દિલ્હી: ઉત્તર દિલ્હી (NORTH DELHI) ના સબ્જી મંડી (VEGETABLE MARKET) વિસ્તારમાં 4 માળની એક ઈમારત ધરાશાયી થઈ છે. આજે સોમવારે બપોરે 12...
છેલ્લાં બે વર્ષમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એકેય સદી નહીં ફટકારી શકનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (VIRAT KOHLI) એ કેપ્ટનશીપનો ભાર...
માનવજીવનમાં ક્યારેક ચિંતા, અકળામણ વધારે એવા પ્રસંગ-સંજોગોની અવરજવર થતી રહેવાની.ભાઈ જીવન છે! કોઈ પણ સ્થિતિ કાયમી નથી. હવે શું થશે? આવા વિચારો...
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં નવા મુખ્ય મંત્રીને લઈને શનિવારથી શરૂ થયેલા સસ્પેન્સનો રવિવારે અંત...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે બપોરે 2.20 કલાકે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) શપથ લીધા. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પાંચમા...
રાજ્યના નવા મુખ્યમંત્રી (GUJARAT CM) ભૂપેન્દ્ર પટેલ શપથ લે તે પહેલાં જ કુદરતી આફત આવી પડી છે. રાજકોટ અને જામનગરમાં ધોધમાર વરસાદ...
આણંદ : આણંદ પાલિકા સમાવિષ્ટ બાકરોલ ઝોન વિભાગમાં વડતાલ રોડ પર આવેલા તળાવનું આજથી અઢી વર્ષ પહેલાં નાયબ મુખ્યમંત્રીની 4.5 કરોડની ગ્રાંટ...
નડિયાદ: ખેડા તાલુકાના ચાંદણા ગામના ખેડૂતો બોલેરો ગાડીમાં શાકભાજી ભરીને અમદાવાદ વેચવા માટે ગયા હતા.જ્યાંથી પરત આવતાં વખતે બોલેરો ગાડીનું ટાયર ફાટતાં,...
આણંદ: પેટલાદના નડિયાદ રોડ પર આવેલા જીઈબી પાસે મોડી રાતે તસ્કરોએ ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી 20. 22 લાખ રૂપિયાની રોકડ ચોરી...
વડોદરા : બે દિવસ પહેલા શહેરમાં બે કલાક સુધી પડેલા સાંબેલાધાર વરસાદને પગલે શહેરનાં મોટાભાગ વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેને...
વડોદરા : દીલ્હીથી ફરવા માટે વડોદરા આવેલી મામાની દીકરીને લગ્નની લાલચ આપીને હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરવાના કેસમાં દિલ્હીની...
વડોદરા : ડંડા પછાડી પછાડીને કાયદાનું ભાન કરાવતા વાડી પોલીસના તત્કાલિન પીઆઈ ખુદ પોતે કાયદાનું પાલન કરવાનું ભૂલી જાય છતાં ગંભીર બેદરકારીઓ...
વડોદરા : દાન સરસવાણીનો ધોધ વહાવવા માટે વડોદરા સંસ્કારી નગરી મોખરાનું સ્થાન ધરાવે છે. વડોદરા શહેરમાં રહેતા 40 વર્ષીય તરલ કુમાર મહેશ્વરી...
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેની રેસમા છેક સુધી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ અગાઉની જેમ છેલ્લી ઘડીએ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. તો વળી બીજી બાજુ વધુ 14 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં સાજા થવાનો...
સુરત: (Surat) શહેરમાં બે-ત્રણ દિવસના વિરામ બાદ સુરત જિલ્લામાં આજે સાંજે ફરી બે કલાકમાં સર્વત્ર ધોધમાર વરસાદ (Rain) નોંધાયો હતો. કામરેજમાં બે,...
ઈસ્લામાબાદ: પાકિસ્તાને (Pakistan) રવિવારે એક ડોઝિયર જાહેર કર્યુ હતું, તેનો દાવો છે કે તેમાં ભારતીય વહીવટીતંત્ર દ્વારા કાશ્મીરમાં (Kashmir) કથિત રીતે માનવાધિકાર...
અમદાવાદ: (Ahmedabad) ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી વિજય રૂપાણીની સરકાર હતી. આ સરકાર ડબલ રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતી હતી. જેના કારણે સંપૂર્ણ પણે...
વાપી: (Vapi) વાપીના ભડકમોરા સૂલપડ ખાતે ટાઉન પોલીસે (Police) બાતમીના આધારે એક મકાનમાં રેડ પાડી 7.5 કિલો ગાંજાના (hashish) જથ્થા સાથે 3...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં પાંચ વર્ષ બાદ ફરી પાટીદાર (Patidar) પાવર જોવા મળશો. ચૂંટણી (Election) પહેલા પીએમ મોદીનો આ ગુજરાત માટે માસ્ટર સ્ટ્રોક...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) ભાજપે (BJP) દિગ્ગજ પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. શનિવારે મુખ્યમંત્રી...
ગાંધીનગર: (Gandhinagar) વિજય રૂપાણીના મુખ્યમંત્રી (Gujarat CM) પદેથી અચાનક રાજીનામાં બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 24 કલાકની અંદર જ નવા મુખ્યમંત્રીની...
ગુજરાત ભાજપના મુખ્યમંત્રીઓમાં નરેન્દ્ર મોદી સિવાય લગભગ ત્રણેક મુખ્યમંત્રીઓ પોતાના કાર્યકાળમાં રાજીનામા ધરી દીધા છે.2001માં કચ્છના વિનાશક ભૂકંપ બાદ વહિવટી નબળાઈના કાણોસર...
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ અચાનક રાજીનામું ધરી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. જો કે, આ અણધાર્યું કે અચાનક ન કહેવાય. કારણ...
(1)સરકારનો વહિવટી તંત્ર પર તંત્રનો કાબુ નહીંવત હતો.(2) સચિવાલયના અધિકારીઓ પર ધાકના અભાવે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું હતું.(3) અધિકારીઓ પોતાની મનમાની ચાલવતાં હતાં.(4)...
પેશાવર: અફઘાનિસ્તાનમાં નવી રચાયેલી તાલિબાન સરકારની શપથવિધિ માટેનો સમારંભ આજે ૧૧ સપ્ટેમ્બરના રોજ યોજાવાના હતો, પરંતુ તેમના કેટલાક સલાહકારો તરફથી તેમને સલાહ...
વીતેલા 25 વર્ષથી સતત સત્તાનું સુકાન સંભાળનારી ભાજપ સરકાર (BJP Government) તમામ મોરચે મળેલી નિષ્ફળતાઓને ઢાંકવા માટે માત્ર ચહેરા બદલી રહી છે,...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 6 કેસ નોંધાયા છે. જ્યારે સુરત મનપામાં...
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban) સરકારની રચના થતાં જ આતંક (Terror)નો અસલી ચહેરો સામે આવવા લાગ્યો છે. સરકારમાં પાંચ મોટા આતંકવાદીઓ સહિત 33 મંત્રીઓ...
સાપુતારા: (Saputara) ડાંગ (Dang) જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, પીંપરી, આહવા, બોરખલ, સુબિર, સિંગાણા, બરડીપાડા, મહાલ સહિતનાં પંથકોમાં શનિવારે સતત ત્રીજા...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
દિલ્હી: ઉત્તર દિલ્હી (NORTH DELHI) ના સબ્જી મંડી (VEGETABLE MARKET) વિસ્તારમાં 4 માળની એક ઈમારત ધરાશાયી થઈ છે. આજે સોમવારે બપોરે 12 વાગ્યે આ દુર્ઘટના બની છે. મકાનના કાટમાળમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં ઈમારત પાસેથી પસાર થતાં બે બાળકો પણ દબાઈ ગયા હતા. કાટમાળમાંથી બંને બાળકોને બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા, જે ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. કાટમાળમાંથી એક વૃદ્ધને પણ કાઢવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો મુજબ હજુ ત્રણથી ચાર લોકો દબાયા હોવાની આસંકા છે. જે દુકાન પર કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું તેના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઈમારતના માલિકની પણ ધરપકડ કરાય તેવી શક્યતા છે. ઈમારત કયા કારણોસર ધસી પડી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
કેટલાંક વાહનો પણ કચડાઈ ગયા છે. દિલ્હી ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એક વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો છે. ઘટનાને પોતાની નજરે નિહાળનારા કેટલાંક પ્રત્યક્ષ દર્શીઓનું કહેવું છે કે મકાનના કાટમાળમાં અનેક લોકો દબાયા હોઈ શકે છે. જે મકાન પડયું છે તેના ગ્રાઉન્ડ ફ્લોર પર એક દૂધની દુકાન હતી. તેમજ મકાનમાં કેટલુંક કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું.

દિલ્હીના સેન્ટ્રલ રેન્જના જોઈન્ટ સીપી એન.એસ. બુંદેલાએ કહ્યું કે એમસીડી (MCD), એનડીઆરએફ (NDRF) અને અન્ય બચાવ ટુકડીઓ રેસ્ક્યૂ કામગીરીમાં જોતરાઈ ગઈ છે. કાટમાળમાં કેટલાં લોકો દબાયા છે તેની સચોટ માહિતી હજુ સુધી મળી શકી નથી. બુંદેલાએ વધુમાં કહ્યું કે એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે. તેના માથા પર ઈજા થઈ હતી. હાલ તેને હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી રહી છે.
કહેવાય છે કે, આ મકાનના પહેલાં અને બીજા માળ પર કેટલાંક પરિવારો રહેતા હતા. તેઓ પણ કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. છેલ્લાં કેટલાંક સમયથી દિલ્હીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ અગાઉ દિલ્હીના નરેલા વિસ્તારમાં શનિવારે એક જૂનું મકાન પડ્યું હતું.