Charchapatra

જો હોગા વો દેખા જાયેગા

માનવજીવનમાં ક્યારેક ચિંતા, અકળામણ વધારે એવા પ્રસંગ-સંજોગોની અવરજવર થતી રહેવાની.ભાઈ જીવન છે!  કોઈ પણ સ્થિતિ કાયમી નથી. હવે શું થશે? આવા વિચારો કરીએ તો હતાશા આવે. હિંમત રાખી આગળ વધવામાં શાણપણ છે. વિકટ સંજોગોમાં જાગ્રત રહેવાનું છે, જેનાથી આપણે સૌ માહિતગાર છીએ, પણ એક એવી પરિસ્થિતિ છે, જે ચોક્કસ સંજોગોમાં અમલમાં મૂકી શકાય. તે એ કે “જો હોગા વો દેખા જાયેગા.” ચિંતા  બરાબર છે, પણ વધુ પડતી અકળામણ તન-મનને તકલીફ આપે છે. દરેક સમયે આપણને મનગમતું જ બને એવું જરૂરી નથી. ઉદ્દભવતી સમસ્યાઓના સંતાપમાંથી મુક્ત થવા માટે ક્યારેક “થોભો અને રાહ જુવો” ની નીતિ કારગત નીવડે છે. કોઈક સમયે વાહવાહ તો કોઈક સમયે ઠપકો મળે એમ પણ બને. જીવન ખેલદિલીથી જીવીએ. મૂડ સારો રાખી બીજાને કહીએ,” જો હોગા વો દેખા જાયેગા.”
નવસારી – કિશોર આર. ટંડેલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top