National

જબલપુર: ઘરની બહાર બેઠેલી કૂતરી સાથે ઘૃણાસ્પદ કૃત્ય, વીડિયો વાયરલ થતાં ધરપકડ

ઘટના જબલપુરના ગૌર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં સ્ટાર ગ્રીન સિટીમાં રહેતા 54 વર્ષીય વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ઘરની બહાર બેઠેલી કૂતરી સાથે જાતીય શોષણ કરતો હતો. અપમાનજનક વીડિયો વાયરલ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

મધ્યપ્રદેશના જબલપુરમાં એક ખૂબ જ શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં હતાશ માનસિકતા અને વાસનાથી અંધ માણસ કોઈ પ્રાણીને છોડતો ન હતો અને તેનું જાતીય શોષણ કરતો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થતાં આરોપીની ઓળખ થઈ હતી. પોલીસે તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે. ત્યારે હવે આ પ્રકારના કિસ્સો સામે આવતા માનવતા ઉપર પણ પ્રશ્નાર્થ સર્જાય રહ્યા છે.

ઘટના જબલપુરના ગૌર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં સ્ટાર ગ્રીન સિટીમાં રહેતા 54 વર્ષીય વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ઘરની બહાર બેઠેલી કૂતરી સાથે જાતીય શોષણ કરતો હતો. વીડિયો વાયરલ થયા પછી પોલીસે કલમ 7,377 અને એનિમલ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો જ્યાં તેને વીડિયો બતાવવામાં આવ્યો હતો. આખરે શરમથી ઝૂકીને તેણે ગુનો સ્વીકાર્યો હતો.

પોલીસે આ આડેધ આરોપીની એનિમલ ક્રૂરતા અધિનિયમ હેઠળ ધરપકડ કરી હતી, અને ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી તેને જેલ મોકલી દેવાયો છે. આ ઘટનાથી આખા જબલપુર શહેરને આશ્ચર્ય થયું છે. કારણ કે છોકરીઓ અને સ્ત્રીઓની અસલામતીને સાથે હવે વાસનાના રાક્ષસથી પ્રાણીઓ પણ સુરક્ષિત નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top