સુરતઃ સુરત (Surat)શહેર જિલ્લામાં તથા ઉપરવાસમાં વરસાદે(Rain) છેલ્લા ત્રણેક દિવસથી ફરી રમઝટ જમાવી છે. શહેરમાં તો છુટા છવાયા વરસી રહેલા વરસાદને પગલે...
ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે સુરતમાં અમિત શાહની હાજરીમાં હિન્દી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી....
ગોવા: એક તરફ કોંગ્રેસ પાર્ટી ભારત જોડો યાત્રા કરી રહી છે. ત્યારે ગોવામાં કોંગ્રેસમાં મોટા ભાગલા પડી રહ્યા છે. કોંગ્રેસની ટિકિટ પર...
બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર ગયા સપ્તાહે નવી દિલ્હીમાં વિરોધ પક્ષોના નેતાઓને કલાકો સુધી મળ્યા. તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળ્યા અને દિલ્હીના...
અમદાવાદ: અમદાવાદ(Ahmedabad)માં વહેલી સવારે એક મોટી દુર્ઘટના(Accident) સર્જાઈ હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એક બિલ્ડિંગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ (Shahid Afirdi) ટીમ ઈન્ડિયાના (India) સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને (Virat Kohli) યોગ્ય સમયે સંન્યાસ...
આપણા દેશ અને રાજયમાં મફત ન્યાય મળે તેવી વ્યવસ્થા છે. સાંભળવા માટે આ વ્યવસ્થા સારી લાગે છે, પરંતુ વાસ્તવમાં ન્યાય કયારેય મફત...
રશિયાએ ફેબ્રુઆરીના અંતભાગે યુક્રેન પર હુમલો કર્યો તે સાથે શરૂ થયેલા યુક્રેન-રશિયા યુદ્ધને આ રવિવારે જ ૨૦૦ દિવસ પુરા થયા. આટલા દિવસોમાં...
નિર્દેશક મણિરત્નમની નવી ઐતિહાસિક ફિલ્મ ‘પોન્નિયન સેલવન 1’ નું ટ્રેલર રજૂ થયા પછી એની પ્રશંસા ઓછી અને ટીકા વધુ થઇ રહી હોવાથી...
વડોદરા : વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં વર્ષો જુના સ્ટ્રેચર, પલંગો ભંગારમાં આપી દેવાના મામલે વિવાદના વંટોળ સર્જાયા છે. જોકે સારા અને હજી...
વડોદરા : શહેરના નવાપુરામાં રહેતા કનૈયાલાલ સોલંકીનો 24 વર્ષીય પુત્ર હર્ષ સોલંકીના ધરથી 50 મીટરના તદ્દન નજીક ના અંતરે રહેતી સમાજની 20...
વડોદરા: દેશ વિદેશના અલગ અલગ કાર્યક્રમ અંતર્ગત ઘણી વખત આપણે જોયું છે કે ભારતીય સંસ્કૃતિની છબીના દર્શન વિદેશની ભૂમિ પર થતા હોય...
ફિલ્મ ‘ચૂપ: રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ’ નું ખતરનાક ટ્રેલર જોઇને કોઇ પણ કહેશે કે સની દેઓલે પોતાની ઉંમર સાથે સમાધાન કરી લીધું...
વડોદરા : ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત આજે શહેરના નવલખી મેદાન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વડોદરા શહેર-જિલ્લાને કાયદામંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે રૂ....
અમદાવાદ: ભારતમાં ડ્રગ્સ (Drugs) ઘુસાડવા માટે ગુજરાતનો (Gujarat) દરિયો (Sea) સેઈફ વે બની ગયો હોય તેમ અવારનવાર અહીંના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના...
વડોદરા: ઇન્સ્ટાગ્રામ પર મિસ્ટર આયન બનીને તેર વર્ષની હિંદુ સગીરાને વિધર્મીએ બચકા ભરી દુષ્કર્મ આચરીને પીંખી નાખી હતી જેના પરિણામે હિંદુ સમાજમાં...
નડિયાદ: ગુજરાતભરમાં સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવાની માગ ફરી એકવાર પ્રબળ બની છે. આ મામલે 17 તારીખે...
લંડન : બ્રિટન(Britain)નાં સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથ-II(Queen Elizabeth) નો પાર્થિવ દેહ(earthly body) મંગળવારે સાંજે સ્કોટલેન્ડથી લંડન(London) પહોચ્યો હતો. તેઓની શબપેટી બુધવારથી ચાર દિવસ...
સમયની માંગ છે કે આ બદલાવ ટકોરા મારે છે! આ અંગે એક સર્વેક્ષણ વપરાશકર્તાઓની આંખ ઉઘાડે તેવું છે! મોટા ભાગનાં મોટા સોશિયલ...
વડોદરા: પાલિકાના દરેક કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવો આક્ષેપ શહેરીજનો કરતા હોય છે. ત્યારે હજુ તો થોડા સમય અગાઉજ વરસાદના કારણે શહેરના...
એક પ્રિન્સેસ. વિશ્વની સૌથી પ્રિય રાજકુમારી, જેનું ઊઠવું, બેસવું, હસવું, રડવું, તેનાં કપડાં, તેના શબ્દો, તેના જીવનની દરેક સેકન્ડ બ્લોકબસ્ટર ફિલ્મ હતી....
આણંદ : આંકલાવ પોલીસે નવાખલ ગામે આવેલા ગ્રીનટોન વીલા ફાર્મ ખાતે મધરાતે દરોડો પાડી દારૂની મહેફિલ માણતાં 25 નબીરાને પકડી પાડ્યાં હતાં....
આણંદ : આણંદના બોરસદ – તારાપુર ધોરી માર્ગ પર સોમવારની મોડી રાત્રે એક પછી એક ચાર ખાનગી બસ ધડાકાભેર અથડાઇ હતી. જેના...
પાછલા અંકમાં રક્તદાન વિશેની 1-2 માન્યતાઓ વિશે જાણ્યું અને તાજેતરના બંને અંકોમાં આજનો આ રક્તદાન અંગેનો ત્રીજો અંક કદાચ સૌથી વધુ ઉપયોગી...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાના પાપે શહેરના અનેક વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયો ખંડેર હાલતમાં ફેરવાયેલા દેખાઈ રહ્યા છે. તો વળી જ્યાં શૌચાલયો ચાલુ છે,...
ભારતમાં ન્યાયની પ્રક્રિયા જટિલ છે અને અત્યંત ધીમી પણ છે. કાશીમાં આવેલા પ્રાચીન વિશ્વેશ્વર મહાદેવના મંદિરને તોડીને તેની જગ્યાએ જ્ઞાનવાપી મસ્જિદ બનાવી...
‘તો ફાઈનલી અમારે સમજવાનું શું? તમે ગાંધીજીના સમયમાં ગયા હતા કે નહોતા ગયા?’ લૈલાએ સ્વરમાં અકળામણ સાથે પૂછ્યું. લૈલા અને હવાલદાર શિંદે,...
આજે આપણે વધારે વખત જાતીય સમાગમ માણવાની નહીં પરંતુ બહેતર રીતે સંતોષકારક સમાગમનો આનંદ માણવા વિશે વાત કરીશું. સમાગમની સંખ્યા એ કામોત્તેજનાનો...
બેંક જયારે માલના સ્ટોક યા મશીનના તારણ (હાઇપોથિનિકેશન)ની સામે લોન આપે છે ત્યારે સામાન્યતઃ તારણમાં લીધેલ માલનો સ્ટોક / મશીનરીનો વીમો પણ...
કોઈ ખાસ કારણ ન હોય તેમ છતાં તમે B-1/B-2 વિઝા ઉપર અમેરિકામાં રહેવા માટે આપેલો સમય લંબાવવાની અરજી કરશો તો એ મોટા...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરતઃ સુરત (Surat)શહેર જિલ્લામાં તથા ઉપરવાસમાં વરસાદે(Rain) છેલ્લા ત્રણેક દિવસથી ફરી રમઝટ જમાવી છે. શહેરમાં તો છુટા છવાયા વરસી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને ફરી હરિયાળી પણ ફેલાઈ છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમ(Ukai Dam)માં આજે બે લાખ કયુસેક પાણી(Water)ની આવક થઈ હતી. જેની સામે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા 97 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું છે.
હજુ 3 દિવસ વરસાદ વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓરિસ્સા તરફથી લો પ્રેશર સિસ્ટમ મુવ થઈને દક્ષિણ ગુજરાત તરફ આવતા ફરી ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આગામી બે-ત્રણ દિવસ આ માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. શહેર અને જિલ્લામાં આવેલા કામરેજ તાલુકામાં 7 મીમી, પલસાણામાં 3 મીમી, મહુવામાં 4 મીમી, માંગરોળમાં 3 મીમી, માંડવીમાં 13 મીમી અને સુરત શહેરમાં 9 મીમી વરસાદ આજે સવારથી નોંધાયો હતો. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.
હથનુર અને પ્રકાશા ડેમ છલકાયા
છેલ્લા 24 કલાકમાં પણ ધોધમાર વરસાદને પગલે હથનુર અને પ્રકાશા ડેમ છલોછલ ભરાઈ ગયા છે. જેને કારણે હથનુર ડેમમાંથી 16 ગેટ અઢી મીટર ખોલીને 93 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે પ્રકાશના બાર ગેટ પૂરેપૂરા ખોલીને 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીનો મોટો જથ્થો ઉકાઈ ડેમમાં આવતા ઉકાઈ ડેમમાં આજે સવારે 2.02 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. જેની સામે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ઉકાઇ ડેમમાંથી 97 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 8 ગેટ પાંચ ફૂટ ખોલી દેવાયા છે. જ્યારે ઉકાઈ ડેમની સપાટી સવારે 340.59 ફૂટ નોંધાઈ હતી. ડેમનું રૂલ લેવલ 340 ફુટ છે એટલે કે ડેમ હાલ રૂલ લેવલ કરતા વધારે ચાલી રહ્યો છે. આગામી 16મી સપ્ટેમ્બરથી રૂલ લેવલ 340 ને બદલે 345 ફૂટ રહેશે.
ઉપરવાસમાં નોંધાયેલો વરસાદ
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઈનગેજ સ્ટેશનોમાં સતત ત્રીજા દિવસે વરસાદ નોંધાયો હતો. ટેસ્કામાં 13.20 મીમી, ચીકલધરામાં 15.80 મીમી, ગોપાલખેડામાં 12.40 મીમી, ધુલિયામાં 25.40 મીમી, સાવખેડામાં 22.20 મીમી, સાગબારામાં 62 મીમી, નિઝામપુરમાં 10.40 મીમી અને ખેતીયામાં 37 મીમી વરસાદ નોંધાયો હતો.