World

મહારાણી એલિઝાબેથનો પાર્થિવ દેહ લંડન પહોંચ્યો, અંતિમ દર્શન માટે લાંબી લાઈનો લાગી

લંડન : બ્રિટન(Britain)નાં સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથ-II(Queen Elizabeth) નો પાર્થિવ દેહ(earthly body) મંગળવારે સાંજે સ્કોટલેન્ડથી લંડન(London) પહોચ્યો હતો. તેઓની શબપેટી બુધવારથી ચાર દિવસ માટે વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવશે અને સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાણી એલિઝાબેથ-IIનું ગયા ગુરુવારે બાલમોરલ કેસલમાં 96 વર્ષની વયે અવસાન થયું હતું. તે 70 વર્ષ સુધી બ્રિટન પર રાજ કરી રહ્યા હતા. જ્યારે મહારાણીની શબપેટીને એડિનબર્ગ એરપોર્ટ પરથી લંડન લાવવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. રાણીનાં શબપેટી તેઓની પુત્રી પ્રિન્સેસ એની સાથે હતા, જે રોયલ એર ફોર્સ (RAF) ના વિમાનમાં એડિનબર્ગથી લંડન આવી હતી. જે વિમાનમાંથી રાણીની શબપેટી લાવવામાં આવી હતી તેનો ઉપયોગ ભૂતકાળમાં માનવીય સહાય માટે કરવામાં આવ્યો છે.

અંતિમ દર્શન માટે 5 કિમી લાંબી લાઈન
તેઓના અંતિમ દર્શન માટે વેસ્ટમિન્સ્ટર હોલમાં મોટી લોકોની ભારે ભીડ જામી હતી. લોકોએ દર્શન માટે 5 કિલોમીટર લાંબી લાઈન લગાવી હતી. એક અંદાજ મુજબ અહી મહારાણીનાં અંતિમ દર્શન માટે 3.50 લાખ લોકો ઉમટે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પહેલાં સ્કોડલેન્ડના એડિનબર્ગમાં સેન્ટ ગિલ્સ કેથેડ્રલમાં હજારો લોકોએ મહારાણીનાં અંતિમ દર્શન કર્યાં હતા.

રાજા ચાર્લ્સ 3એ આગેવાની કરી
પશ્ચિમ લંડનમાં આરએએફના નોર્થહાલ્ટ એરબેઝ પર પ્લેન લેન્ડ થતાંની સાથે જ રાણીની શબપેટીને મધ્ય લંડનના બકિંગહામ પેલેસમાં રસ્તા દ્વારા લઈ જવામાં આવી હતી. કિંગ ચાર્લ્સ III, જેઓ મંગળવારે ઉત્તરી આયર્લૅન્ડની મુલાકાતે હતા, તેમની પત્ની કેમિલા સાથે શબપેટી મેળવવા માટે પહેલેથી જ શાહી નિવાસસ્થાને પહોંચ્યા હતા.

RAF દ્વારા સલામી અપાઈ
શબપેટી લંડન પહોંચે અને બકિંગહામ પેલેસ મોકલવામાં આવે તે પહેલા RAF દ્વારા સલામી આપવામાં આવી હતી. જ્યારે રાણીની શબપેટી લંડન પહોંચી ત્યારે વડાપ્રધાન લિઝ ટ્રસ, સંરક્ષણ સચિવ બેન વોલેસ અને અન્ય લોકો ત્યાં હાજર હતા. લંડનના બકિંગહામ પેલેસમાં રાણીની શબપેટી પર પહોંચતા લોકોએ મોબાઈલ ટોર્ચ ચલાવીને મીણબત્તીની જેમ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

8 સપ્ટેમ્બરે થયું હતું અવસાન
મહારાણીએ 8 સપ્ટેમ્બરની રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. મહારાણીના અંતિમસંસ્કાર શાહી પરંપરા અનુસાર 10મા દિવસે, એટલે કે 19 સપ્ટેમ્બરે થશે. હાલ તેમના અંતિમસંસ્કારથી જોડાયેલી પરંપરાઓ ચાલી રહી છે.

19 સપ્ટેમ્બરે થશે અંતિમસંસ્કાર
મહારાણી એલિઝાબેથના અંતિમસંસ્કાર 19 સપ્ટેમ્બરે થશે. તેમની અંતિમયાત્રા ચાર દિવસ પછી લંડનમાં વેસ્ટમિન્સ્ટર ખાતે રાજકીય ઢબે અંતિમસંસ્કાર થશે. છેલ્લે, 1965માં સર વિન્સ્ટન ચર્ચિલના રાજકીય ઢબે બ્રિટનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top