Sanidhya

જાતીય ક્રીડાઓ અંગેની તમારી અવનવી કલ્પનાઓને બેડરૂમમાં અજમાવો

આજે આપણે વધારે વખત જાતીય સમાગમ માણવાની નહીં પરંતુ બહેતર રીતે સંતોષકારક સમાગમનો આનંદ માણવા વિશે વાત કરીશું. સમાગમની સંખ્યા એ કામોત્તેજનાનો માપદંડ નથી. તેમાં લાગણીઓ હોવી આવશ્યક છે. જો તમને સેક્સ માણવાની ઈચ્છા થાય તો સેક્સ માણતા પહેલાં, દરમિયાન અને પછી પણ જો તમારો આનંદ જળવાઈ રહે તો કહી શકાય કે તમે તંદુરસ્ત કામોત્તેજના ધરાવો છો. કામોત્તેજના ગુમાવી દેવાની સમસ્યાના નિરાકરણ માટે અહીં કેટલાંક સૂચનો રજૂ કરાયા છે.

સ્પર્શને મહત્ત્વ આપી કામોત્તેજના વધારો
જ્યારે તમને સેક્સ માટેની ઈચ્છા જ ના હોય ત્યારે તમે કુંઠિત હોવાનું અનુભવો છો. તમારી લાગણીઓ જાણે કે થીજી ગઈ છે, આ થીજી ગયેલી લાગણીઓને ફરીથી પ્રવાહિત કરવા શારીરિક અને માનસિક સ્તરે સક્રિય પ્રયાસો જરૂરી છે. તમારા સાથી સાથે કોઈ સારી ગેમ રમો, તેની સાથે વોકિંગ પર જાવ કે સાથે કસરત કરો. આમ કરવાથી તમારામાં નવા ઉત્સાહ અને નવી ઊર્જાનો સંચાર થશે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો થતાં સેક્સ્યુઅલ કોન્ફિડન્સમાં વધારો થશે.

અપેક્ષાઓ વાસ્તવિક રાખો
દરેક જાતીય સમાગમ સંપૂર્ણ હોય તે જરૂરી નથી એ બાબત ધ્યાનમાં રાખવાથી પર્ફોર્મન્સ અંગેની ચિંતાનું દબાણ દૂર થઈ જાય છે. આશરે 40-50 % જેટલા જ જાતીય સમાગમ પારસ્પરિક રીતે સંતોષકારક રહેવા પામતા હોય છે. કોઈ વખત જ્યારે તમારી ઈચ્છા મુજબનું પરિણામ ના મળે તેવા સંજોગોમાં તે બાબતને હળવાશથી લેવાથી તમારો સાથી ફરીથી નવા પ્રયોગ માટે પ્રેરાશે કારણ કે તમારા હકારાત્મક અભિગમને કારણે તેના પરનું દબાણ અને ચિંતા બંને દૂર થઈ જાય છે.

કામેચ્છા ક્ષીણ થવાની સમસ્યાને નાથવા કલ્પનાશક્તિનો ઉપયોગ
જાતીય ક્રીડાઓ અંગેની તમારી અવનવી કલ્પનાઓને બેડરૂમમાં અજમાવવામાં કંઈ ખોટું નથી તેમ સેક્સોલોજીસ્ટ્સ પણ કહે છે. તમારી કલ્પનાઓ જણાવ્યા બાદ તમારા સાથીને તેની સેક્સ્યુઅલ ફેન્ટેસી વિશે પૂછો. જો તમારા પાર્ટનર કહે કે તેણે આ વિશે કંઈ વિચાર્યું જ નથી તો ત્યાં અટકી ના જાવ. તેને કોઈ એક એવી વસ્તુ વિશે પૂછો જે તેને ખુશ કરવા તેણે કોઈ પુરુષ તેને આપે તેવી અપેક્ષા રાખી હોય.ખરેખર તો સેક્સ એ ત્વરિત આવેગ આધારિત છે, જેમાં કોઈ યોજના કે ચોઘડિયાંની રાહ જોવાની નથી હોતી એ સાચું પરંતુ નોકરી, પરિવાર તથા જીવનની વ્યસ્તતા વચ્ચે કામેચ્છાઓ જાગૃત થવા માટે પૂરતો સમય નથી રહેતો. જેથી તમારે આયોજન કરી તે માટે તૈયારી કરવી પડે છે. તમારા પાર્ટનરને નાનકડી ભેટ આપો, કોલેજના દિવસોનું તમારું મનપસંદ સંગીત સાંભળો, ફોન સ્વીચ ઓફ કરી દો. જેથી કોઈ ખલેલનો અવકાશ ના રહે.

સમગ્ર શરીર પર ધ્યાન કેન્દ્રિત કરો
પુરુષો માટે સેક્સ મહદ્અંશે જનનાંગો પર કેન્દ્રિત હોય છે. ખરેખર તો અન્ય ઉત્તેજનાસભર અંગો પર ધ્યાન આપવાથી પર્ફોર્મન્સ અંગેનું દબાણ કે ચિંતા હળવી થવાની સાથે સાથે જ નવા આનંદની અનુભૂતિ થાય છે. શરીરના અન્ય અંગો પણ જાતીય ક્રીડાઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની ક્ષમતા ધરાવે છે. જાતીય સુખના આનંદ અને સંતુષ્ટિને પામવાનો ધ્યેય રાખો નહીં કે માત્ર ચરમ સીમા સુધી પહોંચાવાનું વિચારો.

નિષ્ણાત તબીબ કામોત્તેજનાની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ બને છે
કામોત્તેજનાની સમસ્યાની સારવારમાં નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ ઉપયોગી થઈ પડે છે. આથી જ નિષ્ણાત તબીબનું માર્ગદર્શન લેવામાં સંકોચ કે શરમ રાખશો નહીં. તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લો અને કોઈ તબીબી સમસ્યાને લીધે તો કામેચ્છા મંદ નથી પડી તેનું નિદાન કરાવો. જો તમે એન્ટિડિપ્રેસન્ટ કે તેના જેવી અન્ય કોઈ સારવાર લેતાં હોવ તો તેનાથી કામેચ્છા ક્ષીણ થવાની શક્યતા રહે છે. તમારા તબીબ પાસે અન્ય કોઈ વૈકલ્પિક દવા શરૂ કરવા ચર્ચા કરો.

Most Popular

To Top