માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટમાં ધૂમ મચાવનાર યુવા બેટ્સમેન Vaibhav Suryavanshi હવે ટીમ ઈન્ડિયાના દરવાજા પર પહોંચ્યો છે. IPL 2026માં તેની...
મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. હોર્મુઝની જળસંધિ (Strait of Hormuz) નજીક ઈરાન અને અમેરિકા વચ્ચે નવા સૈન્ય અથડામણના...
સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે ચર્ચામાં રહેલી “Cockroach Janta Party (CJP)”ના સ્થાપક અભિજીત દિપકે શનિવારે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી પહોંચતા...
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને શુક્રવારે (૫ જૂન, ૨૦૨૬) તેના તમિલનાડુ એકમમાં વધુ એક મોટો ઝટકો લાગ્યો, ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ કે. અન્નામલાઈના...
ભારત સરકારે શુક્રવારે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoJK) ના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં વિધાનસભાની ચૂંટણી કરાવવાની પાકિસ્તાનની યોજના સામે કડક વિરોધ નોંધાવ્યો....
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધતી ડૂબી જવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાગરિકો અને પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં...
બોલિવુડના સુપરસ્ટાર ઋતિક રોશન ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કોઈ નવી ફિલ્મ કે એક્શન સીનને કારણે નહીં. અભિનેતાએ સોશિયલ મીડિયા...
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરતની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘપ્રદેશ દમણ પહોંચ્યા છે. તેમના આગમનને લઈને સમગ્ર દમણમાં ઉત્સાહ...
બિહાર ભાજપે MLC ચૂંટણી માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ભોજપુરી અભિનેતા પવન સિંહ અને સંજય મયૂખ સહિત ચાર...
ડિજિટલ બેંકિંગના યુગમાં બિહારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગયા જિલ્લાના બોધગયા બ્લોકના મસ્તપુરા ગામમાં રહેતા એક યુવાનના બેંક ખાતામાં અચાનક...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતાં વિકાસ, આત્મનિર્ભરતા, ઔદ્યોગિક વૃદ્ધિ અને તાજેતરના ચૂંટણી પરિણામોને લઈને...
દેશનું અર્થતંત્ર સમગ્ર વર્ષ (નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬) માટે ૭.૭% ની ગતિએ વધ્યું. દરમિયાન ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માં GDP વૃદ્ધિ ૭.૮% રહી....
રોહિત શેટ્ટીની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝ ‘ગોલમાલ’ની પાંચમી ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. ફિલ્મ હજુ નિર્માણાધીન છે, પરંતુ તેની સ્ટારકાસ્ટ, વાર્તા અને...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતાં ગ્રીન ગ્રોથ, રિન્યુએબલ એનર્જી, પાણી વ્યવસ્થાપન અને સુરતના...
કેમ છો બધા, આપણું સુરત મજામાં ને’ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની અને સુરતીઓને સંબાધતા અને આભાર...
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ પર ફરી એકવાર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. બાંગ્લાદેશે ભારત પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો છે કે...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ કરાર થાય તો તેઓ ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીને...
કેરળમાં વરસાદની પધરામણી બાદ હવે દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસાએ અરબી સમુદ્રના મોટા ભાગ, લક્ષદ્વીપ, કેરળ, માહે તેમજ...
પોલીસે પટણામાં ખાન સરની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરી છે. કદમકુઆન પોલીસ સ્ટેશનમાં ફૈઝલ ખાન ઉર્ફે ખાન સર વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર સંબંધો પર ટિપ્પણી કરતા કહ્યું કે લાંબા સમયથી ભારતે અમેરિકા પર ઊંચા ટેરિફ લાદ્યા હતા...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ વચ્ચે મતભેદોના અહેવાલો વચ્ચે હવે નેતન્યાહૂનું પ્રથમ મોટું નિવેદન સામે આવ્યું છે. તાજેતરમાં...
આજે પર્યાવરણ દિવસ છે અને આ નિમિત્તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બન્યા છે. આજે એમનો આખો પોગ્રામ તૈયાર થઈ ગયો...
તમિલનાડુ ભાજપના ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ કે. અન્નામલાઈએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ એક નવી પાર્ટી બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર...
સુરત શહેરના પાલનપોર વિસ્તારમાં એક સરકારી કર્મચારીની બેદરકારીભરી ડ્રાઇવિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે. ઘટનામાં એક કારચાલકે...
સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ દળની શિસ્ત, ગૌરવ અને પ્રતિષ્ઠા જળવાઈ રહે તે હેતુસર ફરજ દરમિયાન સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવનાર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમનને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે સ્વાગત માત્ર ભવ્ય જ નહીં,...
ભારતીય વાયુસેના છેલ્લા ઘણા સમયથી પાંચમી પેઢીના એટલે કે ફિફ્થ જનરેશન સ્ટીલ્થ ફાઇટર જેટની શોધમાં છે. એવા સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને...
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ...
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારમાં ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણ અથવા મોટા ફેરફારો થઈ શકે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં તેજ બની...
12 લાખ રૂપિયાનું લાલચ આપ્યાનો પીડિતાનો દાવો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ધર્મ પરિવર્તન સંબંધિત એક વિવાદાસ્પદ મામલો સામે આવ્યો છે, જેમાં એક...
રાજસ્થાનના મૂળ વતની અને આણંદમાં રહેતા 34 વર્ષીય મુકેશ સરગરો નદીમાં નાહતી વખતે ઊંડા પાણીમાં તણાયા
સાવલી પોલીસ અને ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ, ઘટનાથી પરિવાર પર આભ ફાટ્યું
(પ્રતિનિધિ) સાવલી
સાવલી તાલુકાના લાછનપુર ગામ નજીક પસાર થતી મહીસાગર નદીમાં નાહવા ગયેલા 34 વર્ષીય યુવક તણાઈ જતાં સાવલી પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુકેશ જબરા રામ સરગરો (ઉં.વ. 34), મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના નાગણી ગામના રહેવાસી હતા અને હાલ આણંદ ખાતે રહી નોકરી કરતા હતા. રવિવારે તેઓ પોતાના પાંચ વર્ષના પુત્ર અને સાળા સાથે લાછનપુર ગામ નજીક મહી નદીમાં નાહવા આવ્યા હતા. નદીના સ્વચ્છ અને વહેતા પાણીમાં નાહતી વખતે મુકેશ ઊંડા પાણીમાં પહોંચી જતા અચાનક તણાઈ ગયા હતા અને નદીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પ્રાથમિક સ્તરે શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ સાવલી પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નદીમાં સતત શોધખોળ કરવામાં આવી રહી છે, જોકે આ અહેવાલ લખાય છે ત્યાં સુધી મુકેશનો કોઈ પત્તો લાગ્યો નથી.
ઘટનાએ પરિવારજનોને ભારે આઘાત પહોંચાડ્યો છે. બે સંતાનોના પિતા મુકેશ પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે આનંદની ક્ષણો માણવા નદીમાં આવ્યા હતા, પરંતુ આ મુલાકાત દુર્ઘટનામાં ફેરવાઈ હતી. પોતાની નજર સામે પિતાને પાણીમાં ગરકાવ થતાં જોઈ પાંચ વર્ષનો પુત્ર ભારે વ્યથિત અને શોકમગ્ન બન્યો હોવાનું સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું.
પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નદીમાં ગુમ થયેલા યુવકની શોધખોળ સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
રિપોર્ટર: વિમલ પટેલ