ડ્રાઇવરે લેખિતમાં અરજી આપ્યાને 3 દિવસ થયા છતાં પોલીસે એકપણ આરોપીની ધરપકડ કરી નથી રાજકીય વગ ધરાવતા આરોપીઓ હોય ડ્રાઇવરને ન્યાય મળશે...
ગાંધીનગર : સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં કોમર્શિયલ અને D-PNG ગેસની ઉપલબ્ધતા તેમજ...
ગાંધીનગર: ‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ દેશના સંઘીય માળખા અને ભારતીય બંધારણની મૂળ ભાવનાના વિરુદ્ધ છે. બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે...
ગાંધીનગર, ગાંધીનગર નજીક ગિફ્ટ સિટીમાં ‘વન નેશન, વન ઇલેક્શન’ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ વિવિધ રાજકીય પક્ષોએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા...
હવે 20થી વધુ વિકાસ કામોને મળશે પ્રોત્સાહન ગાંધીનગર, રાજ્ય સરકારની “વતન પ્રેમ યોજના”માં વ્યાપક સુધારાઓને મંજૂરી આપવામાં આવી છે. ગામડાઓના સર્વાંગી વિકાસ...
માત્ર 28 દિવસમાં ગર્ભ પરીક્ષણ, પશુપાલકોને હજારો રૂપિયાની બચત અમદાવાદ, અમદાવાદ સ્થિત બિગનેનો વેન્ચર્સ સ્ટાર્ટઅપે દૂધાળા પશુઓ માટે અદ્યતન અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન...
અમદાવાદ, અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા વિજય ચાર રસ્તા નજીકથી લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજા અંદાજે કિંમત રૂ. 69.12 લાખના જથ્થા...
ગાંધીનગર, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં રાજ્યના માર્ગ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...
વાર્ષિક રૂ. 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોના 3 હજાર વિદ્યાર્થીઓને મળશે લાભ ગાંધીનગર,રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ...
હજારીગલ, સેવંતી અને ઓર્કિડના મિશ્ર ફૂલોથી અલૌકિક શણગાર કરાયો – દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન અમદાવાદ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અધિક...
જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો અમદાવાદ, રાજયના પોલીસ વડા ડૉ કે એલ એન રાવેએ આજે રાણીપ મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર...
અમદાવાદ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના ભરૂચ જિલ્લાના ત્રાલસી ગામ નજીક ભારતીય રેલવે ટ્રેક ઉપર 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજના સ્પાનનું...
રશિયાના અસ્ટ્રાખાન ગવર્નર સાથે વર્ચ્યુઅલ બેઠકમાં વ્યાપાર અને શિક્ષણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા ગાંધીનગર,સીએમ ભૂપેન્દ્ર પટેલએ રશિયાના અસ્ટ્રાખાન પ્રદેશના ગવર્નર ઇગૌર બાબુશ્કિન...
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026માં રાજ્યની કુલ 84 નગરપાલિકામાંથી 77 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી પ્રાપ્ત કરી હતી. આ ભવ્ય જીત બાદ ભાજપા...
અમદાવાદ : ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલમાં સર્જાયેલી સતત ટેકનિકલ ખામીઓના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) વિદ્યાર્થી કાર્યકરોએ ઉગ્ર...
ગાંધીનગર : આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી “અટલવાડી યોજના”ને મંજૂરી આપી છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ...
અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની ગરમી સતત વધી રહી છે. આજે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટ અને અમદાવાદમાં 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું...
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા માટે ત્રણ વિષયની પ્રાયોગિક પરીક્ષા તા. 19...
ગુરુવારે તમિલનાડુમાં વિજય સરકારના મંત્રીમંડળ વિસ્તરણ દરમિયાન એક નવો વિવાદ ફાટી નીકળ્યો. તેમના શપથ ગ્રહણ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ કુમારે “કામરાજ અમર...
NEET પેપર લીક કેસમાં મહારાષ્ટ્રના લાતુરથી વધુ એક મોટો મામલો સામે આવ્યો છે. CBIએ પુણેથી ડો. મનોજ શિરુરેની ધરપકડ કરી છે જેમને...
બપોરે ચૂપચાપ 15-20 મીટર બદલી નાખતા લોકોમાં રોષ વીજ કંપની સામે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી ( પ્રતિનિધિ )વડોદરા,તા.21 વડોદરા શહેરના તરસાલી...
પશ્ચિમ બંગાળના ફાલતા વિધાનસભા મતવિસ્તારમાં આજે ફરીથી મતદાન થયું હતુ. બપોરે 3:00 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી 74.10% નોંધાઈ હતી. કુલ 285 મતદાન...
આફ્રિકા ખંડમાં ઝડપથી ફેલાઈ રહેલા જીવલેણ ઇબોલા વાયરસની અસર હવે વૈશ્વિક રાજકારણ અને રાજદ્વારી કાર્યક્રમો પર પણ જોવા મળી રહી છે. ભારત...
બેંગલુરુમાં લેન્ડિંગ દરમિયાન એર ઇન્ડિયાના વિમાનનો પૂંછડીનો ભાગ રનવે સાથે અથડાઈ ગયો. આ ઘટના બાદ વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. ફરીથી ઉડાન...
CJPના સ્થાપક અભિજીત દિપકએ X પર પોસ્ટ કરીને લખ્યું કે તેમને આ કાર્યવાહી અંગે પહેલેથી જ અંદાજ હતો. તેમણે કહ્યું કે “અપેક્ષા...
ગુજરાત વિદ્યાપીઠમાં શૈક્ષણિક વર્ષ 2026 માટે યુજી અને પીજી કોર્સમાં પ્રવેશ માટે ફરી એકવાર તક આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કાની પ્રવેશ...
પુલવામા હુમલાના મુખ્ય સૂત્રધારની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોએ મુઝફ્ફરાબાદમાં તેની ગોળી મારીને હત્યા કરી દીધી. સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલામાં...
કરજણ પંથકના ખેડૂતો માટે લાંબા સમયથી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. આવતીકાલથી, કરજણ પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવ (MSP) પર મકાઈની ખરીદીનો શુભારંભ...
વર્તમાન સમયમાં ખેતીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ખેડૂતો માટે જગતના તાત સમાન ઈંધણ એટલે કે ડીઝલની ભારે અછત સર્જાતા પાનવડ...
સુરતના અડાજણ વિસ્તારમાં બનેલી 48 લાખ રૂપિયાની હાઈપ્રોફાઈલ ચોરીનો પોલીસે આખરે ભેદ ઉકેલી લીધો છે. ફિલ્મી અંદાજમાં ચોરી કરીને ફરાર થયેલા આરોપી...
બે-ત્રણ મહિનાથી સિલિન્ડર ન મળ્યાની ફરિયાદ, ગ્રાહકોમાં ભારે રોષ
એજન્સી સામે ઉઠ્યા સવાલો, ગ્રાહકો અને વિતરણકારો વચ્ચે ઘર્ષણ
(પ્રતિનિધિ) સંજેલી
સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના વિતરણ દરમિયાન ફરી એકવાર અવ્યવસ્થાના દૃશ્યો સર્જાયા હતા. લાંબા સમયથી ગેસ સિલિન્ડર ન મળતા ગ્રાહકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સિલિન્ડર મેળવવા માટે ઉમટી પડેલી ભીડ વચ્ચે ગ્રાહકો તથા વિતરણકારો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
મળતી માહિતી મુજબ, ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક એજન્સી ખાતે પહોંચતા જ મોટી સંખ્યામાં ગ્રાહકો ગેસ લેવા માટે એકત્ર થયા હતા. સંજેલી મામલતદારની ઉપસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને સિલિન્ડર વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે નગર વિસ્તારમાં વિતરણ માટે અલગ વાહન મોકલવામાં આવ્યું હતું. જોકે સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોમાં ભારે દોડધામ અને પડાપડી જોવા મળી હતી.

ગ્રાહકોનો આક્ષેપ છે કે કેટલાક લોકોને બે થી ત્રણ મહિના સુધી સિલિન્ડર મળ્યા નથી. ચોપડી અને ખાલી બોટલો એજન્સીમાં જમા કરાવી હોવા છતાં વારંવાર ધક્કા ખાવા પડે છે. જેના કારણે લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે.

એજન્સીના મેનેજર મુક્જમીનભાઈએ જણાવ્યું હતું કે વિતરણ દરમિયાન કેટલાક ગ્રાહકો વચ્ચે પહેલા સિલિન્ડર મેળવવાની હોડને કારણે બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું, જેને બાદમાં શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગ્રાહક રમેશભાઈ મહારાજે જણાવ્યું હતું કે લાંબા સમયથી ગેસ ન મળતાં સામાન્ય પરિવારોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે.
રિપોર્ટર: કપિલ સાધુ