અમદાવાદ,
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા વિજય ચાર રસ્તા નજીકથી લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજા અંદાજે કિંમત રૂ. 69.12 લાખના જથ્થા સાથે એક યુવકની શહેર ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ટીમે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ ગાજાનો જથ્થો રાજસ્થાન9થી સપ્લાય કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ચોક્સ બાતમીનો આધારે અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા પાસેથી પસાર થતી એક મર્સિડીઝને આતરીને તેની તપાસ કરતાં કારમાંથી અંદાજે 69.12 લાખ રૂપિયાની કિંમતનો 1 કિલો 975 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવતા પોલીસે 10 લાખ રૂપિયાની મર્સિડીઝ કાર મળી કુલ 79 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક યુવક હાર્દિક અશોકકુમાર કલાલ રહે, સ્વાસ્તિક રેસિડેન્સી, નારણપુરા, મૂળ રહેવાસી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો સામે આવ્યું છે.
આરોપી યુવકની પ્રાથમિક પૂછપરછ કરતા એવો ખુલાસો થયો હતો કે આ ગાંજાનો જથ્થો તેને રાજસ્થાનના પ્રદીપ કલાલ નામના શખસે સપ્લાય કર્યો હતો. આટલી મોટી માત્રામાં નશીલો જથ્થો અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો અને તેના પાછળ કોનું નેટવર્ક કામ કરે છે તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રાજસ્થાનથી અમદાવાદ સુધી ડ્રગ્સનું નેટવર્ક ફેલાયું છે તે અંગે પણ તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે.