Gujarat

84માંથી 77 નગરપાલિકામાં ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે નિમણૂક

ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026માં રાજ્યની કુલ 84 નગરપાલિકામાંથી 77 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી પ્રાપ્ત કરી હતી. આ ભવ્ય જીત બાદ ભાજપા દ્વારા તમામ 77 નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના હોદ્દાઓ માટે સત્તાવાર નિમણૂકો આજે પૂર્ણ કરવામાં આવી છે. જેની સત્તાવાર યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે. ભાજપા દ્વારા બહુમતી મેળવેલી નગરપાલિકામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દાઓ માટે નિયુક્તિઓ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જગદીશ વિશ્વક્રમાએ નવનિયુક્ત જનપ્રતિનિધિઓને જનતાએ ભાજપા ઉપર મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરવા અને ગુજરાતની વિકાસયાત્રાને વધુ ગતિ આપવા માટે સતત પ્રજા વચ્ચે રહી કાર્ય કરવા આહ્વાન કર્યું હતું.

Most Popular

To Top