોમ કોચમાં પારદર્શક કાચ મૂકાયો છે. આ કોચમાંથી ત્રણ સાઈડનો નજારો જોઈ શકાય છે. કુદરતી દ્રશ્યોનો નયનરમ્ય નજારો માણી શકાશે. કોચની દરેક સીટ 180 ડિગ્રી સુધી ફરી શકશે. સીટમાં બેસીને આસપાસનો નજારો માણી શકાશે. મુસાફરો કોચની અંદરની ફોટોગ્રાફીનો આનંદ લઈ શકશે. વિસ્ટાડોમ કોચમાં વાઈ-ફાઈની સુવિધા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top