દેશનાં ૨૫ જેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બે હજાર જેટલા ખેલાડીઓ સામેલ થવાની અપેક્ષા ગાંધીનગર,રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગાંધીનગર ખાતે આગામી તા....
અમદાવાદ : અમદાવાદ શહેરમાં જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓના પરિવારોની લાગણી અને મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી ઠગાઈ આચરાતી ટોળકીએ માધવપુરા વિસ્તારમાં રહેતા એક...
ગાંધીનગર રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વો સામે રાજ્ય સરકાર દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી...
ગાંધીનગર કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર લખપત તાલુકાના તહેરા ગામ નજીક બાવળોની ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળતાં ચકચાર મચી જવા પમી છે. જેના પગલે...
ગાંધીનગર કચ્છને દેશની રાજધાની નવી દિલ્હી સાથે સીધી રેલ સેવા દ્વારા જોડતી ભુજ-દિલ્હી નવી એક્સપ્રેસ ટ્રેનનો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરથી વર્ચ્યુઅલ...
ગાંધીનગર : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા જાહેર ક્ષેત્રની બેંકો સાથે થયેલી ₹119 કરોડથી વધુની છેતરપિંડીના બે અલગ-અલગ કેસોમાં અમદાવાદ અને...
સીકલસેલ નાબૂદી માટે ઐતિહાસિક પહેલ ગાંધીનગર: ગુજરાતમાં આદિવાસી સમુદાયોના આરોગ્ય સુધારવા અને વારસાગત રોગોને મૂળમાંથી સમજવા રાજ્ય સરકારે મહત્ત્વાકાંક્ષી “ગુજરાત ટ્રાયબલ જિનોમ...
અમદાવાદ, ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની માંગમાં અસાધારણ વધારો નોંધાયો હોવા છતાં જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ —...
ગાંધીનગર, ગાંધીનગર નજીક અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા વિશ્વવિખ્યાત કોબા સ્થિત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે આજે બપોરે એક અદ્ભુત અને અલૌકિક...
ભારતે પોતાની રક્ષણ શક્તિ વધુ મજબૂત બનાવતા ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી અગ્નિ-1 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે....
ભારતમાં બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરતા લાખો ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શનિવાર, 23 મેના રોજ દેશભરમાં ઘણી જગ્યાએ લોકોમાં પ્રશ્ન...
ભારતમાં આધ્યાત્મિકતા અને વેલનેસ ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. હવે આ જ દિશામાં એક વિશાળ પહેલ ઓડિશામાં...
રાજકીય તણાવ વચ્ચે સૌની નજર મતગણતરી પર પશ્ચિમ બંગાળની બહુચર્ચિત ફાલ્ટા વિધાનસભા બેઠકના પુનઃમતદાનનું પરિણામ 24 મેના રોજ જાહેર થવાનું છે. સવારે...
સરકારે 28 મેના રોજ જાહેર રજા જાહેર કરતા લેવાયો નિર્ણયનવી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે( પ્રતિનિધિ ) વડોદરા, તા.23ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી...
સેફ્ટીના સાધનો વિના કામ કરાવાતું હોવાનો સાથી કામદારોનો આક્ષેપ, બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા પરિવારની માંગ કોન્ટ્રાક્ટર ગોવિંદ અને અમર...
દેશભરમાં ઈંધણના નવા ભાવ લાગુ, જાણો તમારા શહેરના તાજા રેટ દેશમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે સામાન્ય જનતાને ફરી એકવાર મોટો...
તપતી ગરમીથી લોકોને મળી મોટી રાહત, દેશની રાજધાની દિલ્હી અને આસપાસના NCR વિસ્તારમાં અચાનક બદલાયેલા હવામાનને કારણે લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો...
ગોવાથી દારૂ ભરીને આવેલા કન્ટેનરને ગ્રામ્ય એલસીબીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ પર ગોકુળપુરા પાસેથી પકડ્યું, રાજસ્થાનના ડ્રાઇવરની ધરપકડ વડોદરા તા.23 વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ...
સલાઉદ્દીન અને જમીન ખાનને AK-47 સાથે ઘેરી સુરક્ષા આપતા જોવા મળ્યા આતંકીઓ પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો અને તેમના નેતાઓને લઈને ફરી એકવાર ચોંકાવનારી...
IRGC સાથે જોડાયેલા આતંકી પર ગંભીર આરોપ, અમેરિકામાં હાઈ એલર્ટ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trumpના પરિવારને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી...
ચીતા ચોપર ક્રેશ છતાં ત્રણ આર્મી અધિકારીઓનો ચમત્કારિક બચાવ લદ્દાખના દુર્ગમ અને બર્ફીલા વિસ્તારમાં ફરી એકવાર ભારતીય સેનાના હેલિકોપ્ટર અકસ્માતની ઘટના સામે...
“તેમને અપનાવો, બચાવો અને સુરક્ષા આપો” બોલિવૂડ અભિનેતા Sonu Sood ફરી એકવાર સામાજિક મુદ્દે ખુલીને આગળ આવ્યા છે. પંજાબ સરકાર દ્વારા જાહેર...
કોણ બન્યું બેસ્ટ અને કોણ રહ્યું સૌથી નબળું? નવી મૂલ્યાંકન પદ્ધતિથી સરકારમાં ચકચાર Narendra Modiની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્ર સરકારના વિવિધ...
TMC અને BJPના કાઉન્સિલરો આમને-સામને, હંગામાથી રાજકારણ ગરમાયું Kolkata Municipal Corporationની બેઠક દરમિયાન પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ભારે હંગામો મચ્યો છે....
! ખુદ જણાવી મોટી વાત , અમેરિકન રાજકારણમાં મચી હલચલ અમેરિકાના રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા જગાવતી ઘટનામાં Tulsi Gabbardએ અમેરિકી ગુપ્તચર તંત્ર...
હવે કુકી અને નાગા સમુદાયો આમને-સામને, વિસ્તારમાં વધ્યો ભયનો માહોલ, Manipurમાં લાંબા સમયથી ચાલતા જાતીય તણાવ વચ્ચે હવે ફરી હિંસાની આગ ભભૂકી...
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે હવે United Arab Emirates, Saudi Arabia અને Qatarએ અમેરિકાને ઈરાન સામે ફરી સૈન્ય કાર્યવાહી ન કરવા...
લોકશાહીમાં વૈચારિક મતભેદો હોવા છતાં એકબીજા પ્રત્યે આદર અને સૌહાર્દ જળવાઈ રહે એ આવશ્યક ગણાય પણ આજના રાજકારણમાં આ વાતની બાદબાકી થઇ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), જે શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)ના માર્ગદર્શક અને મજબૂત નાળ સમાન જોડાણ ધરાવે છે, તે પાકિસ્તાન સાથે શાંતિ...
જ્યારે જનતામાં અસંતોષ કે આક્રોશ હોય તો તે ગમે તે રીતે વિસ્ફોટક બને જ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ટિપ્પણી બાદ...
ગાંધીનગર: ગુજરાતના શહેરોને વધુ સ્માર્ટ, સુંદર અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વાકાંક્ષી ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રીન અને સ્માર્ટ સિટી’ના વિઝનને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવેલા આ મિશન હેઠળ વર્ષ 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારોને તબક્કાવાર વાયર ફ્રી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે રાજ્ય સરકારે ₹500 કરોડની જોગવાઈને મંજૂરી આપી છે. અંડરગ્રાઉન્ડ કેબલિંગના કારણે રસ્તાઓ ઉપરના વીજ થાંભલા અને વાયરનું જાળું ઘટશે, જેના કારણે શહેરોની દૃશ્ય સુંદરતામાં વધારો થશે. સાથે જ શહેરી આયોજન અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નવી દિશા મળશે. રાજ્ય સરકારનું માનવું છે કે ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ પૂર્ણ થયા બાદ ગુજરાતના શહેરો દેશના સૌથી આધુનિક, સુરક્ષિત અને સુવ્યવસ્થિત શહેરી વિસ્તારોમાં સ્થાન મેળવશે.
17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકા આવરી લેવાશે
‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ હેઠળ રાજ્યની તમામ 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકા વિસ્તારોને આવરી લેવામાં આવશે. હાલ શહેરોમાં રસ્તાઓ ઉપર દેખાતી વીજળીની ઓવરહેડ લાઈનોને તબક્કાવાર દૂર કરીને સંપૂર્ણપણે ભૂમિગત કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ યોજના અંતર્ગત 14,600 સર્કિટ કિલોમીટરથી વધુ હાઈ ટેન્શન (HT) અને 31,400 સર્કિટ કિલોમીટરથી વધુ લો ટેન્શન (LT) ઓવરહેડ વીજ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં 11 કે.વી. લાઈનો થશે ભૂમિગત
પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 11 કે.વી. ઓવરહેડ વીજ લાઈનોને ભૂમિગત કેબલમાં પરિવર્તિત કરવામાં આવશે. ત્યારબાદ લો ટેન્શન વીજ લાઈનોને પણ અંડરગ્રાઉન્ડ નેટવર્ક સાથે જોડવામાં આવશે.રાજ્ય સરકારના મતે આ પરિવર્તનથી વીજ પુરવઠાની વિશ્વસનીયતા વધશે અને વીજળી સંબંધિત ટેકનિકલ ખામીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.
કુદરતી આફતો સામે વધશે સુરક્ષા
વાઘાણીએ જણાવ્યું હતું કે વાવાઝોડા, ભારે વરસાદ અને અન્ય કુદરતી આફતો દરમિયાન ઓવરહેડ વીજ લાઈનો તૂટવાના અને શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓ બનતી હોય છે. અંડરગ્રાઉન્ડ કેબલિંગ થવાથી આવા જોખમોમાં ઘટાડો થશે અને નાગરિકોને વધુ સુરક્ષિત તથા અવિરત વીજ પુરવઠો મળી શકશે. તેમણે કહયું હતું કે આ યોજના માત્ર વીજ લાઈનોને ભૂમિગત કરવાની પ્રક્રિયા નથી, પરંતુ 21મી સદીના આધુનિક, સ્માર્ટ અને સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટેનું એક ઐતિહાસિક પગલું છે.